Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001496/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અદ6 ଓ પગ્રહ SIE (1ષાવાદ પાણીપત માયા. cich 'રગ SGIE અમ્યાખ્યા* | પૈષ67 ગ્રતત પરસ્પરિવાદ Ifમધ્યારૂ થાક્યા પ્રવચનકાર છે પૂ.અ7. 9ી સુબો£le.R. શૈ2 વિછૂટ પૂ. મુજPZ68 શ્રી અ3721વિઠય. મ, 'માયોષાવાદ UIU AT SINI LIIS મgી ગણત |whill I[_I/ સૃષ્ટિ તિર્યરગિર્તિ * માયાનું પરિણામ ૯ વિ. સં', ર૦૫ તા. ૮-૧૦–૮૯ આસો સુદ-૮ રવિવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૧ આઠમું પાપસ્થાનક માયા માયાનું પરિણામ પરમ પૂજ્યપાદ પરમેશ્વર પરમેષ્ઠિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરવિંદમાં કેટિ ટિ નમસ્કાર હે. असुनृतस्य जननी, परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥ અસત્યની જન્મદાત્રી માયા. શીલરૂપ વૃક્ષને કાપનારી કુહાડી માયા. અજ્ઞાનરૂપી અવિદ્યાની જન્મભૂમિ માયા. દુર્ગતિમાં રખડાવનાર પણ માયા. આવી માયા ખરેખર દુર્ગતિનું કારણ છે. વિભાવને સ્વભાવ માનવાની ભયંકર ભ્રાંતિ અનાદિ અનંતકાળથી અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આત્માએ પિતાના મૂળભૂત સ્વભાવને ત્યાગ કર્યો છે, અને જે મિથ્યાભાવ છે તેવા વિભાવને સ્વભાવ માની લીધું છે. જેમકે અંધકારમાં પડેલી દેરડીને સર્પ માનીને કેાઈ ભય પામે છે. ભાગવા માંડે છે, રોવા લાગે છે વગેરે અથવા કાચના ચમકતા પત્થરને હીરો માની સંગ્રહ કરે છે. પીળી ધાતુને સેનું માની લે છે. આવા પ્રકારના અનેક ભ્રમની જેમ માનવ વિભાવને સ્વભાવ માનવાને શ્રમ સેવે છે. ક્રોધ, માન, માયા, લે ભ એ અત્માને સ્વભાવ નથી, પરંતુ વિભાવ છે. વિ-વિકૃત-વિપરીત ભાવ જેમકે દૂધ મૂળમાં ખાટું નથી પણ તે ફાટી જાય છે ત્યારે તેમાં Page #3 -------------------------------------------------------------------------- ________________ ४१० ખટાશ લાગે છે તે દૂધની અવસ્થામાં વિકાર છે. તેમ ક્રોધ, માન, માયા લેભ તે કંઈ આત્માને સ્વભાવ નથી પણ અજ્ઞાનવશ જવ તે પ્રમાણે વર્તે છે તે તેની વિકૃતિ વિકાર કે વિભાવ છે. એ જ પ્રમાણે સમતા, નમ્રતા, મૃદુતા, જુતા, વગેરે ગુણે આત્માના મૂળભૂત સ્વભાવરૂપ છે. આત્મગુણો છે, આત્મસ્વરૂપ મનાય છે. પરંતુ આ કળિયુગમાં આત્માના આ ગુણો નામશેષ થવા લાગ્યા છે. કેઈ વિરલ જીવમાં તેને આવિર્ભાવ જણાય છે. તેનું શું કારણ છે? અને વિભાવ વિકૃતિ કે વિકારને આટલે પ્રભાવ શા માટે છે? સમતા ઘટી, ક્રોધ વધ્યો, નમ્રતા ઘટી, માન વધ્યું, સરળતા નિર્દોષતા ઘટી, માસા વૃદ્ધિ પામી, સુખશાંતિરૂપ સંતોષ ઘટયો, લોભ અને તૃષ્ણા વધ્યા. પ્રકૃતિનું સ્થાન વિકૃતિએ લીધું અને સ્વભાવનું સ્થાન વિભાવે લીધું. વર્તમાન આત્માની વિભાવદશાને ટાળી સ્વભાવદશામાં આવવું તે સાધના અર્થાત્ ઉપાસના માર્ગ છે. વિકૃતિથી ખસી સ્વભાવગત પ્રકૃતિમાં આવવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મશાસ્ત્ર શું કહે છે? દિશામૂઢ જીને વિકૃતિ કે વિભાવને દેષ દર્શાવી સ્વાભાવિક ગુણો તરફ આકૃષ્ટ કરે છે. અધ્યાત્મશાસ્ત્રનું તે જ મુખ્ય કર્તવ્ય છે. જીવ ક્રોધાદિ કષાયને શા માટે અપનાવે છે? ક્રોધાદિ કષાયોએ જીવનું ઘણું નુકસાન કર્યું છે. તેમાં લેશમાત્ર સંદેહ નથી. દોષને દેષ જ માનવો રહ્યો. ચેરને ચેર માનવો પડે. તેણે ધન માલની ચોરી કરી નુકશાન કર્યું છે તે હકીકત નિશંક છે. છતાં જે આપણે ચેરને ઘરમાં રાખીને તેનું પાલન-પોષણ કરીએ તો તે નરી મૂર્ખતા છે. તેમ કષાએ આભાને નુકસાન કર્યું છે. સંસારમાં પરિભ્રમણ કરાવ્યું છે. જીવને દુઃખ જ આપ્યું છે તેમ જાણ્યા પછી પણ આપણે કષાને શા માટે અપનાવીએ છીએ? તેને જવાબ તમારી પાસે છે? હા. હા. કષાય તે અનિવાર્ય છે. સારી છે તેને જવાબ આપે છે કે તેના વિના અમારે સંસારરથ કેવી રીતે ચાલશે? ક્રોધાદિ ચાર પૈડા પર તે સંસારની ગાડી ચાલે છે. વળી જેમ સરહદ પર સૈનિકને સ્વ-પર રક્ષણ માટે હથિયાર જરૂરી છે તેમ અમારે સંસારમાં અમારી રક્ષા માટે આ ! કષા જરૂરી . તે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ શસ્ત્રની જેમ અમારી રક્ષા કરશે, તેમ જીવ માને છે. કેાઈની પાસે કામ કઢાવવા તેના પર ક્રોધ કરવાથી કાય સિદ્ધ થશે તેમ કેાઈ જીવા માને છે. તેથી કાર્ય સિદ્ધિનું કારણ ક્રોધ છે તેમ માની તેને પાષે છે. ચાકીદાર જેમ શઅને નિર'તર પાસે રાખે છે તેમ તે ક્રોધને સદા શસ્ત્રની જેમ સાથે રાખે છે. તે જાણતા નથી કે તે શસ્ત્ર કયારેક તે તારા પેાતાના જ વધ કરી બેસશે. શસ્ત્રની જેમ કષાય છે તેા જડ, છતાં પણ આત્મા સાથે જોડાઈને આત્માની દુર્ગતિ કરે છે. તેથી કષાયાને રાખવા, પાષવા કે અપનાવવા હાનિકારક છે. संसार दावानल दाह नीर, माया रसा दारण सार सीर, કષાયાને! જય કરવા માટે પ્રભુ કેવું પ્રમળ આલંબન છે ? संमोह धूलि हरणे समीर । नमामि वीरं गिरिसार धीर ॥ . સંસારરૂપી દાવાનલમાં મળતા લેાકેા માટે જળ સમાન છે. અર્થાત્ ક્રોધરૂપી દાવાનલ સામે ક્ષમાસ્વરૂપ છે. તેમને કરેલે નમસ્કાર, તેમનુ સ્મરણ માત્ર અગ્નિની સામે જળ સમાન કામ કરે છે. સંમેાહ–માહરૂપી ધૂળના આવરણુ, માન-અભિમાન રૂપી મેહની ધૂળના પડલાને દૂર કરવા માટે વીર પ્રભુ સમીર–પવન જેવા છે અને માયારૂપી કઠીન પૃથ્વીને તેડવા માટે વીર પ્રભુ હળ સમાન છે. મેરુપર્વત સમાન લેાભને શમાવવા માટે વીર પ્રભુ સુમેરતની જેવા ધીર અને ગંભીર છે. આવા વીર પ્રભુને કોટિશ નમસ્કાર હા. પૂ. હરિભદ્રસૂરિએ ક્રોધ, માન, માયા, લેાભ આ ચાર કયાા જીતવા માટે નીર', સમીર, સીર, ધીર આ ચાર પ્રકારની ઉપમા આપીને સ્તુતિ કરી છે. આ ચારે કષાયાને વીર પ્રભુએ એવી રીતે જીતી લીધા કે તેઓ કષાય વિજેતા થયા. આપણે માટે તે એક ઉચ્ચ અવલંબન છે. આપણે કષાય વિજેતા મનવું છે. તેથી આ સ્તુતિ આપણા માટે માનનીય છે. ચાર કષાયામાં માયાનુ` સ્વરૂપ સંસારના પરપરાને ચલાવવાવાળા અને વૃદ્ધિ કરવાવાળા આ ચાર કષાયા છે. તેમાં ત્રીજો નંબર માયાના છે. ક્રોધનુ' સ્વરૂપ સ્થૂલપણે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પ્રગટ થતું હોવાથી લોકે તેને કષાય માને છે પણ માન-માયા-લોભને કષાય તરીકે જાણતા કે માનતા નથી. આથી ક્રોધ જ કેવળ કષાય છે તેવી એક માન્યતા રૂઢ થઈ છે. માયા અને લેભ સતત લાગેલા. હોવા છતાં લોકો તેને કષાય ગણતા નથી. માયા અને લાભ પણ અવશ્ય કષાય છે. તેનાથી પણ સંસાર વૃદ્ધિ પામે છે. યદ્યપિ ક્રોધ કરતાં માયા અને લેભ વધુ હાનિકારક છે. જેમ પાંચે ઈંદ્રિયના વિષયે. ભિન્ન છે તેમ ચારે કષાયોના વિષયે ભિન્ન છે. તેનું કાર્યક્ષેત્ર રીત, ભાત અને પોતે સર્વ ભિન્ન ભિન્ન છે. ક્રોધી માણસ ક્રોધાગ્નિથી લાલચેળ થઈને તુચ્છ શબ્દો બોલે છે. ક્રોધ આગ જે મનાય છે. વાણું પણ અભદ્રતા પામે છે. વાતાવરણને ગરમ કરે છે. ક્રોધી માણસને બેસવાનું પણ ભાન રહેતું નથી. તે સાપની જેમ ફૂંફાડા મારે છે. માન, પદ, પ્રતિષ્ઠા, સત્તા શેભાને માયા-સ્વાર્થ સાધક છે, કૂટનીતિ છે. ઉંદરની જેમ ફૂંક મારીને કરડે છે. લોભ, લાભ મેળવવાની સતત્ ઝંખના સેવે છે. કામીનું મન કામમાં, સોનીનું મન સેનામાં, જુગારોનું મન જુગારમાં, ભીનું મન લેભમાં રમ્યા જ કરે છે. આ કષાયભાવની વિવશતા છે. આ સર્વ પ્રકાર આત્મઘાતક છે. કર્મબંધનું કારણ છે. મહા શત્રુ છે. ક્રોધ સર્ષની જેમ ડંખ મારીને કાપે છે. માયા-લે ઉંદરની જેમ ફૂંક મારીને કરડે છે. કૂકને સ્પર્શ મધુર લાગે છે. ક્રોધ તીવ્ર વિષ છે. બે મિનિટમાં તેને ઉભરે શમી જાય છે. માયા-લોભ ધીમું ઝેર છે. તેની અસર ધીમે ધીમે થાય છે. પણ કષાય માત્ર-ઝેર–વિષ છે–ઘાતક છે. ચાર કષાયના સ્વાદનું સ્વરૂપ પ્રત્યેક ખાદ્ય પદાર્થને સ્વાદ હોય છે. તેમ ચારે કષાયને પણ સ્વાદ હોય છે. તેનો અનુભવ કે હેય છે? ષડરસની જેમ તેને રસાસ્વાદ હોય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ ક્રોધ-લાલ મરચા જે તી હોય છે. મરચું ખાતા જેમ જીભ મળે છે. તે પ્રકારે કોધ થતાં પોતે જેના પર કોધ થાય છે તે બંનેને મનમાં આગની જેમ બળતરા થાય છે. ક્રોધી માણસનું શરીર રક્ત વગેરે બળવા માંડે છે. ક્રોધના આગમનની ખબર પડે છે. માન, કષાયને સ્વાદ ખાટો પણ પ્રિય લાગે તે છે. જેમ અમુક ખાદ્ય પદાર્થોમાં ખટાશથી સ્વાદ આવે છે. તે પ્રમાણે જીવનમાં માન પણ તેનો ભાગ ભજવે છે અને તેનાં જીવને સારું લાગે છે. દાળ શાક વગેરેમાં જેમ ખટાશથી રાક સ્વાદીષ્ટ બને છે તેમ જીવનમાં પણ તેનું સેવન પ્રિય લાગે છે. માયા–જીવને માયામાં મધુરતા લાગે છે. મિઠાઈ લગભગ સર્વને પ્રિય હોય છે. તેમ માયા પણ પ્રિય લાગે છે. મિઠાઈ ખાતી વખતે જેમ મધુર સ્વાદ આવે છે તેમ માયાના પ્રસંગે જીવને મીઠાશને અનુભવ થાય છે. ઈષ્ટનું સંવેદન થાય છે. ફેર એટલે જ છે કે ખાટા, મીઠા વગેરે રસને અનુભવ જહેન્દ્રિયથી થાય છે. જ્યારે કોધ, માન, માયા, લેભાદિ કષાયેનો રસાસ્વાદ એટલે કે અનુભવ મનથી થાય છે. મન એ ઈન્દ્રિય નથી પણ અતીન્દ્રિય છે. લેભ-મીઠાની જેમ ખારા સ્વાદવાળો છે. જેમ મીઠા વગરના પદાર્થો ફીકા લાગે છે. દરેક પદાર્થોમાં મીઠું જોઈએ છે. તેથી તેને સબરસ કહેવામાં આવે છે. રોટલી-દાળ-ભાત વગેરે બધા જ પદાર્થોમાં મીઠું જોઈએ જ છે. તેમ જીવનનાં દરેક ક્ષેત્રમાં તેમનું સ્થાન છે. લભ વ્યાપક કષાય છે. સર્વકાળ બીજા કષા પ્રસંગાધીનપણે વતે છે, જ્યારે લોભનું સામ્રાજ્ય સર્વત્ર જોવા મળે છે. આ પ્રકારે ચારે કષાયોના અલગ અલગ સ્વાદ હોય છે. ખાટા મીઠા સ્વાદને અનુભવ જીભ દ્વારા થાય છે. આ કષાચાને રસસ્વાદ મન દ્વારા થાય છે. મન અતીન્દ્રિય છે. ષાનું સેવન કરનારને તેનો અનુભવ થાય છે. સ્વાદિષ્ટ રસોઈ પેટ ભરીને આરોગીએ છીએ. તેમ ૨સાસ્વાદવાળા આ કષા આપણે જીવનભર સેવીએ છીએ. અવસર મળે તેને પૂરે લાભ લઈએ છીએ જે વાસ્તવમાં અહિત કરે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ અઢાર પાપમાં માયાનું સ્થાન અઢાર પાપસ્થાનોમાં માચાનું સ્થાન બે વાર આપવામાં આવ્યુ છે, આઠમા નખર કેવળ માયાને જણાવે છે અને સત્તરમાં નખરે માયા મૃષાવાદનું યુગલ છે, અસત્યની સાથે માયાનું જોડાણ છે. કેવળ માયા કપટ છળ, કે માયાવી વૃત્તિ કરવી. માયા સહિત વ્યવહાર કરવા તે આઠમુ. પાપસ્થાનક છે. માયાપૂર્વક અસત્ય ખેલવું, તેના ક્રમ સત્તરમાં છે. માયાવી જીવ વાસ્તવમાં દુઃખી છે. માયા રવ-પર ઉભય ખ'નેને છેતરે છે. તે પાપજનક છે. कौटिल्यपटवः पापाः मायाया बकवृत्तयः । भुवनं वर चयमाना वज्वयन्ते स्वयमेव हि ॥ કુટિલતા-છળ-કપટ કરવામાં માયાવી ચતુર હાય છે. ખગલાનાં જેવુ ધ્યાન કરવાવાળા દંભી વૃત્તિવાળાની જેમ કપટ કરવાવાળા પાપી માયાથી જગતને ઠગવા જાય છે પણ વાસ્તવમાં તે પેાતે જ ગાય છે. તેથી માયાને ખગવૃત્તિ જેવી કહેવામાં આવી છે. કેશકાર શ્રી હેમચ`દ્રાગાય મહારાજ અભિધાનકેશમાં માચાના પર્યાયવાચક શબ્દોના પ્રયાગ કરે છે. माया तु शठतां शाठ्यं, कुसृतिर्निकृतिश्च सा । कपटं कैतवं दम्भः कूटं छद्मोपधिछलम् । ચો મિષ રુક્ષ નિમ ક્યાનો.... માયા, શહેતા, શાઠય કુસૂતિ, નિકૃતિ, કપટ, કૈતવ દમ્સ, ફૂટ, દકા ઉપધિ, છળ, બ્યપદેશ, મિષ, લક્ષ, નિભ, વ્યાજ, બહાનું, વાંચના કુટિલત, ઠગવૃત્તિ વિશ્વાસઘાત, દ્રોહ, દગેા, વક્રતા, લુચ્ચાઈ, વગેરે સંસ્કૃત-હિ'ન્રી આદિ ભાષામાં પર્યાયવાચી શબ્દો છે. તે સ માયાનુ સ્વપ છે. જુદા જુદા રૂપમાં આ શબ્દોના પ્રયોગ લેાકેા કરે છે. વિદ્યાથી ચાલુ પરીક્ષામાં બહાના કાઢીને બહાર જાય છે જેમકે પાણી પીવા પેશાબ કરવા આ બધા મહાના હોય છે. પરંતુ મનમાં હેતુ તે કાંઈક જુદા જ હેાય છે. આ માયાનુ લક્ષણ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ માયાનું લક્ષણ શ્રી વિનયવિજયજી મહારાજ માયાની સઝાયમાં કહે છે. मुख मीठो जूठो मनेजी, कूट कपट नो रे कोट । जीभे तो जी जी करे जी, चित्त मा ताके चोट...॥ જે કાળ ! મ ારા માથા પર... જેની વાણી તે મધુર લાગે છે પણ મનમાં તો કેવળ અસત્ય ભર્યું છે પણ વાણી સુગર કેટેડ હોય છે. બેલવામાં તે ઘણી મિઠાશ રાખે પણ મનમાં ડંખ રાખે છે કયારે તક મળે અને તેને છેતરી લઉં અર્થાત્ હાથીના દાંતની જેમ બેસવા અને કરવામાં ભિન્નતા હોય છે. કહેવું એક કરવું બીજુ. બેલવામાં વિચારમાં વર્તનમાં ભેદ જ ભેદ હોય છે તે માયાનું સ્વરૂપ છે. માયાવીના જીવનમાં એકરૂપતા નથી. એક વાક્યતા નથી. પેસે કયાં અને નીકળે કયાં? તે ખબર પડતી નથી સત્યને ગૌણ કરી અસત્ય એવું બોલે કે જાણે તે સત્ય હાય ! અસત્ય પર સત્યને ઓપ ચઢાવે છે. કડવી દવાને સાકરનું પડ લગાવે એટલે બાળક ખુશી થઈને ખાઈ જાય. તે પ્રમાણે અસત્ય ઉપર સત્યની મિઠાશ લગાવી દે જેથી સાંભળનાર અસત્યને જ સત્ય માને, આવી બે પ્રકારની નીતિ પર ચાલવાવાળે માયાવી છે. દેખાવ એક પ્રકારને અને પ્રવૃત્તિ બીજા પ્રકારની હોય છે. દૃષ્ટાંત તરીકે દામ્પત્ય જીવનમાં એક પત્નીનું માયાવી સ્વરૂપ. વર્ણપુર નગરના શ્રેષ્ઠિપુત્ર પુણ્યસારનું લગ્ન પાડોશી ગામની વણિક કન્યાની સાથે થયું હતું. પરંતુ એ કન્યા કેઈ અન્ય પુરૂષમાં પ્રીતિ ધરાવતી હતી, તેથી તે પુણ્યસાર સાથે રહેવા ઈચ્છતી ન હતી. છતાં તેને પુણ્યસાર સાથે જવું પડયું. માર્ગમાં એક કૂવે આવ્યો. પુણ્યસાર પાણી લેવા કુવા પર ગયે, અને કુવાની પાળ પર ઉભે રહ્યો. ત્યાં તે પનીએ તેને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધો અને તે ત્યાંથી ભાગી ગઈ ઘરે પહોંચી રડવા લાગી પિતાજી! પિતાજી ! મારા પતિને ચેરીએ માર્યો અને કુવામાં ફેંકી દીધું. હું ચેરના હાથમાંથી માંડ માંડ બચીને આવી છે. આમ તેણે ઘણી વાતે બતાવી અને બધાને વિશ્વાસમાં લઈ લીધા. માયાવી માનવની એ ચતુરાઈ છે Page #9 -------------------------------------------------------------------------- ________________ કે તે ઘણી વાતે ઉપસાવી શકે છે. પાપ પોતે કર્યું હોય પણ જાણે તે બીજાએ કર્યું છે અથવા બીજાને દેષ છે તેમ બતાવે છે. તેમાં કોઈને કંઈ જ શંકા ન આવે પણ ઊલટાનું વિશ્વાસ પેદા થાય કે આ જ માણસ સાચે છે તેની વાત સાચી છે. આવી માયાવી માનવની પ્રવૃત્તિ હોય છે. ચોગાનુયેગા થોડા સમય પછી બીજા યાત્રક કુવા પર આવ્યા. તેમણે પાણી મેળવવા કુવામાં દોરડુ અને ડોલ નાંખ્યાં. પુણ્યસારે એ પકડી લીધું. મુસાફરોએ ડૂબતા માણસને જોયો અને ભેગા થઈને દોરડા સહિત પુણ્યસારને બહાર કાઢયે. યાત્રી કે પાસેથી ખાવા પીવાનું પામ્યા. કંઈક સ્વસ્થ થતાં તે વળી પાછે સસરાને ત્યાં પહોંચ્યા. સાસુ સસરા તે કંઈ જાણતા ન હતા તેથી જમાઈને પાછો આવેલે જોઈને પ્રસન્ન થયા અને પૂછવા લાગ્યા કે અરે ! તમને તો એ બહુ માર્યા. તમને કંઈ વધુ માર લાગ્યો નથી ને? આમ ઘણા પ્રશ્નો પૂછી તેની સેવા સુશ્રુષા કરો. પુણ્યસાર પનીએ ભજવેલી માયાનું નાટક સમજી ગયે, પની પણ આ સર્વ સાંભળતી હતી. તેના માતા પિતા જમાઈને સુખરૂપ આવેલા જોઈ ખુશ હતા. પણ પતનો નાખુશ હતી. મેં પર પ્રસન્નતાને દેખાવ કર્યો પણ અંતરમાં તે વિચારતી હતી કે વળી આ બલા કયાં પાછી આવી ? પુણ્યસારની સમક્ષ તે લજજા પામી. તેને થયું કે ધરતી જગ્યા આપે તે અંદર સમાઈ જાઉં! પુણ્યસાર ઉદારચિત્ત માણસ હતું. તેણે પત્નીના શેષ બધાની સામે પ્રગટ ન કર્યો અને સર્વ બાજી સમેટી લીધી. માયાનું પ્રતિક બગલો જેમ કોધની સરખામણી સર્પ સાથે કરવામાં આવે છે તેમ માનની હાથી સાથે, માયાની બગલા સાથે અને લોભની ઉંદર સાથે કરવામાં આવે છે. તમે જોયું હશે કે બગલો તળાવની મધ્યમાં એક પગ પર શાંત અને સ્થિર ચિત્તે ઉભે હોય છે. જાણે કે કઈ મહાનગી ધ્યાનસ્થ હોય ! પણ તમે જાણે છે કે બગલે શા માટે આવે શાંત અને સ્થિર હોય છે? તે ફક્ત પિતાની ઉદરપૂર્તિ માટે માછલીને પકડવાની Page #10 -------------------------------------------------------------------------- ________________ ४६७ આકાંક્ષામાં શાંત હોય છે. જો તે હલે ચાલે તે પાણી હાલે અને પાણીના હલન ચલનથી માછલી ભાગી જાય. તે કંઈ આત્મામાં કે પરમાત્મામાં લીન છે તેવું નથી તે આપણે જાણીએ છીએ. સામાન્ય સાધુજને પણ આવી શાંત અને સ્થિરતા રાખી ન શકે તેવી સ્થિરતા બગલે કેવળ માછલીને પકડવા માટે રાખે છે. તે કેવળ દેખાવ છે, -દંભ છે, સ્વાર્થમૂલક છે. બગલાની સ્થિરતા જોઈ આપણને માન ઉપજે, પણ તે તો એક નાટક છે અથવા તે પશુગત ચેષ્ટા છે. ભૌતિક વસ્તુ પાછળનું આર્તા. ધ્યાન છે. મનુષ્ય પણ પગવત આવી ચેષ્ટા કરી માયાવી બને છે તેથી તેવાં મનુષ્યને બગભગત કહેવામાં આવે છે. શાસ્ત્રકાર માયાને બિલાડીની ઉપમા પણ આપે છે. બિલાડી ઉંદરને પકડવાના સ્થાનેએ છૂપાઈને બેસે છે. તે ચાલે કદે તે પણ એવી કાળજીથી હલન ચલન કરે પણ કંઈજ સંચાર ન થાય તેનું ધ્યાન રાખે છે. આવી માયાવી વૃત્તિ સ્ત્રી પુરુષોમાં જોવામાં આવે છે. - દૃષ્ટાંત-પત્નીનું માયાવી સ્વરૂપ ચંપાનગરીના ધનસંપન્ન જિનદાસ શેઠ પોતાની પત્ની સાથે સુખી જીવન ગાળતા હતા. શેઠને સંતાનનો અભાવ છતાં સંતોષ માની ધર્મધ્યાનમાં મન પરોવ્યું હતું. પરંતુ પત્નીની પુત્રપ્રાપ્તિની વાસના તીવ્ર હતી. આથી તે પતિથી અસંતુષ્ટ થઈ અન્ય પુરુષ સાથે સંપર્કમાં આવી તેને પિતાને પતિ માની તેની સાથે ભેગ ભોગવવા લાગી. અને તેને પિતાને ઘરે એકાંતમાં બેલાવવા લાગી. સંસારમાં પાપ કરવા માટે એકાંત અને અંધારૂ જરૂરી હોય છે. ત્યાં કામી માનવ પિતાની પાપ લીલા આચરે છે. જો કે એગી સાધક પણ એકાંત અને અંધારુ છે છે પણ તે તેવા નિમિત્તોમાં સાધના કરે છે. તે એકાંત અને અંધારામાં ધ્યાન જપ વગેરેની આરાધના કરે છે. યેગી માટે એકાંત આશીર્વાદ રૂપ છે. જ્યારે ભેગી માટે એકાંત શ્રાપ રૂપ છે. એક દિવસ એવું બન્યું કે પર્વને દિવસ હોવાથી પતિ અંધારામાં ઘરના એક શાંત સ્થાનમાં ધ્યાન તથા જપમાં સ્થિર થયો. થોડીવાર પછી પત્ની પિતાના પ્રેમીને લઈને છૂપી રીતે એક ખાટલે લાવી. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ અને જ્યાં શેઠ ધ્યાનમાં ઉભા હતા ત્યાં મૂકયા. અધારામાં કંઈ ખ્યાલ આવ્યા નહિ. પણ ખાટલાના એક પાયા શેઠના પગ પર આવ્યે.. આથી પલંગનું સમતાલ પણ ન રહ્યું. પેલી સ્ત્રીએ પલગને સ્થિર કરવા બાજુમાં પડેલે પત્થર લઈ તે પાયા પર માર્યાં. આથી તે પાયાના નીચેને ખીલે શેઠના પગમાં ખરાખર જડાઈ ગયા અને પલગ સ્થિર થયે. બંને કામી પેાતાની વાસના પૂર્તિમાં એવા તેા ઉતાવળા હતા કે ખાટલા સ્થિર થયેા ન થયેા કે મને ખાટલા પર ચઢી ગયા અને લેગસુખ લાગવવા લાગ્યા. પત્નીની આ ક્રીડા જોઇ શેઠ તા અવાક થઈ ગયા. યાનની ધારામાં વિક્ષેપ પડચા અને શેઠ સ્ત્રીના ચારિત્ર પર વિચાર કરવા લાગ્યા. અરે ! આ સ્ત્રી પર હું પ્રેમ કરું છું પણ્ તેના મેમાં તે દુષ્ટ છે. સપૂણ રાત્રિ શેઠના પગમાંથી લેહીની ધારા વહેતી રહી સવાર થતાં પહેલાં શેઠનું પ્રાણ પ'ખેરૂ ઉડી ગયુ. પ્રભાતનુ અજવાળું થતાં પત્નીએ આ સર્જાયું અને તે ક્ષેાભ પામી ગઇ. પણ હવે આ પાપને છૂપાવવા કઈ રીતે? પાપને છૂપાવવા માત્રા અને અસત્ય તે! જોઇએ. તેમ કરીને પાપી પાપથી મચવા માંગે છે. એક પ્રશ્ન છે કે તમે પાપથી ખેંચવા માંગે! છે કે પાપના ફળની સજાથી અચવા માંગે છે ? તેને ઉત્તર નથી. છતાં સૌ પાપના ફળથી તેની સજાથી બચવા માંગે છે, પાપનુ સેવન કરતાં જે લજજા આવે તે લજ્જા ગુણ છે. પરંતુ કરેલા પાપેને પ્રકાશવામાં અપયશના ભયથી જે લજ્જા આવે તે લજ્જા દોષ છે. તે એક તથ્ય સ્વીકારવુ' પડશે. વાસ્તવમાં જુએ તેા પાપની સજા ઘણી ભયંકર હાય છે. તેથી સૌ તેનાથી છૂટવા માંગે છે તે સ્વાભાવિક છે, પરતુ અફસેસ એ છે કે કાઇ પાપથી દૂર રહેવાના પ્રયત્ન કરતાં નથી. અરે ! પાપથી બચશે। તે પાપની સજાથી મચશે. પાપ કરવું મીઠું લાગે છે? પાપ છેાડવું કઠિન લાગે છે ? તે પછી જાણી લે કે પાપની સજા નક્કી ભગવવી જ પડશે. હસતાં આધેલાં કમ રડતાં પણુ ભાગવીને પૂરા કરવા પડે છે તે નિર્વિવાદ સત્ય છે. આપણને પાપને ડર છે તેના કરતાં વધારે ડર પાપના પ્રકાશનના આપણને ખટકે છે. જે દિવસથી અનુખ ધમાં ફેર પડશે. વૃત્તિમાંથી પ્રવૃત્તિનું ગયેલું પાપ પણ લાંખે છે. કાઇ આપણું પાપ જાણી જાય તે પાપ ખટકશે, તે દિવસથી તે પાપના જ્યાં સુધી પાપ ગયું નથી ત્યાં સુધી Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ વખત ટકી શકતું નથી. એને અથ એ નથી કે જ્યાં સુધી વૃત્તિમાંથી પાપ નાબૂદ ન થાય ત્યાં સુધી પ્રવૃત્તિમાં ચાલુ રાખવુ! ના, એ મા નથી. પાપની પ્રવૃત્તિ ઓછી કરવાથી એના સ ંસ્કારે દૃઢ થતાં નથી એ ફાયદા ચોક્કસ છે છતાં સાધકે વૃત્તિમાંથી પાપને દૂર કરવા માટે જાગૃત રહેવુ' જોઈએ. પાપની પ્રવૃત્તિથી ખધ પડે છે. પાપની વૃત્તિથી અનુખ ધ તૈયાર થાય છે એટલે સાધકે પ્રવૃત્તિમાંથી ૧૮ પાપસ્થાનકાને દેશવટ આપવા જોઈએ અને વૃત્તિમાંથી આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વિગેરે સેાળ સંજ્ઞાઓને નાબુદ કરવા માટે લક્ષ્ય કેળવવુ જોઈએ. પ્રસ્તુત પ્રસંગમાં પત્નીને પાપનું પ્રકાશન ખટકયુ છે. પાપ કર્યાં ખટકયું છે ? પાપ પ્રત્યે તા કુણી લાગણી જ છે. અહી પત્ની પેાતાના પાપની સજાથી ખચવા ઇચ્છતી હતી. એવામાં એવુ· બન્યું કે શેડના પાળેલે બળદ નિત્યક્રમ અનુસાર પ્રાતઃ કાલ થતાં શેઠના મુખે સ્રોત્રપાઠનુ શ્રવણ કરવા આવ્યેા. પરંતુ તેણે શેઠની દુર્દશા જોઇ. તે શાકગ્રસ્ત થઇ ત્યાં બેસી ગયા. પત્નીના મનમાં કપટ હતું તેથી તેને તરત જ કુમતિ સુઝી અને જમીન પર પડેલા લેાહીથી બળદના શિંગડા ખરડી દીધા અને પેાતે વ્યવસ્થિત થઇને બહાર જઈને ખૂમા મારવા લાગી અને જોર જોરથી રડવા લાગી. દોડા હાય ! ખળદે શેઠને મારી નાખ્યા. હવે હું શું કરીશ ? તેની બ્રૂમેટ સાંભળી લેાક એકઠા થઈ ગયા. સવ લાકોએ આ દૃશ્ય જોયું અને અંતે સર્વ મામલેા રાજ દરબારની કેાટ માં ગચા. રાજાએ મંત્રીને આદેશ આપ્યા કે આ વાતનું રહસ્ય શેત્રીને ન્યાય કરવા. તેમાં એવેશ નિય કરવામાં આવ્યું કે એક લેઢાનો ગાળા અગ્નિમાં તપાવીને તૈયાર કરવે. પછી તે ગળે ખળક કે સ્ત્રી જે પેાતાની જીભથી સ્પી લે તે નિરપરાધી માનવે અને જે ન સ્પર્શે તે અપરાધી માનવા. બળદ પેાતાનું ડાકુ હલાવી સમતિ આપી ત્યાર પછી એક લેઢાના ગાળે તપાવવામાં આવ્યેા. રાજ દરબારમાં સની સાક્ષીમાં સ્રી અને મળદને હાજર કરવામાં આવ્યા. બળદ તે તરતજ તપેલેા લાલ ગાળાને જાણે દડા ને ચાટતા હાય તેમ ચાટવા લાગ્યા. સત્યને આંચ આવતી નથી. ત્યારમાદ સ્ત્રીને વારે આવ્યા. તે લાલ તપેલા ગેાળાને જોઈને કંપવા લાગી. મહાનુ ખતાવવા લાગી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ પરંતુ તેમાં તેનું કંઈ ચાલ્યું નહિ. તેણે લેવાના લાલ ગોળાને જીભને સ્પર્શ કર્યો અને સત્ય વાત પ્રગટ થઈ અંતે તે સજાને પાત્ર બની. માયા-કપટ કેણુ કી શકે છે? શું જગતમાં સર્વ જીવ માયા કરી શકે છે? નહીં' ! લોભ કે ક્રોધ કરે સર્વને માટે કંઈક સહેલે છે, સરલ છે. નાનું નિર્દોષ બાળક પણ ક્રોધ કરી શકે છે. લોભ કરી શકે છે. કારણ કે તેમાં કઈ બુદ્ધિ કે ચતુરાઇની જરૂર નથી. થોડું મેં બગાડયું, રડવું કે બે શબ્દ મોટેથી બેલવા વગેરેથી કંધ થાય છે. ક્રોધી આમ પણ કયાં સમજી વિચારીને બોલતા હોય છે? કારણ કે કોધના આવેશમાં તેને કંઈ વિચારવાની સભાનતા હોતી નથી. ક્રોધી માનવ અંધ જેવો હોય છે. ક્રોધી માટે કોઈ અપશબ્દ વજર્યું નથી. તે અવિચારી હોય છે. “મુમતિ ” જે શબ્દ મુખમાં આવ્યું તે નીકળી પડે. અર્થાત્ કોઇ કે લેભા કરવામાં ચતુરાઈ, બુદ્ધિ કે હોશિયારીની જરૂર નથી. બાળક કે વૃદ્ધ સવ તે કરી શકે છે. જ્યારે કે માન માયા–બધાના માટે સરળ નથી. માન માયા શીઘ્રતાથી કરવામાં મુશ્કેલી છે. માન કોણ કરી શકે? જેની પાસે ધન, સંપત્તિ, એશ્વર્ય, વૈભવ, બુદ્ધિ, જ્ઞાન, રૂપ, બળ વગેરે અધિક હોય તે પ્રાયઃમાન કરી શકે છે. રસ્તામાં જતો ભિખારી કોના આધારે માન કરે? તેની પાસે નથી ધન, નથી પદ, નથી પ્રતિષ્ઠા. આથી માન કરવાવાળી વ્યક્તિ સંસારમાં કેટલી હોઈ શકે? આજની વિશ્વની વસ્તી સાડા ચાર કે પાંચ અબજ લગભગ છે. તેમાં ૨૦ થી ૩૦ ટકા લોકો સુખી સંપન્ન હશે, કે જેની પાસે એશ્વર્ય, વૈભવ, બળ, રૂપ, જ્ઞાન આદિની પ્રાપ્તિ હોય. એટલે એક અપેક્ષાએ વિચારીએ તે આ ત્રીસ ટકા જે વર્ગ માન-માયા કરી શકે. તે સિવાયની જનતા કે જેની પાસે પેટ પૂરતું ખાવા નથી તે કેવી રીતે માન-માયા-કરી શકે? વળી તેમાંનો મોટો વર્ગ તે અશિક્ષિત છે તે કેવી રીતે અહંકાર કરી શકે ? જો કે પ્રત્યેક વ્યક્તિ અભિમાન કરી શકે છે. પોતાનાથી બીજા જે કોઇ પણ પ્રકારે નાના છે, અથવા કોઈના કરતા કંઈ અધિક મળ્યું છે તે તેટલે ભેટે છે, તેટલા પ્રમાણમાં અભિમાન કરી શકે છે. અન્ય કરતાં Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ થોડું ધન કે જ્ઞાન વધુ હોય, આયુષ્ય કે નિરોગીતા વિશેષ હોય તે. તેવા કારણથી વ્યક્તિ અન્યની સામે માનઅહંકાર કરી શકે છે. આ પ્રકારે અરે કષાયમાં જગતના જીવોની સંખ્યા જોતાં ક્રોધ કરનારની સંખ્યા સેંકડોની મળશે. લેભ કરવાવાળા પણ તેટલા મળશે. પરંતુ માન કરનારની સંખ્યા ૫૦ થી ૬૦ ટકા મળશે અને માયાની તે. તેનાથી પણ ઓછી ટકાવારી મળશે. કારણ કે ક્રોધ અને લોભની જેમ માન-માયા કરવા સરળ નથી. માનમાં જેમ અધર્યાદિ જોઈએ છે તેમ માયા કરવામાં બુદ્ધિ, હોશિયારી, વાકચાતુર્ય વગેરે જોઈએ છે. તે સર્વમાં હોતા નથી. તેથી કોઈવાર માયા કરવામાં પોતે જ ફસાઈ જાય છે, પકડાઈ જાય છે. પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓમાં માયા અધિક હોય છે – આ વિધાન એકાંતે સત્ય નથી. પુરુષ માત્રને માયા-કપટ કરતા આવડતા નથી તેમ કહેવાનું તાત્પર્ય નથી. કેટલાક પુરુષો માયા-કપટ કરવામાં ઘણા કુશળ હોય છે. છતાં અધિકતર જોઈએ તે પુરુષોમાં ક્રોધ અને માનની પ્રકૃતિ વિશેષ હોય છે. અને સ્ત્રીઓમાં માયા તથા લેભની પ્રકૃતિ વિશેષ હોય છે, જે કે શાસ્ત્રકારે તો લખે છે કે સમસ્ત વિશ્વ ચારે કષાયથી ગ્રસાયેલું છે. તેમાં પશુ, પંખી આદિ તિયચ દેવ મનુષ્ય સર્વને સમાવેશ થાય છે. ચારે ગતિના પાંચે જાતિના નાના મોટા સર્વ માં આ ચારે કષાયે રહેલા છે. સંસારના સર્વ જી. કર્મના ઉદયવાળા છે. મેહનીય કર્મનું જોર અધિક છે અને આ કષાયે તેની સંતતિ છે. તેથી સંસારી જીવમાં કોધાદિ ચારે કર્મોનો ઉદય વતે છે. છતાં ચારે કષામાં કાંધાની માત્રા અધિકાર જોવામાં આવે છે. અન્ય ત્રણ કક્ષાની માત્રા કંઈક મંદપણે જોવા મળે છે. અથવા તેનું સ્વરૂપ કાંઈક છુપાયેલું જોવા મળે છે. ક્રોધ વ્યક્ત રૂપે થતું હોવાથી જણાય છે અને માયા, લોભ વિગેરે ભૂગર્ભમાં ચાલતાં હોવાથી જલદીથી. જણાતાં નથી. ક્રોધાદિ પ્રકૃતિના ઉદયને કારણે કઈ ક્રોધી માની, માયાવી કે લોભી કહેવાય છે. ક્રોધીમાં કંધની વિશેષતા હોય તે સંભવ છે કે બીજા કષાય ઓછા હેય. છતાં આ ચારે અન્ય અનુગામી છે. જેમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ આંખના નિષ્ણાત તીખને કાન નાકના દર્દીનું જ્ઞાન હેતુ નથી તેમ મનાય છે. પરંતુ તે M, B. B, S. તેા છે. તેથી તેને સારા શરીરની સામાન્ય જાણકારી તે હાય છે. છતાં તે નિષ્ણાત એક જ વિષયને ગણાય છે. તે પ્રકારે જીવમાં અલ્પાષિક કષાય તા હાય છે. છતાં એક કષાયની વિશેષતા હોય ત્યાં બીજા કષાય ગૌણપણે હાય છે. તેથી કરીને એમ કહેવાય છે કે સ્ત્રીમાં માયા-કપટ વૃત્તિ અધિક હોય છે, અર્થાત્ જન્મજાત હેાય છે. તે પ્રમાણે લાભ પણ હેાય છે. ગમે તેટલા અલકાર મળે તેા પણ સતેષ થતા નથી. માયા-કપટ કરવામાં સ્ત્રીએ ચતુર હાય છે. કોઈવાર પડેાશી સાથે કાઈ પ્રંસગ પડચે! હાય તે તે પતિને ચૂપ રહેવાની સલાહ આપે છે અને માયા કરીને પડોશી સાથે પ્રસંગને પતાવી દે છે. એ પ્રકારે સગા સબ'ધીમાં પણ પેાતાના સ્વાર્થ સાધવા માયાને મુખ્ય કરીને સ્ત્રીએ કાચ સિદ્ધ કરે છે. પતિ શાંતિથી આ સજોયા કરે છે, તેને એવા માયા કપટ કરતા આવડતું નથી. તેથી પત્ની સવ ખાજી સંભાળી લે છે, પડેાશીને દાવ પેચમાં લેવાની કુશળતા તેનામાં હોય છે. મેટા ન્યાયાધીશ જેવા ચતુર પુરુષ પણ પાતાની શ્રીમતીની પાસે હાર ખાઈ જાય છે. ઠંડા ખરફ જેવા થઇ જાય છે, ભલે સુપ્રીમ કોર્ટમાં સૌ સલામ ભરે પણ ઘરમાં તેનું કંઈ ઉપજતું નથી. સ્ત્રી ચરિત્ર અને માયાજાળ – માયાવી વૃત્તિને કારણે સ્ત્રી ચરિત્રનું સ્વરૂપ વિકૃત હેાય છે. બ્રહ્મા પણ તેનુ' માપ કાઢી શકતા નથી. હિમાલયમાંથી નીકળેલું નાનુ ઝરણુ` કેવા માગે થઇ નદી અનીને સમુદ્રને મળશે તે કહેવુ સરળ છે પણ સ્ત્રી કેવી ચાલ ચાલશે તે બતાવવુ અઘરુ છે. પાણીમાં ચાલતી માછલીની પાછળ નિશાની મળતી નથી. આકાશમાં ઉડવાવાળા પક્ષીનુ ચિન્હ મળતું નથી તેમ માયાવી સ્ત્રીની ચાલ, ચરિત્રની નિશાની પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. શ્રી જ્યારે માયા-પ્રપંચમાં પડે છે ત્યારે ચતુર પુરુષા પણ તેમાં માછલી જાળમાં ફસાય તેમ ફસાઈ જાય છે. જૂના યુગની વાત છે. રાજા પ્રદેશીની પત્ની સૂકાન્તા રાજા પ્રત્યે અત્યંત પ્રેમાસક્ત હતી. પરંતુ નાસ્તિક રાજા પ્રદેશી જ્યારે કેશીસ્વામીથી ધર્મ પામીને આસ્તિક ખની વ્રત નિયમ ધારણ કરવા લાગ્યા, Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ ત્યારે રાણીને ભેગને ત્યાગ અને વ્રતાદિ પસંદ પડયા નહિ. તેને થયું હવે મારી ભેગોની ઈચછા કેવી રીતે પૂરી થશે? તેથી તેણે વિચાર્યું કે અન્ય પુરુષ સાથે ભેગ મેળવવા આ રાજાને દૂર કરવું પડશે. અબળા કહેવાતી સ્ત્રી સબળા બની અને ઈષ્ટસિદ્ધિ માટે સૂર્યકાંતા એ રાજાને આલિંગન દેવાના બહાને પિતાની આંગળીના નખ વડે રાજાનું ગળું દબાવી દીધું. રાજાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. માયાવી શું ન કરે? માયાવીને માટે અસાધ્ય સાધ્ય બને છે. કશું અશકય બનતું નથી. જે સ્ત્રી કેમળ અને દયા પાત્ર હોય છે તે જ સ્ત્રી જ્યારે માયાવી બને છે ત્યારે કુકર્મ કરતાં અટકતી નથી. અને રણચંડીનું રૂપ ધારણ કરે છે. અન્યને ઠગવાવાળે તે જ ઠગાય છે – કેઈ એમ ન સમજે કે દુનિયાને ઠગીને હું નિરાંતે સૂઈ જઈશ. સંસારમાં શેરને માથે સવાશેર હોય છે. કદાચ પુણ્ય તપતું હોય એમ ન બને તો પણ અન્યને ઠગવાવાળે પોતે ઠગાય છે તે ભૂલી જાય છે. સંસારમાં સર્વ જીવ પોત પોતાના શુભ અશુભ કર્મને આધીન હોય છે. અને તે પ્રમાણે સુખ દુઃખ પામે છે. તમે સૂર્યની સામે જેવા જાવ તે તમારી આંખ બંધ થઈ જશે. અથવા તમે સૂર્યની સામે ધૂળ ફેંકશે તે તે ધૂળ તમારી આંખમાં પડશે. કાદવના ખાડામાં પત્થર ફેકવાવાળાને કાદવના છાંટા ઉડે છે. ભીંત પર નાખેલે દડે ઉછળીને તરત જ તમારી સામે પાછો આવશે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે. "भुवनं वश्चयमाना-वञ्चयते स्वयंमेव हि ।” દુનિયાને ઠગવાવાળે પિતે ઠગાય છે. "बकवृत्तिं समालम्ब्य वंचकैवचितं जगत्" બગવૃત્તિવાળે માયાવી જગતને ઠગવા જાય છે તેમાં સ્વયં આત્માને ઠગે છે. આત્મવચના મહાદોષ છે. અન્યને ઠગવામાં મને શું નુકશાન છે? મારું શું થશે? આવા પાપનું શું ફળ મળશે? એ વિચાર કરે તે પાપ છૂટી જાય પરંતુ માયાવીને એ વિચાર આવતે નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ४७४ માયાવી કેવી રીતે કર્મ બાંધે છે ? : એક હકીકત તે નિઃસદે છે કે માયા પા૫ છે. દુષ્ટ વસ્તુ છે. માયા કેઈ પુણ્યનું પણ કારણ નથી. માયાથી પાપકમ બંધાય છે, માયા સ્વયં અશુભ ભાવ છે તેથી પુણ્ય કર્મ બાંધવાની સંભાવના નથી. આઠ કર્મના ભેદ સમજવાથી માયા કેવું કર્મ છે તે સમજાશે. આઠ કમ ચાર ઘાતી કર્મ ચાર અઘાતી કર્મ સર્વ કર્મ અશુભ છે કેટલાક શુભ છે અને કેટલાક અશુભ છે. માયા અશુભ પાપ પ્રવૃત્તિ છે. તેથી અશુભ ઘાતી કર્મને બંધ થશે જ. અઘાતી કર્મમાં પણ શુભ પુણ્ય કર્મને માયાવી બાંધી શકતો નથી. અર્થાત અઘાતીમાં પણ તે અશુભ પ્રકૃતિએ જ બાંધશે. શ્રી ઉમા સ્વાતિ આચાર્ય તવાર્થ સૂત્રમાં કહે છે. માયા કપટ કરવાવાળે જવ તિર્યંચ ગતિનું કર્મ બાંધે છે. તે પશુ પક્ષીપણે જન્મ ધારણ કરે છે. “માયા ટુતિ ર” માયા દુર્ગતિનું કારણ છે. | માયાવીને સદ્ગતિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કર્મસત્તા ન તંગમાં વિલંબ થાય પણ અંધેર નથી. કર્મના ગણિત તે સૌને ચૂકવવા પડે છે. તેનું એકછત્રી નિરપવાદ સામ્રાજ્ય સૌને માન્ય રાખવું પડે છે. ત્યાં કંઈ વિકલ્પ ચાલતો નથી. ધારોકે કેઈ જીવે શુભભાવ દ્વારા સદ્દગતિનું કર્મ ઉપાર્જન કર્યું અને પછી તેણે માયા કરી તો તેના ફળસ્વરૂપે ને મનુષ્ય જન્મ પામશે પરંતુ સ્ત્રી વેદને ધારણ કરશે. સ્ત્રી જન્મની સાથે માયા વ્યાપ્ત હોય છે. જાણે કે માયાએ સ્ત્રીને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ જન્મસિદ્ધ હક ન હોય! બીજાની તે શી વાત કરવી? પણ વર્તમાન અવસર્પિણીની ગ્રેવીસીમાં ૧૯માં તીર્થકર શ્રી મલ્લીનાથનું દૃષ્ટાંત આવિષયમાં સાક્ષી પૂરે છે. નિકાચિતપણે બાંધેલું કર્મ ઈંદ્ર ચંદ્ર કે જિનેન્દ્રને પણ ઉદય પ્રાપ્ત થતાં ભેગવવું પડે તે પછી અન્યની તે શું વાત કરવી? મલ્લીનાથ સ્ત્રી તીર્થકર જે કે રાજમાર્ગ એ છે કે સ્ત્રીને તીર્થ કર પદની પ્રાપ્તિ નહેાય. કારણ કે તીર્થંકર નામ કમ સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રકૃત્તિ છે અને સ્ત્રીપણું તે અશુભ કર્મને વિપાક છે. તેથી સ્ત્રીનું તીર્થકર થવું સંભવે નહિ. પુરુષ પ્રધાન ધર્મ છે અને પુરુષપાછું શ્રેષ્ઠ કર્મના ઉદયે પ્રાપ્ત થાય છે. છતાં કલ્પસૂત્રમાં દસ આશ્ચર્યરૂપ ઘટનામાં આ ઘટનાને આશ્ચર્યરૂપે માની છે. અનંત ભવચક્રના અંતે કવચિત આવી ઘટના ઘટે છે એ પણ કર્મસત્તાને પ્રભાવ છે. આશ્ચર્યને અર્થ એ નથી કે તેમાં કોઈ કાર્ય–કારણ ભાવની વ્યવસ્થા નથી. જગતમાં કાર્ય–કારણ દાવને કોઈઉલઘી શકતું નથી. આશ્ચર્યને અર્થ એ જ થાય છે કે અનંતકાળે સામાન્યથી જે ન બનતું હેય તે બની જાય. આશ્ચર્ય પણ કારણ-કાર્ય ભાવને સાબિત કરી આપે છે. દા. ત. પ્રભુ મહાવીરે જાતિમદ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું તે તેમને ૨૭મા ભવે દેવાનંદાની કુક્ષીમાં જન્મ લેવો પડે. શ્રી. મલ્લિનાથના જીવે માયા કરી તે સ્ત્રીવેદ બાં. આમ આ પ્રસંગથી માયા કરવાથી સ્ત્રીવેદ મળે છે એ સિદ્ધાંત પૂરવાર થયા. આશ્ચર્યની અંદર અશકય, શક્ય બનતું નથી પણ અસંભવિત તે તે કારણે પામીને. સંભવિત બને છે. પૂર્વ જન્મમાં મલલીનાથ ભગવાનને જીવ એક રાજકુમાર હિતે. તેમની સાથે અન્ય પાંચ મિત્ર હતા. આ છે મિત્રો સાથે મળી ઉત્તમ આરાધના કરતાં હતા. છ મિત્ર સાથે મળી તપશ્ચર્યા કરતા હતા. ક્રમે કમે સમાનભાવે તેમાં આગળ વધતા હતા. અર્થાત્ જે કંઈ તપ કરતા. તે સર્વે મળીને કરતાં. તેમાં સવિશેષપણે રાજકુમાર જે તપ કરે તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ તપ સૌએ કરવું તે નિર્ણય કર્યો હતો અને આ કમ સુંદર રીતે ચાલતું હતું. એકવાર રાજકુમાર મુખ્ય મિત્રના મનમાં એવો વિચાર આવ્યું કે હું આ સર્વના તપ કરતાં આગળ વધુ! આગળ વધવું તે ખરાબ નથી પણ તેમાં માયા કરવી તે ખરાબ છે. બીજાને પાછળ રાખીને આગળ વધવું એ બેટું હતું તકર્ષ અને પરોપકર્ષ રૂપ માયા સાધનામાં બાધક બને છે. આગળ વધવાની વૃત્તિના જોરમાં રાજકુમારે સૌની સાથે નિર્ણય કર્યો કે હા, આજે આપણે એકાસન વ્રત કરીશું. સમય થતાં સૌ આહાર માટે તૈયાર થયા. ત્યારે રાજકુમારે કહ્યું કે મને આજે પેટમાં દર્દ થાય છે. માટે મારે ઉપવાસ છે. વળી બીજા કેઈ દિવસે બધાને એકાસણું કરાવી પછી તેમણે આયંબિલ કર્યું. અને તેમ તેઓ તપમાં આગળ વધ્યા પછી આ ક્રમ થઈ પડે. આથી તે કુમાર બાહ્ય તપમાં આગળ વધ્યા પણ અંતરમાં માયા હોવાથી પાછળ પડયા. કારણ કે એક તે માયા અને બીજી બાજુ વિશ્વાસઘાતનું પાપ થતું હતું. વળી તેમના આવા વ્યવહારથી પાંચે મિત્રો ખિન્ન થઈ ગયા. “માયા મિરાણિ નાઈ” માયા મિત્રતાને નાશ કરે છે. રાજકુમારે તપ તે ઘણું ઉત્તમ કર્યું. વિશસ્થાનકની આરાધના કરીને “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનાથી તીર્થકર નામકર્મ પણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને દેવગતિમાં ગયા અને ત્રીજા જન્મમાં કુંભરાજાની રાણની કુખે મલી કુમારી નામે રૂપવાન કન્યા તરીકે જન્મ પામ્યા અને મોક્ષ પ્રાપ્ત કર્યો. પણ માયાનું કર્મ તેનું ફળ આપી ગયું. સ્ત્રીરૂપે જન્મ લેવું પડે. ઈતિહાસમાં એક આશ્ચર્યકારી ઘટના આલેખાઈ. અર્થાત્ આવા ઉત્તમ આત્માઓને પણ માયાનું પરિણામ ભોગવવું પડે છે તો પછી આપણુ જેવા સામાન્ય માનવીની શી દશા થશે? માયા-કપટથી કેટલું નુકસાન થાય છે? કોઈ પણ કષાય લાભકારી છે જ નહિ તેનાથી નુકસાન જ થાય છે. કોધથી જેટલી હાનિ થાય છે તેનાથી અનેકગુણી હાનિ માનથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ થાય છે અને માનથી જેટલું નુકશાન થાય છે તેનાથી અનેકગણું નુકશાન માયાથી અને માયાથી અનેકગણું હાનિ લેભ કષાયથી થાય છે. આમ દરેક કષાય તેના ક્રમમાં ઉત્તરોતર હાનિકર્તા છે તેમા લાભથી તે સર્વનાશ છે. માયાવી સાથે કોઈ મિત્રતા રાખતું નથી. दम्भो मुक्तिलत्तावन्हि-र्दम्भो राहुः क्रियाविद्यौ । दौर्भाग्यकारण दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ॥ દંભ મુક્તિરૂપી લતાને બાળવાનું કામ કરે છે અને માયાનું સેવન કરવાવાળા મોક્ષથી હજારે ચેાજન દૂર રહે છે. દંભ દુર્ભાગ્યનું સૌથી મોટું કારણ છે. માયાનું સેવન કરવાવાળાના ભાગ્યમાં દુઃખ જ લખ્યું છે. આધ્યાત્મિક સુખને અનુભવ કરવામાં દંભ બાધક કારણ છે. आत्मोत्कर्षात्तत्तो दम्भी, परेषां चापवादतः । बध्नाति कठिनं कर्म, बाधकं योगजन्मनः ॥ કદાચ આત્માને ઉત્કર્ષ સાધે અને દંભનું સેવન કરે છે તે કઠિન કર્મ બાંધે છે. બગભગત દંભી કહેવાય છે, જેગી નહિ. સાધક કે તપરવી ગમે તેવી ઉગ્ર તપશ્ચર્યા કરે પણ જે દંભ રાખે કે માયા આચારે તે તેને કેઈ વિશ્વાસ કરશે નહિ. સંસારમાં ધનપ્રાપ્તિ સરળ છે પણ લેક વિશ્વાસ સંપાદન કરવું મુશ્કેલ છે. આધ્યાત્મિક સાધકના જીવનમાં થોડી પણ માન્યા નાવમાં છિદ્રની જેમ કામ કરે છે. અર્થાત તપને ડૂબાડી દે છે. પ્રથમ રાતિમાં કહ્યું છે કે, मायाशीलः पुरुषो यद्यपि न करोति किश्चिदपराधम् ।। सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ॥ સર્પ ઝેરી ન હોય તે પણ તેને કોઈ વિશ્વાસ કઈ કરતું નથી કારણ કે તે વિષયુકત છે કે નહિ તેની ખબર પડતી નથી. તેથી તે શાંત બેઠે હોય કે સૂતો હોય તો પણ તેને વિશ્વાસ કરી તેની પાસેથી જવાનું સાહસ કોઈ કરશે નહિ. તે પ્રકારે માયાવી કદાચ નિર્દોષ કે નિરપરાધી છે તો પણ માયાની વૃત્તિને કારણે તે અવિશ્વાસનીય છે. તેના પર વિશ્વાસ રાખીને કામ કરીને પણ તે છેતરી જાય તો? તે કયારે ફસાવે તે કહી શકાય નહિ. માયાવી માછીમાર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ જે હોય છે. જેમ માછીમાર જાળ પાથરીને માછલીને ફસાવે છે તેમાં માયાવી અન્યને ફસાવવા પ્રયત્નશીલ હોય છે. માયા સત્યવૃત્તિને નાશ કરે છે. માયાવીનું વચન અસત્ય હોય છે. છતાં તે મિઠાશથી બેલે છે જેમ કવીનાઈન કેપસ્યુલ મધુરતાના પડવાળી હોય છે, તેમ માયાવીની ભાષા હોય છે. માયાવી અસત્યને પણ સત્ય જેવું કરીને કહે છે. તેથી સાંભળનારને સાચું લાગે છે અને તેથી તેની વાતમાં તે વિશ્વાસ કરે છે. તેને અસત્યની શંકા પણ થવા દેતા નથી જેમ બગલાનું ધ્યાન માછલીને ફસાવવાનું છે તેમ માયાવીનું ધ્યાન સતત અન્યને ફસાવવાનું હોય છે. માયાનું ફળ અંજનાસતીને કેવા પ્રકારે મળ્યું ? શાસ્ત્રમાં પ્રસિધ્ધ સતીઓમાં અંજના સતીનું નામ અમર છે. અત્યંત સ્વરૂપવાન અંજનાનું લગ્ન શૂરવીર પવનંજ્ય રાજકુમાર સાથે થયું હતું. પરંતુ પૂર્વજન્મનું પાપ એવું ઉદયમાં આવ્યું કે લગ્નની રાત્રિથી પતિ-પત્ની વચ્ચેનું મિલન ૧૨ વર્ષ સુધી ન થયું પતિ પવનંજય અંજનાનું મુખ પણ જોવા માંગતા ન હતા શું કારણ હતું ? અંજના જેવી સતીને શું દેષ હતો? ૧૨ વર્ષ સુધી ઝેરના ઘૂંટડા ભરવા જેવી વિયાગની વિરહ વેદના સહી. સતીને શા માટે દુઃખ સહન કરવું પડયું? એક અવધિજ્ઞાની મહાત્માએ તેનું કારણ જણા– વતા તેના પૂર્વજન્મનું કથન કહી બતાવ્યું. હૈ અંજના ! તું પૂર્વ જન્મમાં તું એક શેઠની પત્ની હતી. તેને એક સપત્ની પણ હતી. તેમાં તું મેટી હતી. તેને ધર્મ પ્રત્યે લેશ પણ રૂચિ ન હતી. અને નાની ધમી હતી. વિનયશીલા હતી. નિત્યપૂજા ભકિત કરતી હતી તે સરળ ચિત્તવાળી હતી. તારામાં માયા કપટ વિશેષ હતા. તેથી તું નાની ઉપર ઘણી ઈષ્ય રાખતી હતી. તું તેની પાસે ઘરનું બધું કામ કરાવતી. વાસણ સાફ કરવા, ઘરસફાઈ કરવી આ સર્વ કામ તે વિનયથી કરતી હતી. છતાં તે પિતાને નિત્યક્રમ પૂજા ભકિત ચૂકતી ન હતી અને બપોર થઈ જાય તે પણ પોતાના. નિત્યક્રમ કર્યા વગર આહાર પાણી લેતી ન હતી. પિતાને ભકિતપૂજામાં અનુકૂળતા રહે તે માટે તેણે ઘરમાં પ્રતિમાજીની સ્થાપના કરી નાનું ગૃહમંદિર બનાવ્યું. તે તારા મનમાં ઘણું ખટકવા લાગ્યું. Page #22 -------------------------------------------------------------------------- ________________ ४७९ એકવાર તે ઈર્ષાના અંધકારમાં તે પ્રતિમાજીને ધૂળમાં દાટી દીધી. આથી નાની પની પ્રતિમાના દર્શન ન થવાથી કલ્પાંત કરવા લાગી. આહાર પાણીનો ત્યાગ કરીને તે પ્રતિમાજીને શોધવા લાગી. તેને માટે તે તે પ્રાણ સમા પ્રભુ હતા. તેને કલ્પાંત જોઈને કેવળ માચા-કપટથી શેઘવાને તે ઢોંગ કર્યો અને ધૂળના ઢગલામાંથી પ્રતિમાજીને બહાર કાઢી તે નાટક કરવા માંડયું કે અરે ! આવું કુકૃત્ય કેણે કર્યું? કેને ખબર કે આ કોણે કર્યું હશે ? છતાં ચાલે મેં તો પ્રતિમાજીને શોધી કાવ્યા અને નાનીને સુપ્રત કર્યા. નાની તો પ્રભુને પ્રાપ્ત કરીને ખૂબ રાજી થઈ પ્રતિમાજીને અભિષેક કરી પૂજા ભકિત કરી પછી આહાર પાણી ગ્રહણ કર્યા. હે અંજના ! આવા માયા કપટને કારણે તે ૧૨ કલાકનો સમય માટે ભાત અને ભગવાન વચ્ચે વિયેગ કરાવ્યો. તે કર્મ આજે તને ઉદયમાં આવ્યું છે. તેને કારણે તારી સાથે પતિના ૧૨ વર્ષથી વિયોગ થયો છે અને કલ્પાંત કરીને વિરહ વેદનાનું દુઃખ તું સહન કરી રહી છે. તારા પર આરોપ આવ્યું. તારે ઘરમાંથી બહાર નીકળવું પડયું. અને ઘણાં દુઃખ સહન કરવા પડયા. પાપ કરતી વખતે જીવને ભલે મીઠાશ લાગે પણ તે કર્મ ભગવતી વખતે ભારે સજા થાય છે. ૧૨ ઘડીના ૧૨ વર્ષ થયા. કર્મ સત્તાનું ગણિત કેવું વિચિત્ર છે! આ માયા કેવી રીતે ઉત્પન્ન થાય છે ! – માયાનું ઉદ્ભવ સ્થાન શું છે? તે કયારે અને કેમ ઉત્પન્ન થાય છે? તેનો જન્મ કેવી રીતે થાય છે? તેને ગંભીરતાથી વિચાર કરતા પ્રત્યુત્તર મળે છે કે માયાના મૂળમાં સ્વાર્થ સિદ્ધિ છે. સ્વાર્થ સાધવા માટે તથા અન્ય પાપને છુપાવવા માટે માયા કપટને આશ્રય લે પડે છે. મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ તેનાથી વાર્થ થશે. પછી સ્વાર્થને સાધવા માટે, તેની ચિંતામાં મનુષ્ય માચા-કપટને આશ્રય લેવા પ્રેરાય છે. પૂર્વજન્મના સંસ્કાર માયારૂપે જીવમાં રહેલા છે. તે નિમિત્ત મળતા પ્રગટ થાય છે અને જીવ માયા કપટની વૃત્તિમાં ફસાય છે. પછી સ્વાર્થ સિદ્ધ કરવા બીજા અનેક પ્રકારના અસત્યેનું સેવન કરે છે. તેથી શાસકારાએ કહ્યું કે “અસુકૃતસ્ય જ્ઞાની ? અસત્યની માતા માયા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ४८० માયા કપટ કરવાવાળાના જ્ઞાનચક્ષુ પર અંધકારનું વાદળ ઘેરાઈ વળે છે. કમળાના રેગીને જેમ સર્વ વસ્તુ પીળી દેખાય છે તેમ માયાવીને સર્વત્ર સ્વાર્થ દેખાય છે. તેને તેમાં જ રસાસંદ આવે છે. કપટ વૃત્તિના માનસિક આવરણને કારણે માયાવી પુનઃ પુનઃ માયાજાલ ભ્રમજાલની રચના કરે ળિયાની જેમ કરે છે જેથી તેમાં કેઈ ફસાઈ જાય. માયાવીની મનની ગતિ કુટિલ કે વક્ર હોય છે. વકતાને કારણે માયાવીની ચાલ પણ વક હેય છે. પછી તે તેની દષ્ટિ વૃત્તિ પણ કુટિલ બને છે. વકતા સરળતાને નાશ કરે છે. વક્રતાનું કાલિક વગીકરણ કાલ પ્રથમ તીર્થંકરનો સમય ૨૨ તીર્થકરોને સમય ૨૪મા તીર્થંકર બાજુ અને જડ જ પ્રાજ્ઞ અને રાજુજી ને સમય વક અને જડ છે શ્રી કલ્પસૂત્રમાં જેનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ તીર્થકર શ્રી ત્રાષભદેવ ત્રીજા આરાના અંતમાં થયા. તે કાળે જ સરળ હતા પણ બુદ્ધિમત્તા પ્રજ્ઞા મંદ હતી. (૨) અજીતનાથથી પાર્શ્વનાથ ભગવાન ચોથા આરાના બાવીસ તીર્થ – કરોના સમયના જીવો પ્રાજ્ઞ અને ઋજુ હતા. (૩) ભગવાન શ્રી મહાવીર ચરમ તીર્થકરના સમયના જીવ જડ અને વક છે. અર્થાત્ જીવનમાં જડતા અને વકતાની પ્રાધાન્યતા છે. ધર્મની પાત્રતા માટે “સરળતાની” આવશ્યકતા સંસારના વ્યવહારમાં પણ આપણે પાત્રતા જોઈએ છીએ. પિતા પોતાની સંપત્તિ સોપવા માટે પુત્રની પાત્રતા જુએ છે. સિંહણના દૂધ માટે સુવર્ણના પાત્રની જરૂર છે તે પ્રમાણે ધમની પાત્રતા શું રાખશે? કઈ વ્યકિત ધર્મની ધૂરાને ટકાવશે? શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે સરળ સ્વભાવી, જુતા ગુણવાળા જ ધર્મની પ્રાપ્તિને માટે ઉત્તમ Page #24 -------------------------------------------------------------------------- ________________ પાત્ર છે. સરળ જીવે ભલે થેડે અંશે ધર્મનું પાલન કરે તે પણ ધર્મને વિકાસ શક્ય છે અને સરળ આત્માને પિતાને પણ ધર્મને લાભ છે. પરંતુ જે માયાવી કે વક જ પાસે ધર્મની ધૂરા જાય તે છિદ્રવાલી નૌકા જેમ બે છે તેમ ધમી સ્વયં ડૂબે છે. અને બીજાને ડૂબાડે છે. વળી જેમ પથરાળ સૂકી જમીનમાં નાંખેલું બીજ બળી જાય છે, તેમ માયાવીના હાથમાં ગયેલે ધર્મ નિષ્ફળ જાય છે. તેના તપ, ત્યાગ, વૈરાગ્ય, ચારિત્ર સર્વ નિરર્થક થાય છે. રત્નાકર સૂરિજીએ કહ્યું છે કે “ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા” હે ભગવાન! આ વિશ્વને ઠગવા માટે વૈરાગ્યને રંગ ધારણ કર્યો. સાધુ બનીને મે સર્વને ઠગ્યા છે. સાધુપણ લીધું પણ મારી વંચકતા ગઈ નથી. આ પ્રકારે તેમણે પિતાની હદયવ્યથા વ્યકત કરી છે. સાધુપણું ગ્રહણ કર્યા પછી પણ કંઈ માયાવૃત્તિ છૂટી જાય તેવું નથી. સારે. પાક મેળવવા માટે જેમ ભૂમિ પણ ફળદ્રુપ જોઈએ તેમ સરળતાના. ગુણથી ભરેલે આત્મા જ ધર્મને પચાવી શકે છે. ઉપાસના કરી શકે છે કે આચરી શકે છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે સારા ઉન્નમુનસ સરળ આત્માની શુદ્ધી થાય છે. માયાથી આવરિત આત્મા પિતાના આત્માની શક્તિઓને, ગુણેને પ્રગટ કરી શકતા નથી. તેથી તે પદાર્થના યથાર્થ–સત્ય સ્વરૂપને જાણી શકતું નથી. અર્થાત્ માયાવી સત્યજ્ઞાનથી વંચિત રહીને અજ્ઞાનદશામાં કે મિથ્યાત્વમાં લપેટાયેલો રહે છે. સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાવરે પ્રાણી! મ કરીશ માયા લગાર” સત્યમાં સમકિત વસે છે માયામાં મિથ્યાત્વ છે. માટે હે જીવ! તું માયા ન કર. અસલ્ય રૂપી માતા માયાના ઘરમાં સમ્યકત્વ કેવી રીતે રહી શકે ? સૂર્યના ઘરમાં અંધકારને રહેવાનું અસંભવ છે તેમ માયાના ઘરમાં સમ્યકત્વને રહેવાનું અસંભવ છે. “માચવિશે શું તિ પણ છે. ' માયાવી મનુષ્ય અન્યને ગુલામ બને છે. માયાવી ભલે કદાચ આ જન્મમાં ફાવી જાય પરંતુ તેના ફળ તે આગળના જન્મમાં ભેગવે છે. જેની સાથે તેણે કપટ કર્યું છે તેના ગુલામ બનવું પડે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ छाघमानमपि प्रायः कुकर्म स्फुटंति स्वयम् " માયા-કપટથી ઠગવાવાળાને પેાતાનું કર્મ સ્વયં પ્રગટ થાય છે. જેમ જમીનમાંથી પાણી ફૂટી નીકળે છે તેમ પાપીનુ' ૫:૫, માયાવીની માયા એક દિવસ જરૂર ફૂટી નીકળે છે. જેમ પાપના ઘડા ભરાઈ જતા પાપ ફૂટી નીકળે છે તેમ પાપ પ્રગટ થાય છે. કદાચ માયા કાઈ ને ભલે જાવામાં આવે નહિ. પરંતુ માયાનું નાટક સમાપ્ત થતાં માયાને ઘડા ફૂટી જાય છે. ગેા કરવાવાળા લેાકેામાં પ્રસિદ્ધ થઈ જાય છે. રંગમંચ પર રામ કે રાવણને અભિનય કરનાર સાચા ૨ામ કે રાવણ નથી તે પ્રેક્ષક સારી રીતે જાણે છે કે આ તેા કેવળ વેશ બદલે છે. રૂપ પરાવર્તન છે. વાસ્તવિકતા તા કઈ બીજી જ છે, ચાર પ્રકારની માયાનું સ્વરૂપ પ્રત્યાખ્યાનીય સંવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય (૧) અનંતાનુ‘બધી માયા emoDFFOR E Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ આ ચિત્ર અનુસાર સામ્યતા ધરાવતા પ્રતિકના આધાર પર -માયાના ચાર પ્રકાર સમજાવવામાં આવશે. પ્રથમ ચિત્રમાં વાંસના વૃક્ષને દર્શાવ્યું છે. વાંસનું વૃક્ષ દેખાવમાં તો સીધું છે. પરંતુ તેના મૂળની જડ કેવી વાંકી ચૂકી છે? તે વૃક્ષના આયુષ્યકાળ સુધી તેવી જ રહેશે. તેનું સીધા હેવું અસંભવ છે. તે પ્રકારે જે જે જીવમાં અજન્મ પર્યતવકતા, માયાની પ્રકૃતિ રહે, તેનામાં કયારે પણ સરળતા ફરકે નહિ. તેને અનંતાનુબંધી માયા કહે છે. તે જીવનસાથી બની રહે છે. (૨) અપ્રત્યાખ્યાની માયા ઘેટાંના શિંગડા કેવા વાંકા વળેલા હોય છે? છતાં એને ઘણું ઉપાય વડે સીધા કરી શકાય છે. એક વર્ષ સીધા બાંધી લેવામાં આવે તે તે સીધા થઈ શકે છે. તેવી રીતે કેાઈ જીવને એક વર્ષ સુધી વકતા માયા રહે પણ પછી કંઈક સરળતા આવે છે તે અપ્રત્યાખ્યાનીય માયા કહેવાય છે. (૩) પ્રત્યાખ્યાની માયા ત્રિીજું ચિત્ર દર્શાવે છે બળદ પિશાબ કરતો કરતો ચાલે છે. તેની ચાલ અનુસાર પેશાબની ધાર માટી પર વાંકી ચૂકી થાય છે. તે છેડા સમયમાં ભૂંસાઈ જાય છે તેમ જે જીવની માયા કે વકતા ચાર માસ રહે છે પછી સ૨ળતા આવે છે તેને પ્રત્યાખ્યાની માયા કહે છે. (૪) સંજવલન માયા ચોથે પ્રકારની સંવલન માયાની તૂલના વાંસની લાકડી સાથે કરી છે. તેના પરની છાલ વાંકી ચૂકી હોય છે પણ તેને પકડીને ખેંચીને સીધી કરી શકાય છે. સંજવલન માયાની વકતા ઘણા અલ્પ સમય માટે રહે છે. અધિકથી અધિક પંદર દિવસ રહે છે. પછી માયાને ઉદય દૂર થઈ સરળતા આવે છે. તે સંજવલન માયાને પ્રકાર છે. સિદ્ધાચલ જૈન ધર્મનું મહાન તીર્થ “સિદ્ધાચલ છે તેની શબ્દ રચના ધ્યાનથી જુઓ. બે શબ્દોની રચના છે સિદ્ધાર્ચલ. ચલ શબ્દ ગતિ બતાવે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ४८४ કેવી ગતિ- અર્થાત્ ચાલવું, સીધા ચાલે. વાંકા ચૂકા, વક્ર ગતિ, કુટિલ ગતિથી ન ચાલે. બ્રિટિશ પ્રજામાં ઘણી કુટિલ નીતિ હતી. તે જ્યાં ગયા ત્યાં કપટથી રાજ્ય કર્યું. સીધા ચાલવા માટે આપણા માટે અનંતા. અરિહંતની સમવસરણ ભૂમિ તથા અનંતા સિદ્ધોની સાધકભૂમી એ સિદ્ધાચલ ગીરિરાજ એક મહાન આલંબન છે, પ્રતિક છે, લક્ષ્ય છે. જેમ સિદ્ધ બનવાવાળા સિદ્ધિના ધામે પહોંચ્યા, મુકત થયા, તે ગતિથી તે. ચાલ પ્રમાણે આપણે ચાલીએ તે મુકિતધામ પહોંચીશું. સિદ્ધોની ગતિ કેવી હતી તે માટે શ્રી ઉમાસ્વાતિ આચાર્યે કહ્યું છે કે, “તત્તરમૂર્ણ જીત્યા હોવાના સર્વ કર્મોનો ક્ષય થયા પછી આત્મા લેકાંતે પહોંચે છે. पूर्वप्रयोगाद् असंगत्वाद् बन्धविच्छेदात् तथागति परिणामाच्च तद्गतिः ॥ પૂર્વ પ્રાગ, અસંગ, બંધ વિરછેદ અને તથા ગતિ પરિણામ આ ચાર હેતુઓથી સર્વક મને ક્ષય થઈ જવાથી આત્માની ઉદર્વગતિ થાય છે. આ ઉદર્વગતિનું નામ છે. જજ સરલ સીધી ગતિ છે. આ સીધી સરલ ગતિથી ઉદેવગતિ દ્વારા આત્મા કોગ્રે પહોંચી શકે છે અને તે સિદ્ધાત્મા કહેવાય છે અને ત્યાં જ અનંત કાળ સુધી સ્થિર રહે છે. આપણું આખરી ચેય મોક્ષ પ્રાપ્તિ છે. આપણે ત્યાં જવા ઈચ્છીએ છીએ અને એ લયે જ આપણે ધર્મ સાધના કરીએ છીએ. સિદ્ધશીલ પર જવાની ગતિ તદન સરલ અને સીધી છે. એક સમયમાં સાત રાજકનું અંતર કાપીને આત્મા ત્યાં પહોંચીને સ્થિર થાય છે અને જે વાંકી ચૂકી ચાલે ચાલે છે તે ત્યાં જલદી પહોંચી શકતા નથી. સીધી સરલ ગતિવાળે ત્યાં પહોંચે છે. વાંકી ગતિવાળે સંસારની અન્ય ગતિમાં ભમે છે. જે આપણું દયેય મુકિતધામ પ્રત્યે જવાનું હોય તે ચાલ સરળ રાખવી જોઈએ. તેમાં કઈ વિકલ્પને સ્થાન નથી. માયાને શબ્દાર્થ “માયા” બે અક્ષરને શબ્દ શું કહે છે. તેમાં કંઈ રહસ્ય અવશ્ય છે, મા+ચા = માયા “મા” શબ્દ નિષેધ અર્થમાં છે. મા વદ-- બેલો નહિ. મા ભક્ષ–ખાઓ નહિ. “યા” ધાતુ છે. યાને અર્થ છે જવું, પહોંચવું, ગતિ કરવી. “માનહિ “પા” જાઓ, જાએ નહિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ માયા કુટિલ ચાલ છે. વક્રગતિ વૃત્તિ છે. તેવી વક્રતાવાળી માયા, કુટિલતા છે તે તરફ જાઓ નહિ માયાવી ગતિથી ચાલે નહિ. કેટલા ગંભીર શબ્દો છે. કેટલી ઉત્તમ વાત અને વિચાર આપે છે? તેમાં કેટલો મહત્વપૂર્ણ ઉપદેશ છે? શબ્દ તે માને છે પણ તેનું રહર મહાન છે. માયા કપટ કરવાવાળા જીવની સીધી ગતિ ન. હોવાથી સંસારની અન્ય ગતિમાં તિર્ય ચાદિમાં જન્મ લે છે. જે જીવને મેક્ષે જવું છે. તે તેણે સીધી ગતિમાં ચાલવું જોઈશે. તેવી ચાલ શીખવા માટે તેણે સિદ્ધાચલની યાત્રા દસ વીસ વાર કે સેવાર કરવી જોઈએ. સાથે સાથે વકતા–જડતા છોડવી જોઈએ. तदार्जवमहौषध्या जगदानन्दहेतुना । जयेज्जगद्दोहकरी मायां विषधरीमिव ॥ ઔષધ જેમ રોગ મટાડવાનું સાધન છે તેમ માયા નામને રોગ મટાડવાનું સાધન આર્જવ સરળતા છે. દસ પ્રકારના ધર્મમાં “આવ’ ધર્મનું લક્ષણ કહ્યું છે. ભદ્રિકતા અર્થાત્ નિષ્કપટ વૃત્તિને સ્વભાવ ઉચે ધર્મ છે. બાળક જેવી નિર્દોષતા રાખવી જોઈએ. બાળકને માયા, કપટ કરતા આવડતા નથી. તે સરલ અને નિષ્કપટ હોય છે. ઉંમર વધવાની સાથે કુટિલતા, કપટ માયાવીવૃત્તિ વૃદ્ધિ પામે છે. આ લેકમાં માયાને વિષધરી સપિણું કહી છે. જે જગતને દ્રોહ કરે છે. એવી માયાને ત્યાગ કરીને તેને સ્થાને સરળતા-આર્જવ વૃત્તિ ધારણ કરવી જોઈએ કે જે જગતના જીવો માટે આનંદરૂપ બને. આર્જવતાની મહાન ઔષધિ વડે માયાનો રોગ દૂર કરે. ભગવાન મહાવીરે કહ્યું છે કે માર્ચ વાવમળ', માયાને આવભાવથી જીતવી જોઈએ. તેના વિના કોઈ ઉપાય નથી.. કે કઈ વિકલ્પ નથી. જો તમે એમ ઈચ્છે કે મને કઈ છેતરી ન જાય અથવા હું કોઈથી છેતરાઉ નહિ. તો તેને ઉપાય એ છે કે તમે પ્રતિજ્ઞા લે કે હું આજથી કેઈને છેતરીશ નહિ અથવા કોઈને કોઈ પ્રકારની માયા કપટ. કરીને છેતરીશ નહિ. ત્યાર પછી તમને પણ કઈ ઠગશે નહિ. એક સરળ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સ્વભાવી જીવ પર લાખે ને વિશ્વાસ રાખે છે. એક માયાવી હજારે લોકે પર વિશ્વાસ રાખશે નહિ. જો તમે એમ માને છે કે હું હજારો લોકેને ઠગું પણ મને કંઈ ન ઠગે. એમ કદી બને નહિ. માયાવી ગમે તેટલે ચતુર હોય તે ભલે તે રોજ અન્યને ઠગતો હોય તે પણ એક દિવસ તેને કઈ ઠગી જશે. માયાવી પણ અન્યની માયાને ભેગ બને છે. માટે આજથી સરલ સ્વભાવ બનાવે તે શ્રેયસ્કર છે. અમે ધારો તે તમારે સ્વભાવ કેળવી શકે છે. બાળકને બાળપણથી માયા કપટ વૃત્તિથી પાછો વાળવાને પ્રયત્ન કરવામાં આવે છે તે અવશ્ય સુધરી શકે છે. સરળતા અન્ય હજાર ગુણને આકર્ષિત કરે છે. એ જ ધર્મ છે. તેનાં ધર્મની પાત્રતા છે. તે જ આમા માટે કલ્યાણકારક છે. માયા નિતાંત દુઃખદાયી છે. કર્મ બંધન કરવાવાળી છે. સ્વયં પાપથાનક છે. માયા હજાર પાપનું મૂળ છે. તેથી ત્યાજય છે. માયાને ત્યાગ ઘણા કપરો છે ક્રોધ કે માનને ત્યાગ કરવો સહેલે છે પણ માયાને ત્યાગ કર દેહિલે છે. સ્ત્રીઓ માયાવૃત્તિને ત્યાગ કરી શક્તી નથી તેવું પ્રાયઃ વિધાન છે. એકાંતે તેમ નથી. દીક્ષા લેવા છતાં પણ કઈવાર માયાને ત્યાગ થઈ શકતું નથી. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે નગ્ન રહેવું સહેલું છે. માસક્ષમ કરવું સહેલું છે. લેચ કરે બ્રહ્મચર્ય પાળવું સહેલું છે પણ માયા કે માયાવી વૃત્તિને સર્વથા ત્યાગ કરે મુશ્કેલ છે. મનથી માયાવી વૃત્તિને વિચાર ન કરે, વચનચિંગથી માયાયુક્ત ભાષા ન બેલવી, ઘણું મુશ્કેલ છે. નવમાં અનિવૃત્તિ આદર ગુણસ્થાનક પર પહોંચ્યા પછી માયા આત્યંતિક દૂર થાય છે. છતાં પુરુષાર્થ કરવાથી તેને પરિહાર શકય છે. આજે ભલે સર્વથા નાશ ન થાય પણ અંશે તેને ત્યાગ કરી જરૂરી છે. માયા કેવી રીતે દૂર કરવી ? ઘરમાં પડેલા ચોરને લાકડી મારીને દૂર કરી શકાય પણ માયાને દંડો મારીને કેવી રીતે દૂર કરવી? ઘરમાંથી અંધકારને દૂર કરવા લાકડી મારવી પડતી નથી પણ ઘરમાં નાને દીપક પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે તેમ આજથી પ્રતિજ્ઞા કરે કે અમે જીવનમાં કદાપિ માયા કપટ કરીશું નહિ. દરેકની સાથે સરળતાથી વ્યવહાર કરીશું. સ્વભાવમાં સરળતા રાખીશું. પેટમાં પાપ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ કે દંભ રાખ્યા વગર સરળતાથી વાતચીત કરીશું. કેઈપણ નિમિત્તમાં કે પ્રસંગમાં સત્યવાત પ્રગટ કરીશું. મનમાં કંઈ છૂપાવીને વાત કરીશું નહિ. સાદું જીવન ઉચ્ચ વિચારને આદેશ અપનાવીશું. સરળતા એ બહુ મોટો ગુણ છે. જીવનનું કિંમતી આભુષણ છે. જાણે સમજીને માયાકપટ કરવું નહિ. આ કંઈ સીધા સરળ માણસને જમાને નથી. લકે છેતરી જાય. માટે સરળતાની વાત ન કરતા. અરે ભાઈ! સરળતા રાખવામાં કંઈ નુકશાન નથી. લાભકારક છે. પુરૂષાર્થ સાધ્ય છે. પ્રયત્ન થી કુટેવ દૂર થાય છે. માટે સરળ સ્વભાવ બનાવો હિતાવહ છે. સંસારમાં અનંત જીવ માયા કપટને ત્યાગ કરીને સરળ અને આર્જવ ગુણવાળા બને, ઋજુસ્વભાવી બને તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે “નિષ્કષાયા ભવતુ છવા ” શ્રી પયુષણ મહાપર્વમાં પ્રતિજ્ઞા પૂજ્ય ગુરુદેવનું ઉત્સાહવર્ધક પ્રવચન સાંભળીને પર્યુષણ મહાપર્વમાં સેંકડે ભાવિક ભાઈ બહેનોએ નીચેની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી હતી. (1) આજીવન માંસાહારી હોટેલમાં જવું નહિ. (૨) સપ્તવ્યસન-શરાબ આદિનો ત્યાગ કરીશું. (૩) અનંતકાય-કંદમૂળ ને ત્યાગ (૪) માંસ, માછલી, ઈડા વગેરેની ચીજોને ત્યાગ. (૫) જિનમંદિરમાં દર્શન-પૂજા કરવી. પંડરા આર્યાની માયાવી વૃત્તિ - સંગરંગશાળા ગ્રંથમાં પાપસ્થાનક ના વિવેચન પ્રસંગે જિનચંદ્રસૂરિ મ. માયાવીવૃત્તિ ઉપર પંડરા સાવનું દષ્ટાંત મૂકતા જણાવે છે કેમેટા સારા સુખી સંપન્ન ધનવાન કુળમાં જન્મેલી એક યુવતિએ યૌવનવયમાં સંસારથી ઉદ્વિગ્ન બનીને પ્રત્રજ્યા લીધી. રૂ૫–સૌન્દર્ય અને લાવણ્યથી શોભતી પંડર સાદવી ચારિત્રને ઉત્તમ પ્રકારે પાલતી શ્રીમતુમાં ગરમી–પરસેવાથી ભારે કંટાળી જતી, ધૂળ વગેરેના કારણે પરસેવાની સાથે શરીર ઉપર મેલ જામી જતું. અને મેલ પરિવાહ થી અતિશય પરાભવ પામેલી તે સાધવી શરીર તથા વસ્ત્રોની શુદ્ધિ અને શોભામાં સમય વિતાવતી હતી. આવા પ્રસંગે મેટા વૃદ્ધ સાધવી. એ તથા ગુરણી વગેરે નિષેધ કરીને શ્રમણ જીવનની આચાર મર્યાદા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમજાવતા હતા. પરંતુ ઉદ્વિગ્ન મન ને તે બધી શિખામણ અપ્રિય લાગતી હતી. બીજી ખાજુ અતિશય મેલાદિ સહન ન થવાથી કષાય. ભાવમાં આવીને પડરા સાધ્વી ત્યાંથી નીકળીને ખીજા અન્ય ઉપાશ્રયમાં જતી રહી. દેહથી પણ સ્વાભાવિક રૂપવતી અને તેમાં પણ વસ્ત્ર—પાત્ર દેહાદિની શામા શુશ્રષ, વધારતી લેકમાં પડરા આર્યાં પેાતાની કાર્ય પ્રવૃત્તિથી પ્રસિદ્ધ થઈ ગઈ. પછી તે પૂજાવા ના મેાહમાં આવીને વિદ્યા-મંત્ર તત્રાદિના બળે નગર ના લેાકેાને આશ્ચય પમાડતી હતી, આ રીતે કાળ નિગમન થતા ગયેા. ઉંમર વધતી ગઇ. શરીરને પડેલા વ્યસનેા કરતા પણ મન ના વ્યસને વધુ ખતરનાક હોય છે. આ પ્રમાણે આયુષ્ય વીતતુ જાય છે અને સાધ્વીજી લેાકેાને આકષવા લેાકેષણાવૃત્તિથી મંત્ર ત’ત્રાર્દિ ના પ્રચાગેા કરીને લેાકેના ટોળે ટોળા ભેગા કરે છે, લેાકે સાધ્વીજીની પ્રશંસા કરે છે. સ્વ પ્રશંસામાં ખૂબ રાજી થતા અને લેાકેથી પૂજા— પ્રતિષ્ઠામાં મ્હાળતા સાવીજીએ વૃદ્ધાવસ્થામાં પગ મૂકયેા. લેાક પ્રશંસા તથા લેાકસંગ્રહ અને લેાકર'જનમાં આત્માને કંઈ જ પ્રાપ્ત નથી થતુ. એમાં કોઈ આત્મિક લાભ નથી, ઉપરથી આત્માને ગુમાવવાનુ છે. રાગાદિના પાષક ભાવમાં આત્મા કે ખાંધે છે, નગરજનાને નિરંતર ૫ડરા સાધ્વી પાસે આવતા જોઈને, અને તેમાં પણ સમય-કસમયના પણ લાકોને ખ્યાલ ન રહે અને ગમે ત્યારે ગમે તે, ગમે તેટલા લેાકા આવતા જ જાય છે. આ પરિસ્થિતિ સયમ જીવન માટે ઘણી જ વિપરીત જોઇને ગુરૂણી વડેરી સાધ્વીજીએએ અવસર જોઈને ફરીથી ટકેાર કરી કે....હજી પણ તમે આ પાપનુ પ્રાયશ્ચિત્ત કરે, અને વિશુદ્ધ વૈરાગ્યથી ઉત્તમ ચારિત્ર પાળે. પંડરા સાધ્વીને વૃદ્ધાવસ્થામાં પગરણ મૂકતા પેાતાના આયુષ્યનું ભાન થયુ અને તેમને પ્રાયશ્ચિત્ત કરીને પુન: વિશુદ્ધ વૈરાગ્યભાવથી ઉત્તમ ચારિત્ર પાળવાને ભાવ પ્રગટ કર્યો. જ્ઞાનીગીતા ગુરૂ પાસે પ્રાયશ્ચિત લીધુ અને તપાદિ કરતા જાય છે. પરંતુ આવતા લાકોને અટકાવી નથી શકતી. એટલે ગુરૂણી સાધ્વીજીએ કહ્યું કે.... તા ચૈાગ્ય ન કહેવાય, પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ જો પાપની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહેતી હાય તા પ્રાયશ્ચિત્તનું પ્રત્યેાજન શું રહે? માટે હવે તમે સ્થિર થઈ ને આત્મ કલ્યાણનું લક્ષ્ય રાખેા. પંડરાજીએ કહ્યુ..... Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ ભલે સારૂ હવે લેાકાને ના પાડી દઈશ, અને આ પ્રમાણે બીજી વાર નહીં થવા દઉં'. પરંતુ મનમાં પડેલી લાર્કષા ન રાકી શકવાથી ગુરૂણીને આપેલા વચન પ્રમાણે વર્તન કરી નથી શકતી. કથની અને કરણીમાં, વચન અને વર્તનમાં વિપરીતતા માયા લાવે છે. ત્રણ-ચાર વાર ગુરૂણીજી તરફથી નિવારવા છતાં હા....હા કરવા છતાં પણ પાતે લેાકેાન આકર્ષવાનું, ટોળાવળીને બેસવાનું, હા...હા હા...હા...કરવાનુ ચાલુ જ રહ્યું. અવસર જોઇને શિષ્યાનું કલ્યાણુ બુદ્ધિથી ફરીથી ગુરૂણીજીએ ટકાર કરી ત્યારે...માયાવી સ્વભાવથી પડારા આર્યાએ તુરંત કહ્યું કે...હુ' કઈ જ નથી કરતી, હું લોકોને હવે આકર્ષતી નથી, ખેલાવતી નથી. હવે હું. મંત્ર-તંત્રાદિ કાઈ પ્રયેગ નથી કરતી આ તે લેાકેા નથી સમજતા....એમાં હું શું કરૂ ? આ રીતે માયાવી વૃત્તિથી કરતી હાવા છતાં વિપરીત ઉત્તર આપીને ગુરૂણીને વારંવાર પાછા વાળતી હતી . માયાની “મું, મૈં ગામ વાહ મેં ” જેવી રમત રમે છે. એ બેલે અને કરે જુદું, હાય શુ અને કહે શુ? પંડારા આર્યાં ચારિત્ર હારી જાય છે, આમાનું હિત ખાઇ બેસે છે. ભલે ચારિત્રના પ્રભાવે સૌધ કલ્પ દેવલેાકમાં ગઈ પરંતુ ત્યાં પણ માયાવૃત્તિના કારણે સ્ત્રીપણાને પામી, દેવી થઈ. ગતિ સારી પણ જાતિ સ્ત્રીની જ્યા માયા પણ સુલભ છે. માયાનું અશુભ પરિણામ માયાને અઢાર પાપસ્થાનમાં પાપ તરીકે ગણવામાં આવ્યું છે. અને કમ ગ્રંથમાં માહનીય કર્માંની ૨૮ પ્રકૃતિએમાં કષાય માહીયમાં માયાના કમ તરીકે પણ ગણતરી છે, પાપ અને કમ અને કક્ષામાં રહેલ માયાના પાપથી કમ નુ બંધ અને કમ બંધથી ઉદયાવસરે પુનઃ પાપ પુનઃ, કમ' પુનઃ પાપ, આ રીતે એક પ્રકારના વિચક્ર ચાલે છે. મહાવિદેહ ક્ષેત્રના પશ્ચિમ વિદેહના એ વ્યાપારી મિત્રોમાંથી એક માયા કપટથી અને બીજો સહુજ સરળતાના સ્વભાવથી જીવતા હતા. અને મૃત્યુ પામીને ભરતક્ષેત્રમાં જન્મ્યા. સરળ સ્વભાવી યુગલિક થયે। અને માચારો ચાન્ચય ' ના નિયમ પ્રમાણે બીજો માયાવી વૃત્તિના કારણે હાથી તરીકે તિહુઁચ ગતિમાં પશુ રૂપે જન્મ્યા. પરસ્પર એક બીજાને મળતા હાથીને માયા આચરવાની વૃત્તિ થઈ અને ચુગલીયાને માથે Page #33 -------------------------------------------------------------------------- ________________ બેસાડીને ફેરવવા માંડયેા. હાર્થીની ચાલ સમજીને ગયા. આ માયાના નારકમાં માનવ જેવા માનવને પશુ અનવું પડે છે. કેટલું અધ: પતન કહેવાય ? હકીકતમાં માયા ઉદ્વેગને કરાવનારી છે. ધર્મશાસ્રોએ માયાની ખૂખ નિદા કરી છે. માયા પાપને જન્મ આપનારી માતા અને ધા ક્ષય કરનારી વૈરિણિ છે. ગુણ્ણાના ઘ!ત કરનારી છે. દોષાને વધારનારી છે. મિત્રતાના નાશ કરે છે. માયાવીના કેઇના વિશ્વાસ પ્રાપ્ત નથી કરી શકતા વિશ્વાસ ઘાતક છે. માટે વિશ્વસનીય નથી. માયા વિવેક બુદ્ધિના ઘાત કરનારી છે. અવિવેકી છે. સ્વાર્થી છે. સ્વા માં અધ મનીને પેાતાનું સાધવા પાછળ ખીજાનું અહિત કરવામાં યા પણ નથી લાવતી. જ્ઞાન ભણીએ, દશન પામીએ, ચારિત્ર આચરીએ, તપ તપીએ બધુ જ ચિરકાળ સુધી કરીએ પરંતુ માયાથી દૂર ન રહી શકીએ તે બધું નિષ્ફળ જાય છે. માયા તજવાથી જ સરળતાના ગુણ્ પ્રગટ થાય છે. આ સહુજ સરળતા આત્મ ગુણ છે. આત્માને લાભકારી હિતકારી છે. સરળ સ્વાભાવી પ્રશંસનીય તથા વિશ્વસનીય છે. પ્રથમ મીઠાશ અને પછી ખટાશવાળી એવી માયા પેાતાનું રૂપ સ્વપ પેાતાના સ્વભાવ પ્રમાણે દેખાડે છે. તે પ્રથમ મધુર મીઠા લાગે છે અને પાછળથી કડવા ઝેર જેવા દેખાય છે. અધ્યાત્મ માગ તરફ આગળ વધતા આત્માથી જીવને આ માયાના દોષથી બચવુ જોઇએ સ્વ. આત્માનું રક્ષણ કરવુ' જોઈએ. પારકાથી પેાતાનું રક્ષણ કરવું સહેલુ હાય છે. પર ંતુ પેાતામાં જ પડેલા પેાતાના દોષા અનુદુગુ ણાથી પોતાના આત્માનું રક્ષણ કરવું બહુ જ કપરૂ' છે. છતાં પણ અસાધ્ય નથી સાધ્ય છે. એ સ્વરૂપની સાધના કરીને આ સાધ્ય પ્રાપ્ત કરીને દેખાડવું એજ સાધકની સાચી સાધના છે. Li યુગલીએ ચાલ્યે તિય ચની ગતિમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ વાં શ્રી ધર્મ નાથસ્વામિને નમ : - પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા ૨-ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દશનાચાર્ય –મુંબઈ) આદિ મુનિ મંડળના વિ. સં. 2045 ના જનનગરથી સંઘમાં ચાતુમાસ દરમ્યાન શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર , ગ 27 ધિપ આથાયમૂ. જૈન સંઘ-અમદાવાદ પ્રેમસૂરીશ્વરજી મ. સા. -તરફથી યોજાયેલ 16 રવિવારીયક ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના છુ “પા.પ6[ી. અજા. ભા.૨ 7 -- વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત અગિયારમી પુસ્તિકા શ્રી ધર્મનાથ 5. હે. જૈનનગર શ્ય. મ. જૈન સંઘ તરફથી જૈનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. Jain E Telibrary.org