________________
૪૮૩
આ ચિત્ર અનુસાર સામ્યતા ધરાવતા પ્રતિકના આધાર પર -માયાના ચાર પ્રકાર સમજાવવામાં આવશે. પ્રથમ ચિત્રમાં વાંસના વૃક્ષને દર્શાવ્યું છે. વાંસનું વૃક્ષ દેખાવમાં તો સીધું છે. પરંતુ તેના મૂળની જડ કેવી વાંકી ચૂકી છે? તે વૃક્ષના આયુષ્યકાળ સુધી તેવી જ રહેશે. તેનું સીધા હેવું અસંભવ છે. તે પ્રકારે જે જે જીવમાં અજન્મ પર્યતવકતા, માયાની પ્રકૃતિ રહે, તેનામાં કયારે પણ સરળતા ફરકે નહિ. તેને અનંતાનુબંધી માયા કહે છે. તે જીવનસાથી બની રહે છે. (૨) અપ્રત્યાખ્યાની માયા
ઘેટાંના શિંગડા કેવા વાંકા વળેલા હોય છે? છતાં એને ઘણું ઉપાય વડે સીધા કરી શકાય છે. એક વર્ષ સીધા બાંધી લેવામાં આવે તે તે સીધા થઈ શકે છે. તેવી રીતે કેાઈ જીવને એક વર્ષ સુધી વકતા માયા રહે પણ પછી કંઈક સરળતા આવે છે તે અપ્રત્યાખ્યાનીય માયા કહેવાય છે. (૩) પ્રત્યાખ્યાની માયા
ત્રિીજું ચિત્ર દર્શાવે છે બળદ પિશાબ કરતો કરતો ચાલે છે. તેની ચાલ અનુસાર પેશાબની ધાર માટી પર વાંકી ચૂકી થાય છે. તે છેડા સમયમાં ભૂંસાઈ જાય છે તેમ જે જીવની માયા કે વકતા ચાર માસ રહે છે પછી સ૨ળતા આવે છે તેને પ્રત્યાખ્યાની માયા કહે છે. (૪) સંજવલન માયા
ચોથે પ્રકારની સંવલન માયાની તૂલના વાંસની લાકડી સાથે કરી છે. તેના પરની છાલ વાંકી ચૂકી હોય છે પણ તેને પકડીને ખેંચીને સીધી કરી શકાય છે. સંજવલન માયાની વકતા ઘણા અલ્પ સમય માટે રહે છે. અધિકથી અધિક પંદર દિવસ રહે છે. પછી માયાને ઉદય દૂર થઈ સરળતા આવે છે. તે સંજવલન માયાને પ્રકાર છે. સિદ્ધાચલ
જૈન ધર્મનું મહાન તીર્થ “સિદ્ધાચલ છે તેની શબ્દ રચના ધ્યાનથી જુઓ. બે શબ્દોની રચના છે સિદ્ધાર્ચલ. ચલ શબ્દ ગતિ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org