Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 17
________________ ૧૪ જન્મસ્થાન છે. ગંગા અને યમુનાના સંગમ સમું આ સ્થળ એટલું બધું સુંદર છે કે જ્યાં ગુજરાત અને મારવાડ બનેના પ્રાચીન અને અર્વાચીન વેષ, ભાષા, સંસ્કાર અને રીતરિવાજનું એકીકરણ થાય છે. આ ગામમાં ધર્મપરાયણ નીતિમાન અને સુશીલ શ્રીમાન્ કર્મચન્દ્ર નામે શ્રેષ્ઠી અને ધર્મપરાયણ સુશીલા નવલબાઇ દંપતી વસતા હતા. આ નવલબાઈએ વિ. સં. ૧૯૪૯ના વૈશાખ સુદ ત્રીજના (તે રૂષભદેવ પ્રભુના પારણાને પવિત્ર દિવસ) દિવસે એક પુત્રરત્નને જન્મ આપે. તે પુત્રના જન્મથી હર્ષિત થયેલા માતાપિતા અને કુટુંબવર્ગો તેનું નામ મૂલચંદ રાખ્યું. ખરેખર મૂલચંદ ભવિષ્યમાં ધર્મવૃક્ષના મૂળને પાષણ આપી પોતાના નામને સાર્થક કરનાર થશે, કારણ કે હીરાઓ પૃથ્વીના અભેદ્ય ગુપ્ત પડેમાં પાકે છે. જગતના મહાન ધર્મનેતાઓ ને તત્વજ્ઞાનીઓની જીવનકથા મેટે ભાગે ઝુંપડીથી જ અગર સાધારણ સ્થિતિમાંથી જ શરૂ થાય છે. તેવી રીતે મૂલચંદભાઈ પણ સાધારણને સામાન્ય સ્થિતિમાં જમ્યા પણ કોને ખબર હતી કે આ બાળપણમાં ખેલતા મૂલચંદભાઇ આવતી કાલના મહાપુરૂષ થઈ પોતાનું નામ ઉજાળશે. થયું પણ તેમ જ. તેમની ધર્મનીષ માતાના સુસંસ્કારની દઢ છાપ મૂલચંદભાઈ ઉપર પડી ને મૂલચંદભાઈ અનુક્રમે બીજના ચંદ્રમાની માફક દિનપ્રતિદિન વધતા પાંચ વર્ષના થયા ત્યારે નિશાળે બેસાડવામાં આવ્યા. વ્યવહારકાળ ઓછામાં ઓછી જંજાળ અને ઓછી ખટપટવાળી પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40