________________
૪૭૫
જન્મસિદ્ધ હક ન હોય! બીજાની તે શી વાત કરવી? પણ વર્તમાન અવસર્પિણીની ગ્રેવીસીમાં ૧૯માં તીર્થકર શ્રી મલ્લીનાથનું દૃષ્ટાંત આવિષયમાં સાક્ષી પૂરે છે. નિકાચિતપણે બાંધેલું કર્મ ઈંદ્ર ચંદ્ર કે જિનેન્દ્રને પણ ઉદય પ્રાપ્ત થતાં ભેગવવું પડે તે પછી અન્યની તે શું વાત કરવી? મલ્લીનાથ સ્ત્રી તીર્થકર
જે કે રાજમાર્ગ એ છે કે સ્ત્રીને તીર્થ કર પદની પ્રાપ્તિ નહેાય. કારણ કે તીર્થંકર નામ કમ સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રકૃત્તિ છે અને સ્ત્રીપણું તે અશુભ કર્મને વિપાક છે. તેથી સ્ત્રીનું તીર્થકર થવું સંભવે નહિ. પુરુષ પ્રધાન ધર્મ છે અને પુરુષપાછું શ્રેષ્ઠ કર્મના ઉદયે પ્રાપ્ત થાય છે. છતાં કલ્પસૂત્રમાં દસ આશ્ચર્યરૂપ ઘટનામાં આ ઘટનાને આશ્ચર્યરૂપે માની છે. અનંત ભવચક્રના અંતે કવચિત આવી ઘટના ઘટે છે એ પણ કર્મસત્તાને પ્રભાવ છે.
આશ્ચર્યને અર્થ એ નથી કે તેમાં કોઈ કાર્ય–કારણ ભાવની વ્યવસ્થા નથી. જગતમાં કાર્ય–કારણ દાવને કોઈઉલઘી શકતું નથી. આશ્ચર્યને અર્થ એ જ થાય છે કે અનંતકાળે સામાન્યથી જે ન બનતું હેય તે બની જાય. આશ્ચર્ય પણ કારણ-કાર્ય ભાવને સાબિત કરી આપે છે. દા. ત. પ્રભુ મહાવીરે જાતિમદ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું તે તેમને ૨૭મા ભવે દેવાનંદાની કુક્ષીમાં જન્મ લેવો પડે. શ્રી. મલ્લિનાથના જીવે માયા કરી તે સ્ત્રીવેદ બાં. આમ આ પ્રસંગથી માયા કરવાથી સ્ત્રીવેદ મળે છે એ સિદ્ધાંત પૂરવાર થયા. આશ્ચર્યની અંદર અશકય, શક્ય બનતું નથી પણ અસંભવિત તે તે કારણે પામીને. સંભવિત બને છે.
પૂર્વ જન્મમાં મલલીનાથ ભગવાનને જીવ એક રાજકુમાર હિતે. તેમની સાથે અન્ય પાંચ મિત્ર હતા. આ છે મિત્રો સાથે મળી ઉત્તમ આરાધના કરતાં હતા. છ મિત્ર સાથે મળી તપશ્ચર્યા કરતા હતા. ક્રમે કમે સમાનભાવે તેમાં આગળ વધતા હતા. અર્થાત્ જે કંઈ તપ કરતા. તે સર્વે મળીને કરતાં. તેમાં સવિશેષપણે રાજકુમાર જે તપ કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org