________________
૪૭૭
થાય છે અને માનથી જેટલું નુકશાન થાય છે તેનાથી અનેકગણું નુકશાન માયાથી અને માયાથી અનેકગણું હાનિ લેભ કષાયથી થાય છે. આમ દરેક કષાય તેના ક્રમમાં ઉત્તરોતર હાનિકર્તા છે તેમા લાભથી તે સર્વનાશ છે. માયાવી સાથે કોઈ મિત્રતા રાખતું નથી.
दम्भो मुक्तिलत्तावन्हि-र्दम्भो राहुः क्रियाविद्यौ । दौर्भाग्यकारण दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ॥ દંભ મુક્તિરૂપી લતાને બાળવાનું કામ કરે છે અને માયાનું સેવન કરવાવાળા મોક્ષથી હજારે ચેાજન દૂર રહે છે. દંભ દુર્ભાગ્યનું સૌથી મોટું કારણ છે. માયાનું સેવન કરવાવાળાના ભાગ્યમાં દુઃખ જ લખ્યું છે. આધ્યાત્મિક સુખને અનુભવ કરવામાં દંભ બાધક કારણ છે.
आत्मोत्कर्षात्तत्तो दम्भी, परेषां चापवादतः । बध्नाति कठिनं कर्म, बाधकं योगजन्मनः ॥
કદાચ આત્માને ઉત્કર્ષ સાધે અને દંભનું સેવન કરે છે તે કઠિન કર્મ બાંધે છે. બગભગત દંભી કહેવાય છે, જેગી નહિ. સાધક કે તપરવી ગમે તેવી ઉગ્ર તપશ્ચર્યા કરે પણ જે દંભ રાખે કે માયા આચારે તે તેને કેઈ વિશ્વાસ કરશે નહિ. સંસારમાં ધનપ્રાપ્તિ સરળ છે પણ લેક વિશ્વાસ સંપાદન કરવું મુશ્કેલ છે. આધ્યાત્મિક સાધકના જીવનમાં થોડી પણ માન્યા નાવમાં છિદ્રની જેમ કામ કરે છે. અર્થાત તપને ડૂબાડી દે છે. પ્રથમ રાતિમાં કહ્યું છે કે,
मायाशीलः पुरुषो यद्यपि न करोति किश्चिदपराधम् ।। सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ॥
સર્પ ઝેરી ન હોય તે પણ તેને કોઈ વિશ્વાસ કઈ કરતું નથી કારણ કે તે વિષયુકત છે કે નહિ તેની ખબર પડતી નથી. તેથી તે શાંત બેઠે હોય કે સૂતો હોય તો પણ તેને વિશ્વાસ કરી તેની પાસેથી જવાનું સાહસ કોઈ કરશે નહિ. તે પ્રકારે માયાવી કદાચ નિર્દોષ કે નિરપરાધી છે તો પણ માયાની વૃત્તિને કારણે તે અવિશ્વાસનીય છે. તેના પર વિશ્વાસ રાખીને કામ કરીને પણ તે છેતરી જાય તો? તે કયારે ફસાવે તે કહી શકાય નહિ. માયાવી માછીમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org