________________
૪૭૬
તપ સૌએ કરવું તે નિર્ણય કર્યો હતો અને આ કમ સુંદર રીતે ચાલતું હતું. એકવાર રાજકુમાર મુખ્ય મિત્રના મનમાં એવો વિચાર આવ્યું કે હું આ સર્વના તપ કરતાં આગળ વધુ! આગળ વધવું તે ખરાબ નથી પણ તેમાં માયા કરવી તે ખરાબ છે. બીજાને પાછળ રાખીને આગળ વધવું એ બેટું હતું તકર્ષ અને પરોપકર્ષ રૂપ માયા સાધનામાં બાધક બને છે.
આગળ વધવાની વૃત્તિના જોરમાં રાજકુમારે સૌની સાથે નિર્ણય કર્યો કે હા, આજે આપણે એકાસન વ્રત કરીશું. સમય થતાં સૌ આહાર માટે તૈયાર થયા. ત્યારે રાજકુમારે કહ્યું કે મને આજે પેટમાં દર્દ થાય છે. માટે મારે ઉપવાસ છે. વળી બીજા કેઈ દિવસે બધાને એકાસણું કરાવી પછી તેમણે આયંબિલ કર્યું. અને તેમ તેઓ તપમાં આગળ વધ્યા પછી આ ક્રમ થઈ પડે. આથી તે કુમાર બાહ્ય તપમાં આગળ વધ્યા પણ અંતરમાં માયા હોવાથી પાછળ પડયા. કારણ કે એક તે માયા અને બીજી બાજુ વિશ્વાસઘાતનું પાપ થતું હતું.
વળી તેમના આવા વ્યવહારથી પાંચે મિત્રો ખિન્ન થઈ ગયા. “માયા મિરાણિ નાઈ” માયા મિત્રતાને નાશ કરે છે. રાજકુમારે તપ તે ઘણું ઉત્તમ કર્યું. વિશસ્થાનકની આરાધના કરીને “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનાથી તીર્થકર નામકર્મ પણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને દેવગતિમાં ગયા અને ત્રીજા જન્મમાં કુંભરાજાની રાણની કુખે મલી કુમારી નામે રૂપવાન કન્યા તરીકે જન્મ પામ્યા અને મોક્ષ પ્રાપ્ત કર્યો. પણ માયાનું કર્મ તેનું ફળ આપી ગયું. સ્ત્રીરૂપે જન્મ લેવું પડે. ઈતિહાસમાં એક આશ્ચર્યકારી ઘટના આલેખાઈ. અર્થાત્ આવા ઉત્તમ આત્માઓને પણ માયાનું પરિણામ ભોગવવું પડે છે તો પછી આપણુ જેવા સામાન્ય માનવીની શી દશા થશે? માયા-કપટથી કેટલું નુકસાન થાય છે?
કોઈ પણ કષાય લાભકારી છે જ નહિ તેનાથી નુકસાન જ થાય છે. કોધથી જેટલી હાનિ થાય છે તેનાથી અનેકગુણી હાનિ માનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org