________________
૪૭૮
જે હોય છે. જેમ માછીમાર જાળ પાથરીને માછલીને ફસાવે છે તેમાં માયાવી અન્યને ફસાવવા પ્રયત્નશીલ હોય છે.
માયા સત્યવૃત્તિને નાશ કરે છે. માયાવીનું વચન અસત્ય હોય છે. છતાં તે મિઠાશથી બેલે છે જેમ કવીનાઈન કેપસ્યુલ મધુરતાના પડવાળી હોય છે, તેમ માયાવીની ભાષા હોય છે. માયાવી અસત્યને પણ સત્ય જેવું કરીને કહે છે. તેથી સાંભળનારને સાચું લાગે છે અને તેથી તેની વાતમાં તે વિશ્વાસ કરે છે. તેને અસત્યની શંકા પણ થવા દેતા નથી જેમ બગલાનું ધ્યાન માછલીને ફસાવવાનું છે તેમ માયાવીનું ધ્યાન સતત અન્યને ફસાવવાનું હોય છે. માયાનું ફળ અંજનાસતીને કેવા પ્રકારે મળ્યું ?
શાસ્ત્રમાં પ્રસિધ્ધ સતીઓમાં અંજના સતીનું નામ અમર છે. અત્યંત સ્વરૂપવાન અંજનાનું લગ્ન શૂરવીર પવનંજ્ય રાજકુમાર સાથે થયું હતું. પરંતુ પૂર્વજન્મનું પાપ એવું ઉદયમાં આવ્યું કે લગ્નની રાત્રિથી પતિ-પત્ની વચ્ચેનું મિલન ૧૨ વર્ષ સુધી ન થયું પતિ પવનંજય અંજનાનું મુખ પણ જોવા માંગતા ન હતા શું કારણ હતું ? અંજના જેવી સતીને શું દેષ હતો? ૧૨ વર્ષ સુધી ઝેરના ઘૂંટડા ભરવા જેવી વિયાગની વિરહ વેદના સહી. સતીને શા માટે દુઃખ સહન કરવું પડયું? એક અવધિજ્ઞાની મહાત્માએ તેનું કારણ જણા– વતા તેના પૂર્વજન્મનું કથન કહી બતાવ્યું.
હૈ અંજના ! તું પૂર્વ જન્મમાં તું એક શેઠની પત્ની હતી. તેને એક સપત્ની પણ હતી. તેમાં તું મેટી હતી. તેને ધર્મ પ્રત્યે લેશ પણ રૂચિ ન હતી. અને નાની ધમી હતી. વિનયશીલા હતી. નિત્યપૂજા ભકિત કરતી હતી તે સરળ ચિત્તવાળી હતી. તારામાં માયા કપટ વિશેષ હતા. તેથી તું નાની ઉપર ઘણી ઈષ્ય રાખતી હતી. તું તેની પાસે ઘરનું બધું કામ કરાવતી. વાસણ સાફ કરવા, ઘરસફાઈ કરવી આ સર્વ કામ તે વિનયથી કરતી હતી. છતાં તે પિતાને નિત્યક્રમ પૂજા ભકિત ચૂકતી ન હતી અને બપોર થઈ જાય તે પણ પોતાના. નિત્યક્રમ કર્યા વગર આહાર પાણી લેતી ન હતી. પિતાને ભકિતપૂજામાં અનુકૂળતા રહે તે માટે તેણે ઘરમાં પ્રતિમાજીની સ્થાપના કરી નાનું ગૃહમંદિર બનાવ્યું. તે તારા મનમાં ઘણું ખટકવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org