________________
४६७
આકાંક્ષામાં શાંત હોય છે. જો તે હલે ચાલે તે પાણી હાલે અને પાણીના હલન ચલનથી માછલી ભાગી જાય. તે કંઈ આત્મામાં કે પરમાત્મામાં લીન છે તેવું નથી તે આપણે જાણીએ છીએ. સામાન્ય સાધુજને પણ આવી શાંત અને સ્થિરતા રાખી ન શકે તેવી સ્થિરતા બગલે કેવળ માછલીને પકડવા માટે રાખે છે. તે કેવળ દેખાવ છે, -દંભ છે, સ્વાર્થમૂલક છે.
બગલાની સ્થિરતા જોઈ આપણને માન ઉપજે, પણ તે તો એક નાટક છે અથવા તે પશુગત ચેષ્ટા છે. ભૌતિક વસ્તુ પાછળનું આર્તા. ધ્યાન છે. મનુષ્ય પણ પગવત આવી ચેષ્ટા કરી માયાવી બને છે તેથી તેવાં મનુષ્યને બગભગત કહેવામાં આવે છે. શાસ્ત્રકાર માયાને બિલાડીની ઉપમા પણ આપે છે. બિલાડી ઉંદરને પકડવાના સ્થાનેએ છૂપાઈને બેસે છે. તે ચાલે કદે તે પણ એવી કાળજીથી હલન ચલન કરે પણ કંઈજ સંચાર ન થાય તેનું ધ્યાન રાખે છે. આવી માયાવી વૃત્તિ સ્ત્રી પુરુષોમાં જોવામાં આવે છે. -
દૃષ્ટાંત-પત્નીનું માયાવી સ્વરૂપ ચંપાનગરીના ધનસંપન્ન જિનદાસ શેઠ પોતાની પત્ની સાથે સુખી જીવન ગાળતા હતા. શેઠને સંતાનનો અભાવ છતાં સંતોષ માની ધર્મધ્યાનમાં મન પરોવ્યું હતું. પરંતુ પત્નીની પુત્રપ્રાપ્તિની વાસના તીવ્ર હતી. આથી તે પતિથી અસંતુષ્ટ થઈ અન્ય પુરુષ સાથે સંપર્કમાં આવી તેને પિતાને પતિ માની તેની સાથે ભેગ ભોગવવા લાગી. અને તેને પિતાને ઘરે એકાંતમાં બેલાવવા લાગી. સંસારમાં પાપ કરવા માટે એકાંત અને અંધારૂ જરૂરી હોય છે. ત્યાં કામી માનવ પિતાની પાપ લીલા આચરે છે. જો કે એગી સાધક પણ એકાંત અને અંધારુ
છે છે પણ તે તેવા નિમિત્તોમાં સાધના કરે છે. તે એકાંત અને અંધારામાં ધ્યાન જપ વગેરેની આરાધના કરે છે. યેગી માટે એકાંત આશીર્વાદ રૂપ છે. જ્યારે ભેગી માટે એકાંત શ્રાપ રૂપ છે.
એક દિવસ એવું બન્યું કે પર્વને દિવસ હોવાથી પતિ અંધારામાં ઘરના એક શાંત સ્થાનમાં ધ્યાન તથા જપમાં સ્થિર થયો. થોડીવાર પછી પત્ની પિતાના પ્રેમીને લઈને છૂપી રીતે એક ખાટલે લાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org