________________
४७९
એકવાર તે ઈર્ષાના અંધકારમાં તે પ્રતિમાજીને ધૂળમાં દાટી દીધી. આથી નાની પની પ્રતિમાના દર્શન ન થવાથી કલ્પાંત કરવા લાગી. આહાર પાણીનો ત્યાગ કરીને તે પ્રતિમાજીને શોધવા લાગી. તેને માટે તે તે પ્રાણ સમા પ્રભુ હતા. તેને કલ્પાંત જોઈને કેવળ માચા-કપટથી શેઘવાને તે ઢોંગ કર્યો અને ધૂળના ઢગલામાંથી પ્રતિમાજીને બહાર કાઢી તે નાટક કરવા માંડયું કે અરે ! આવું કુકૃત્ય કેણે કર્યું? કેને ખબર કે આ કોણે કર્યું હશે ? છતાં ચાલે મેં તો પ્રતિમાજીને શોધી કાવ્યા અને નાનીને સુપ્રત કર્યા. નાની તો પ્રભુને પ્રાપ્ત કરીને ખૂબ રાજી થઈ પ્રતિમાજીને અભિષેક કરી પૂજા ભકિત કરી પછી આહાર પાણી ગ્રહણ કર્યા.
હે અંજના ! આવા માયા કપટને કારણે તે ૧૨ કલાકનો સમય માટે ભાત અને ભગવાન વચ્ચે વિયેગ કરાવ્યો. તે કર્મ આજે તને ઉદયમાં આવ્યું છે. તેને કારણે તારી સાથે પતિના ૧૨ વર્ષથી વિયોગ થયો છે અને કલ્પાંત કરીને વિરહ વેદનાનું દુઃખ તું સહન કરી રહી છે. તારા પર આરોપ આવ્યું. તારે ઘરમાંથી બહાર નીકળવું પડયું. અને ઘણાં દુઃખ સહન કરવા પડયા. પાપ કરતી વખતે જીવને ભલે મીઠાશ લાગે પણ તે કર્મ ભગવતી વખતે ભારે સજા થાય છે. ૧૨ ઘડીના ૧૨ વર્ષ થયા. કર્મ સત્તાનું ગણિત કેવું વિચિત્ર છે!
આ માયા કેવી રીતે ઉત્પન્ન થાય છે ! –
માયાનું ઉદ્ભવ સ્થાન શું છે? તે કયારે અને કેમ ઉત્પન્ન થાય છે? તેનો જન્મ કેવી રીતે થાય છે? તેને ગંભીરતાથી વિચાર કરતા પ્રત્યુત્તર મળે છે કે માયાના મૂળમાં સ્વાર્થ સિદ્ધિ છે. સ્વાર્થ સાધવા માટે તથા અન્ય પાપને છુપાવવા માટે માયા કપટને આશ્રય લે પડે છે. મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ તેનાથી વાર્થ થશે. પછી સ્વાર્થને સાધવા માટે, તેની ચિંતામાં મનુષ્ય માચા-કપટને આશ્રય લેવા પ્રેરાય છે. પૂર્વજન્મના સંસ્કાર માયારૂપે જીવમાં રહેલા છે. તે નિમિત્ત મળતા પ્રગટ થાય છે અને જીવ માયા કપટની વૃત્તિમાં ફસાય છે. પછી સ્વાર્થ સિદ્ધ કરવા બીજા અનેક પ્રકારના અસત્યેનું સેવન કરે છે. તેથી શાસકારાએ કહ્યું કે “અસુકૃતસ્ય જ્ઞાની ? અસત્યની માતા માયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org