Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 34
________________ ૩૧ ભગુભાઈ તથા વિમળગચ્છના શ્રીસંઘની અને રાજનગરના શ્રી સંધની તેમના તરફ અતિશય મમતા વધવા લાગી અને તેઓને જણાયું કે આ મહાપુરૂષને આપણને આવા અનન્ય લાભ આપવાના સુઅવસરની ઇર્ષ્યા કરી દિવ્યવાક પેાતે કરવા તેમને ખે'ચી લેવા માગે છે? શુ દિવ્યલેાક આપણા ઉપર આટલી ઉદારતા રાખી આ મહાપુરૂષને વધુ વાર આપણને લાભ આપવા નહિ દે ? આ વિચારે તેઓનુ' દિલ ઘેરાતાં ચિંતા ગ્રસ્ત થવા લાગ્યું. વૈદ્ય, હકીમ, ડૉકટરીના ખાહ્ય ઉપચારો મન સમાધાન માટે અનેક કરાવ્યા છતાં આયુષ્યની તૂટેલ દ્વારી કાણુ સાંધી શકવા સમર્થ છે? વૈદ્યો અને ડાકટરોને પેાતાના પ્રયત્ન આ મહાપુરૂષના નિર્મિત કાળમાં કાંઈ પણ કરી શકવા માટે અસમર્થ લાગ્યા. શરીર વધુ ક્ષીણ થયુ અને આખરે એ જર્જરિત શરીરને છેડી ક્રિય શરીરમાં તેમના અમર પૂણ્યાત્મા વિક્રમ સંવત્ ૧૯૭૪ ના ભાદરવા શુદ્ધિ ૪ ના પરમપાવન સ ́વત્સરીના દિવસે અનેક મનુષ્યને ધર્માંકરણીમાં મશગૂલ બની આત્મભાવમાં આસક્ત બનેલ દેખી આનંદ અનુભવતા ચાલ્યા ગયા ને સાથે પૂણ્ય સ્મરણુ જગત આગળ મૂકતા ગયા. આ જૈન શાસ્ત્રોમાં તમાઽહમર્ળ ન વેદિામો બ’' પદથી સમાધિમરણની ઝંખના કરવામાં આવે છે. અને જ્ઞાન, તપ, અને ક્રિયા. આ બધાના ધ્યેય સમાધિમરણની પ્રાપ્તિના હોય છે. આ આપણા ચરિત્રનાયક મહાપુરૂષ શ્રીમદ પન્યાસજી શ્રી મુક્તિવિમળજી મહારાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40