Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
૩૨
મૃત્યુ વખતના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ એટલા બધા પવિત્ર અને અલૌકિક અનુમોદનીય હતા કે આજે પણ જેના સંભારણાથી આનંદ અને શેક બને વિરૂદ્ધ લાગણીઓ અનુભવાય છે. આનંદ એટલા માટે કે આ મહાપુરૂષને સ્વર્ગવાસને દિન પરમપાવન પવિત્ર પર્યુંષણાધિરાજ સંવછરીને હતું કે જે દિવસે અનેક ધર્મક્રિયા અને ક્ષમાપનાથી ધર્મ વાતાવરણ ફેલાતું હતું. ક્ષેત્રમાં આ મહાપુરૂષ સ્થિત હતા તે ક્ષેત્ર અનેક ભવ્ય વક્તવર્ગોના પૌષધ, સામાયિક અને તપશ્ચર્યા પાવન સુગંધથી મહેકતું દેવીશાનાપાડામાં આવેલ શ્રી વિમળગરછને ઉપાશ્રય હતો. અને કહ્યું, રવામિ, વિગેરે પદોથી જેઓના કર્ણ દિત થતા હતા. સ્વર્ગગમન વખતની તે પૂજ્ય ગુરૂદેવની આત્મપરિણતિનું તે પૂછવું જ શું ?
જે દિવસે આ મહાપુરૂષે કાલધર્મ કર્યો તે દિવસે વિદ્વાન પંચાસજી શ્રી ગુલાબવિજયજી મહારાજ બારસા સૂત્ર વાંચવા પધાર્યા હતા. બારસા સૂત્રના એકેક અક્ષરને અર્થપૂર્ણ રીતે સાંભળી આત્મજીવનમાં ઊતારતાં આનંદ અનુભવવાપર્વક ભાવશ્રેણિએ તેમનું આત્મ દ્રવ્ય વિરાજી પ્રકાશિત થતું હતું. બારસા સૂત્રની ભાવવાહી શ્રવણ, ચિંતન અને મનનપૂર્ણતા સૂચક સવમંગળના અવાજ સાથે જ આ પુણ્યાત્મા પૂજ્યગુરૂદેવે પિતાને નશ્વર દેહ છે. આથી બીજું કયું સુયોગ્ય મરણ હોઈ શકે?
આખું નગર શાંત અને ગમગીન હતું. કારણ જૈનેની અગ્રગણ્યવાળા રાજનગરમાં તે સંવરછરી દિવસ નગરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com