SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ ક્રોધ-લાલ મરચા જે તી હોય છે. મરચું ખાતા જેમ જીભ મળે છે. તે પ્રકારે કોધ થતાં પોતે જેના પર કોધ થાય છે તે બંનેને મનમાં આગની જેમ બળતરા થાય છે. ક્રોધી માણસનું શરીર રક્ત વગેરે બળવા માંડે છે. ક્રોધના આગમનની ખબર પડે છે. માન, કષાયને સ્વાદ ખાટો પણ પ્રિય લાગે તે છે. જેમ અમુક ખાદ્ય પદાર્થોમાં ખટાશથી સ્વાદ આવે છે. તે પ્રમાણે જીવનમાં માન પણ તેનો ભાગ ભજવે છે અને તેનાં જીવને સારું લાગે છે. દાળ શાક વગેરેમાં જેમ ખટાશથી રાક સ્વાદીષ્ટ બને છે તેમ જીવનમાં પણ તેનું સેવન પ્રિય લાગે છે. માયા–જીવને માયામાં મધુરતા લાગે છે. મિઠાઈ લગભગ સર્વને પ્રિય હોય છે. તેમ માયા પણ પ્રિય લાગે છે. મિઠાઈ ખાતી વખતે જેમ મધુર સ્વાદ આવે છે તેમ માયાના પ્રસંગે જીવને મીઠાશને અનુભવ થાય છે. ઈષ્ટનું સંવેદન થાય છે. ફેર એટલે જ છે કે ખાટા, મીઠા વગેરે રસને અનુભવ જહેન્દ્રિયથી થાય છે. જ્યારે કોધ, માન, માયા, લેભાદિ કષાયેનો રસાસ્વાદ એટલે કે અનુભવ મનથી થાય છે. મન એ ઈન્દ્રિય નથી પણ અતીન્દ્રિય છે. લેભ-મીઠાની જેમ ખારા સ્વાદવાળો છે. જેમ મીઠા વગરના પદાર્થો ફીકા લાગે છે. દરેક પદાર્થોમાં મીઠું જોઈએ છે. તેથી તેને સબરસ કહેવામાં આવે છે. રોટલી-દાળ-ભાત વગેરે બધા જ પદાર્થોમાં મીઠું જોઈએ જ છે. તેમ જીવનનાં દરેક ક્ષેત્રમાં તેમનું સ્થાન છે. લભ વ્યાપક કષાય છે. સર્વકાળ બીજા કષા પ્રસંગાધીનપણે વતે છે, જ્યારે લોભનું સામ્રાજ્ય સર્વત્ર જોવા મળે છે. આ પ્રકારે ચારે કષાયોના અલગ અલગ સ્વાદ હોય છે. ખાટા મીઠા સ્વાદને અનુભવ જીભ દ્વારા થાય છે. આ કષાચાને રસસ્વાદ મન દ્વારા થાય છે. મન અતીન્દ્રિય છે. ષાનું સેવન કરનારને તેનો અનુભવ થાય છે. સ્વાદિષ્ટ રસોઈ પેટ ભરીને આરોગીએ છીએ. તેમ ૨સાસ્વાદવાળા આ કષા આપણે જીવનભર સેવીએ છીએ. અવસર મળે તેને પૂરે લાભ લઈએ છીએ જે વાસ્તવમાં અહિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001496
Book TitlePapni Saja Bhare Part 11
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy