________________
માયાનું લક્ષણ
શ્રી વિનયવિજયજી મહારાજ માયાની સઝાયમાં કહે છે. मुख मीठो जूठो मनेजी, कूट कपट नो रे कोट । जीभे तो जी जी करे जी, चित्त मा ताके चोट...॥
જે કાળ ! મ ારા માથા પર... જેની વાણી તે મધુર લાગે છે પણ મનમાં તો કેવળ અસત્ય ભર્યું છે પણ વાણી સુગર કેટેડ હોય છે. બેલવામાં તે ઘણી મિઠાશ રાખે પણ મનમાં ડંખ રાખે છે કયારે તક મળે અને તેને છેતરી લઉં અર્થાત્ હાથીના દાંતની જેમ બેસવા અને કરવામાં ભિન્નતા હોય છે. કહેવું એક કરવું બીજુ. બેલવામાં વિચારમાં વર્તનમાં ભેદ જ ભેદ હોય છે તે માયાનું સ્વરૂપ છે. માયાવીના જીવનમાં એકરૂપતા નથી. એક વાક્યતા નથી. પેસે કયાં અને નીકળે કયાં? તે ખબર પડતી નથી સત્યને ગૌણ કરી અસત્ય એવું બોલે કે જાણે તે સત્ય હાય ! અસત્ય પર સત્યને ઓપ ચઢાવે છે. કડવી દવાને સાકરનું પડ લગાવે એટલે બાળક ખુશી થઈને ખાઈ જાય. તે પ્રમાણે અસત્ય ઉપર સત્યની મિઠાશ લગાવી દે જેથી સાંભળનાર અસત્યને જ સત્ય માને, આવી બે પ્રકારની નીતિ પર ચાલવાવાળે માયાવી છે. દેખાવ એક પ્રકારને અને પ્રવૃત્તિ બીજા પ્રકારની હોય છે. દૃષ્ટાંત તરીકે દામ્પત્ય જીવનમાં એક પત્નીનું માયાવી સ્વરૂપ.
વર્ણપુર નગરના શ્રેષ્ઠિપુત્ર પુણ્યસારનું લગ્ન પાડોશી ગામની વણિક કન્યાની સાથે થયું હતું. પરંતુ એ કન્યા કેઈ અન્ય પુરૂષમાં પ્રીતિ ધરાવતી હતી, તેથી તે પુણ્યસાર સાથે રહેવા ઈચ્છતી ન હતી. છતાં તેને પુણ્યસાર સાથે જવું પડયું. માર્ગમાં એક કૂવે આવ્યો. પુણ્યસાર પાણી લેવા કુવા પર ગયે, અને કુવાની પાળ પર ઉભે રહ્યો. ત્યાં તે પનીએ તેને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધો અને તે ત્યાંથી ભાગી ગઈ ઘરે પહોંચી રડવા લાગી પિતાજી! પિતાજી ! મારા પતિને ચેરીએ માર્યો અને કુવામાં ફેંકી દીધું. હું ચેરના હાથમાંથી માંડ માંડ બચીને આવી છે. આમ તેણે ઘણી વાતે બતાવી અને બધાને વિશ્વાસમાં લઈ લીધા. માયાવી માનવની એ ચતુરાઈ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org