________________
૪૭૧
થોડું ધન કે જ્ઞાન વધુ હોય, આયુષ્ય કે નિરોગીતા વિશેષ હોય તે. તેવા કારણથી વ્યક્તિ અન્યની સામે માનઅહંકાર કરી શકે છે. આ પ્રકારે અરે કષાયમાં જગતના જીવોની સંખ્યા જોતાં ક્રોધ કરનારની સંખ્યા સેંકડોની મળશે. લેભ કરવાવાળા પણ તેટલા મળશે. પરંતુ માન કરનારની સંખ્યા ૫૦ થી ૬૦ ટકા મળશે અને માયાની તે. તેનાથી પણ ઓછી ટકાવારી મળશે. કારણ કે ક્રોધ અને લોભની જેમ માન-માયા કરવા સરળ નથી. માનમાં જેમ અધર્યાદિ જોઈએ છે તેમ માયા કરવામાં બુદ્ધિ, હોશિયારી, વાકચાતુર્ય વગેરે જોઈએ છે. તે સર્વમાં હોતા નથી. તેથી કોઈવાર માયા કરવામાં પોતે જ ફસાઈ જાય છે, પકડાઈ જાય છે.
પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓમાં માયા અધિક હોય છે –
આ વિધાન એકાંતે સત્ય નથી. પુરુષ માત્રને માયા-કપટ કરતા આવડતા નથી તેમ કહેવાનું તાત્પર્ય નથી. કેટલાક પુરુષો માયા-કપટ કરવામાં ઘણા કુશળ હોય છે. છતાં અધિકતર જોઈએ તે પુરુષોમાં ક્રોધ અને માનની પ્રકૃતિ વિશેષ હોય છે. અને સ્ત્રીઓમાં માયા તથા લેભની પ્રકૃતિ વિશેષ હોય છે, જે કે શાસ્ત્રકારે તો લખે છે કે સમસ્ત વિશ્વ ચારે કષાયથી ગ્રસાયેલું છે. તેમાં પશુ, પંખી આદિ તિયચ દેવ મનુષ્ય સર્વને સમાવેશ થાય છે. ચારે ગતિના પાંચે જાતિના નાના મોટા સર્વ માં આ ચારે કષાયે રહેલા છે. સંસારના સર્વ જી. કર્મના ઉદયવાળા છે. મેહનીય કર્મનું જોર અધિક છે અને આ કષાયે તેની સંતતિ છે. તેથી સંસારી જીવમાં કોધાદિ ચારે કર્મોનો ઉદય વતે છે. છતાં ચારે કષામાં કાંધાની માત્રા અધિકાર જોવામાં આવે છે. અન્ય ત્રણ કક્ષાની માત્રા કંઈક મંદપણે જોવા મળે છે. અથવા તેનું સ્વરૂપ કાંઈક છુપાયેલું જોવા મળે છે. ક્રોધ વ્યક્ત રૂપે થતું હોવાથી જણાય છે અને માયા, લોભ વિગેરે ભૂગર્ભમાં ચાલતાં હોવાથી જલદીથી. જણાતાં નથી.
ક્રોધાદિ પ્રકૃતિના ઉદયને કારણે કઈ ક્રોધી માની, માયાવી કે લોભી કહેવાય છે. ક્રોધીમાં કંધની વિશેષતા હોય તે સંભવ છે કે બીજા કષાય ઓછા હેય. છતાં આ ચારે અન્ય અનુગામી છે. જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org