________________
૪૬૨
પ્રગટ થતું હોવાથી લોકે તેને કષાય માને છે પણ માન-માયા-લોભને કષાય તરીકે જાણતા કે માનતા નથી. આથી ક્રોધ જ કેવળ કષાય છે તેવી એક માન્યતા રૂઢ થઈ છે. માયા અને લેભ સતત લાગેલા. હોવા છતાં લોકો તેને કષાય ગણતા નથી. માયા અને લાભ પણ અવશ્ય કષાય છે. તેનાથી પણ સંસાર વૃદ્ધિ પામે છે. યદ્યપિ ક્રોધ કરતાં માયા અને લેભ વધુ હાનિકારક છે. જેમ પાંચે ઈંદ્રિયના વિષયે. ભિન્ન છે તેમ ચારે કષાયોના વિષયે ભિન્ન છે. તેનું કાર્યક્ષેત્ર રીત, ભાત અને પોતે સર્વ ભિન્ન ભિન્ન છે.
ક્રોધી માણસ ક્રોધાગ્નિથી લાલચેળ થઈને તુચ્છ શબ્દો બોલે છે. ક્રોધ આગ જે મનાય છે. વાણું પણ અભદ્રતા પામે છે. વાતાવરણને ગરમ કરે છે. ક્રોધી માણસને બેસવાનું પણ ભાન રહેતું નથી. તે સાપની જેમ ફૂંફાડા મારે છે. માન, પદ, પ્રતિષ્ઠા, સત્તા શેભાને
માયા-સ્વાર્થ સાધક છે, કૂટનીતિ છે. ઉંદરની જેમ ફૂંક મારીને કરડે છે. લોભ, લાભ મેળવવાની સતત્ ઝંખના સેવે છે.
કામીનું મન કામમાં, સોનીનું મન સેનામાં, જુગારોનું મન જુગારમાં, ભીનું મન લેભમાં રમ્યા જ કરે છે. આ કષાયભાવની વિવશતા છે. આ સર્વ પ્રકાર આત્મઘાતક છે. કર્મબંધનું કારણ છે. મહા શત્રુ છે.
ક્રોધ સર્ષની જેમ ડંખ મારીને કાપે છે. માયા-લે ઉંદરની જેમ ફૂંક મારીને કરડે છે. કૂકને સ્પર્શ મધુર લાગે છે. ક્રોધ તીવ્ર વિષ છે. બે મિનિટમાં તેને ઉભરે શમી જાય છે. માયા-લોભ ધીમું ઝેર છે. તેની અસર ધીમે ધીમે થાય છે. પણ કષાય માત્ર-ઝેર–વિષ છે–ઘાતક છે. ચાર કષાયના સ્વાદનું સ્વરૂપ
પ્રત્યેક ખાદ્ય પદાર્થને સ્વાદ હોય છે. તેમ ચારે કષાયને પણ સ્વાદ હોય છે. તેનો અનુભવ કે હેય છે? ષડરસની જેમ તેને રસાસ્વાદ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org