Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/034965/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Illlebic bl a દાદાસાહેબ, ભાવનગર, eee heb-2૦eo : Inકે - ૩૦૦૪૮૪s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦(l/૦૦૦૦૦૦૦૦૦૦૦૦(UJ૰૦૦૦ n ૧૦૦૦૦ ada શ્રીમદ્ મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળા ...મકા ૮-મે, ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦' ceael ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦. શાંતમૂર્તિ પ. પૂ. શ્રીમદ્ ૫. યાવિમળ”ગણિપાક્ષોભ્યા નમ: શ્રીમદ્ પન્યાસપ્રવર શ્રીમુક્તિવિમળજી ગણિવરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર જ્ઞાનસૂરિ સં ૨૧૧ વીર સંવત. ૨૪૬૪ ૦ ૦ ૦ ૦. -:: પ્રકાશક : શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળાના સેક્રેટરી શા. શાંતિલાલ હુરગેાવિન કે. દેવશાના પાડા-અમદાવાદ ૦૦૦૦ -:: લેખક : : પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ કવિદિવાકર શ્રીમત પન્યાસપ્રવર શ્રી રગવિમળજી ગણિવરના શિષ્યરત્ન સુનિશ્રી કનકવિમળજી ૦૦૦૦૦૦૦૦ .... saaos/pas .... °°°°C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૦૦૦૦ ૦૦૦૦ પ્રથમાવૃત્તિ પ્રત ૧૦૦૦ કિંમત વાંચન મનન અને સદુપયેગ. મુકિત સ’. ૧૯ વિ. સ. ૧૯૯૪ ૦૦૦૦/ 10000 ૦ ૦ ૦ ૦ | ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦Ú૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦ - ૦૦૦nt ૦૦૦૦૦૦૦૦ www.umaragyanbhandar.com ૩૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ min મુદ્રક : શેઠ દેવચંદ દામજી ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ તે પરમપૂજય સકલસિદ્ધાંતવાચસ્પતિ અનેક સંસ્કૃત ગ્રંથ* પ્રણેતા બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ અનુગાચાર્ય ૪ શ્રીમદ્ પન્યાસપ્રવર શ્રી મુક્તિવિમળજી ગણિવર BOSHIRIHURRICCHIRIERARHIIRISED છે જન્મ સફે૪૯ ૨૦ શ માળ, ૬. |ણિ—પન્યાસપદ . ૯૭૦ કા. વ. ૧૧ તે દીક્ષા. સ ૧૯૯૨ સ્વગગમન મા. વ. ૩ . ૧૯૭૪ ભા. સુ. ૪ - ર % - વિસરા, % --રાટક્કર છે આનદ પ્રેસ-ભાવનગર. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ છે. જિજજ જ સમર્પણ. પરમ પૂજ્ય પરમગીનાથ જૈનાગમપરિશીલનશાલી જૈનશાસનપ્રભાવક બાલબ્રહ્મચારી સચ્ચારિત્ર ચૂડામણિ વ્યાખ્યાનવાચસ્પતિ કવિ દિવાકર સકલગુણગણલંકૃત અનુગાચાર્ય પરમતારક ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રી પંન્યાસપ્રવર શ્રી શ્રી શ્રી રંગવિમળજી મહારાજ સાહેબગણિવર! આપના માનુષેત્તર આદિ અનેક શુભ ગુણોથી આકર્ષાઈ પરમે પકારી પૂ. ગુરૂદેવ શ્રી મુક્તિવિમળજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપ જેવા શુદ્ધહૃદયી સરળસ્વભાવી મહાન તપસ્વી દિવ્યાત્માના પરમ પવિત્ર હસ્તકમલમાં સાદર સમર્પને યત્કિંચિત્ ત્રણમાંથી મુક્ત થવા આશા રાખું છું. આ લઘુ પુસ્તકને સહર્ષ ગ્રહણ કરી કૃતાર્થ કરશે એ જ અંતિમ પ્રાર્થના નિવેદક આપને બાલશિષ્ય કનકના સાદરવંદન ! ! ! XXXXXXXXXXXXXXXXXX ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુક્તિવિમળજી જૈન ગ્રંથમાલામાંથી જ મળતા પુસ્તકો. ન ( ભેટ ૧. શ્રી કલ્પસૂત્ર પ્રદીપિકા ૨. શ્રીમદ્ આનંદ વિમળસૂરીશ્વરજીનું વિશિષ્ટ જીવનચરિત્ર ૩. શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરીશ્વરજીનું આદર્શ જીવનચરિત્ર ૪. રંગ-વિનોદ ભા. ૧ ૦-૪-૦ ૫. જ્ઞાન-વિનોદ ભા. ૧ ૦-૪-૦ ૬. રંગવિનેદ ભા. ૨ ૦-૩-૦ ૭. પ્રશ્નવ્યાકરણ સૂત્રટીકા ભા.૧ શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરિકૃત ૨-૧૨-૦ પ્રેસમાં પ્રશ્નવ્યાકરણ સૂત્ર ટીકા ભા. ૨ [ શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરિકૃત ] -:: પ્રકાશક ::શ્રીમદ્ મુક્તિવિમળજી જૈન ગ્રંથમાલાના સેક્રેટરી શાહ, શાંતિલાલ હરગોવન ઠે. દેવશાના પાડે. મું. અમદાવાદ. OHISTUUKONI NOHTKONNOTOUKOKS) HK THERMOSTATI ARTKOWALIOK only Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीगुरुस्तुत्यष्टकम् ॥ पूज्यपाद् सकलसिद्धांतवाचस्पति कविरत्न चूडामणि बालब्रह्मचारी अनेकसंस्कृतग्रन्यप्रणेता सकलसंवेगीशिरोमणी सचारित्रचूडामणि प्रातःस्मरणीय जगद्गुरु तपागच्छाधीश्वर श्रीमद् पंन्यासप्रवर श्रीमुक्तिविमलगणिवरस्य स्तुत्यष्टकम् ॥ [ वसन्ततिलकावृत्तम् ] अज्ञानध्वान्तकवलीकृतमानसानाम् , पञ्चेन्द्रियप्रकरशोषणतत्पराणाम् । ज्ञानप्रदीपकलया प्रविदारकं तत् , तन्नौमि मुक्तिविमलं सुगुरुं सदाऽहम् ॥१॥ लुप्यत्कषायतिमिफेत्कृतिभीषणेऽस्मिन् , संस्पृश्यमानतलसंसृतिवार्धिमध्ये । निमज्जतां हि भविनां सुकरावलम्बम्, तं नौमि मुक्तिविमलं सुगुरुं सदाऽहम् ॥ २॥ लोकेप्सितप्रदसुपर्वमहाद्रुमाणि, पश्चोत्तमानि सुव्रतान्यनिशं धरन्तम् । सौवर्णभूषितसुमेरुवसुन्धरेव, तन्नौमि मुक्तिविमलं सुगुरुं सदाऽहम् ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ दुर्वादिवारिदसमूहमथे समीरम्, भव्याङ्कुर प्रकरजागरणे सुनीरम् | पञ्चाक्षशात्रवपराजयते सुवीरम्, तन्नौमि मुक्तिविमलं सुगुरुं सुधीरम् स्वल्पायुषाऽपि सुरवाक्प्रचुराननेकान्, ग्रन्थान्कुशाग्रधिषणा विभवेन येन । सद्यः प्रणीय जिनशासनदीपकं हि, तन्नौमि मुक्तिविमलं सुगुरुं सदाऽहम् ॥ ५॥ यो देवमर्त्यपशुपत्रिकदम्बकेषु, एकातपत्रमित्र राज्यमहो करोति । तं मन्मथं वचनहृत्तनुभिर्जयन्तम्, तं नौमि मुक्तिविमलं सुगुरुं सदाऽहम् ॥ ६ ॥ रेरे कृतान्त ! मणिमोषक ! लज्जसे नो, स्तेयं सुशास्त्रनिवहा बहुगईयन्ति । एवं त्वया विमलगच्छमणिग्रहीतो, ह्यस्माकमुत्तमधनं जिनशास्त्रकोशः सच्छास्त्रतत्त्वपरिबोधनबद्ध देहम्, औदार्यधैर्यविनयादिगुणैकगेहम् । पोतं भवाम्बुनिधितीर समागमेऽहम्, एवं सुमुक्तिविमलं सुगुरुं स्तुवेऽहम 11 8 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 116 11 ॥ ८ ॥ www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ [ રાપૂંછવિડિત ] संवद्भाजि दिगंकसोमसमिते मासे शुभे कार्तिके, तत्पक्षे बहुले तिथौ वसुमिते वारेवरे गीष्पतौ । स्तोत्रं स्वीयगुरोः सुमुक्तिविमलस्याऽऽनन्दतोवर्णितम्, सद्भक्तिप्रचुरेण रङ्गविमलेनैतत्सतां प्रीतये ॥ ९ ॥ जगत्पूज्य तपागच्छाधिपति कविशिरोमणी श्रीमद् पंन्यास मुक्तिविमलजीगणिनी સ્તુતિ. [ મેરે મલા બેલાલે મદીને મુજે-એ દેશી ] ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે, મુજ અંતરના તે તિમિર હરે. ગુરૂ સાખી— ગુરૂરાજની વાણું હતી, ભવિજીવના અઘનાશની; મિથ્યાત્વના અંધકારને, પણ નાશ કરનારી હતી. ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે. ૧ ગુરૂજી હતા તુમે સર્વદા, પરિપૂર્ણ શ્રી બ્રહ્મચર્યમાં ગુરૂજી તમારા ગુણને, પ્રેમે ધરે સંઘ હૃદયમાં. ગુરૂ મુકિતવિમળ મુજ હૃદયે વસે છે ૨ | ગુરૂ આત્મધ્યાનથી કર્મને, તેડે ક્ષમા શસ્ત્રો ગ્રહી; વળી ક્રોધ શત્રુને તે, સમતા હૃદય કમલે ધરી. ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે છે ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વીરના સિદ્ધાંતમાં, શ્રદ્ધા અતિશય રાખતા, પ્રભુ વીરની આજ્ઞા તુમે, શિરથી સદા સ્વીકારતા, ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે | ૪ | એવા અનેક ગુણે કરી, ગુરૂરાજજી તુમે હતા; સર્વ સંધના હૃદયે મૂકી, તુમે સ્વર્ગપુરીમાં ગયા. ગુર મુક્તિવિમળ મુજ હૃદયે વસે છે પ. એવા ગુરૂજીનું હવે, દર્શન કહો કયાં સંભવે ? સવ સંઘપ્રેમે શિર નમાવે, રંગ કનક' એમ વિનવે, ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે ૬ છે ( ૨ ) [ રાગ-ગઝલ-કવ્વાલી ] ગુરૂ મુકિતવિમળ રાજા, ગુણો જેના બહુ સારા, નર નારી મલી ગાવે, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ બાલ્ય ગ્રહી દક્ષિા, થયા વિરાગ્ય ભજનારા; બન્યા અનગાર ઉપકારી, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ. ૨ ગુરૂએ ન્યાય ને વ્યાકરણ, કીધાં કાવ્યો અતિ સાર; કર્યો છંદતણે અભ્યાસ, હૃદયના તે ગુરૂ મારા. ગુર૩ કમેથી સર્વ શાસ્ત્રોના, થયા પરિપૂર્ણ તે નિષ્ણાત; ગુરૂજી વિશ્વપ્રેમી રે, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કરી ગ્રંથાતણું રચના, સ્વ૫ર કલ્યાણને કાજે; અતિ રૂડા તો વિરચી, હૃદયના તે ગુરૂ મારા, ગુર. ૫ સંવગણશશુમેતેર, ભાદરવા ચોથ સુદિ પક્ષે સુણે ગુરૂ એકચિત્તે રે, બારસા સુત્ર તે કાલે. ગુરૂ. ૬ એવા ગુરૂ તે સમયે રે, ખમાવે સર્વ જીવોને; મધ્યાહે બાર વાગતા, વિનશ્વર દેહને છોડતાં. ગુરૂ. ૭ ગુરૂજી પ્રાણથી પ્યારા, સદા મમ ચિત્ત વસનારા; દેવ નર વૃદ વંદનીય, ગુરૂજી સ્વર્ગે સિધાવ્યા. ગુરૂ. ૮ વ્યથા વિરહાગ્નિની ભારે, કહો ગુરૂ કેમ કરી શમશે? ગુરૂ રંગવિમળકેરે, “કનક' કહે તે ગુરૂ મારા. ગુરૂ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય પરમગીતાર્થ નિષ્કલંકચારિત્રચૂડામણી જૈન શાસનના મહાન પ્રભાવિક મહાન તપસ્વી ક્રિયાયોગી તપાગચ્છાધિપતિ શાંતમૂતિ શ્રીમદ્ પંન્યાસપ્રવર શ્રી દયાવિમળજગણિ પાદ પભ્ય નમેનમ: પૂજ્યપાદ સકલસિદ્ધાંત વાચસ્પતિ અનેક સંસ્કૃતગ્રંથપ્રણેતા સચ્ચારિત્રચૂડામણિ સકલસંવેગી શિરોમણિ પ્રાતઃ સ્મરણીય જગપૂજ્ય શ્રીમદ્ પંન્યાસ પ્રવરશ્રી મુક્તિવિમળાજી મહારાજ ગણિવરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર [ સ્તુતિ ] सच्चारित्र्यसमुद्भवोज्ज्वलयशोदीपितदिङ्मण्डलम्, वाचांदेवीमुपास्य निश्चलधिया ज्ञानं परं लेभिवान् । ग्रन्थान् संस्कृतवाङ्मयानगणितान् स्वप्रज्ञयारीरचत् . ईडे तं सुगुरुं सुमुक्तिविमलं संविज्ञचूडामणिम् ॥ १ ॥ BH પ્રારંભ HE આ જગતમાં પ્રતિક્ષણે અનેક માનવી જન્મે છે, અને તેવી જ રીતે અનેક માનવે પિતાને જીવનકાળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ કરી એવી રીતે અદશ્ય થઈ જાય છે કે જેના નામને પણ જગત ભૂલી જાય છે. આ જગતમાં આવા માન કેટલા થયા? ક્યાં થયાં ? ક્યારે થયા? ક્યારે મર્યા? તેની થેડી જ કેઈ નેંધ લે છે, કે તેની જરૂરિયાત ગણે છે. પરંતુ જેઓના જીવનમાં કોઈ પણ લક્ષ ખેંચે એવી વિશિષ્ટતાઓ હોય અને જેને લઈને તેની પાછળ રહેલ જનતા જેને ક્ષણે ક્ષણે યાદ કરતી હોય તેઓનું જગતું ઋણી છે. આવી રીતે જેઓના નામ સ્મરણ કીર્તન અને સ્તવન દ્વારા પોતાના જીવનને સાફલ્ય કરવા જેટલા પ્રમાણમાં તે મહાપુરૂષની અણુમેલતા આંકી શકાય છે. આવી અણમેલ વ્યક્તિઓનું જીવન ભવસાગરમાં દીવાદાંડી સમાન છે. સમુદ્રમાં અટવાએલ માણસ ચારે બાજુ નીર જોઈ મુંઝાઈ દુઃખી થઈ તેને અકાળે અંત ન આવે તે આશયે સમુદ્રમાં દીવાદાંડી રાખવામાં આવે છે. અને જેને લઈ ભયંકર સાગરમાં પણ આશાચિહ્ન દીવાદાંડી અનેકના આશ્રયરૂપ બને છે તેવી રીતે આ મહાપુરૂષની જીવનદાંડી અનેક જાતની દુનિયાની આધિ-વ્યાધિ અને ઉપાધિથી અટવાએલ જીવનવહાણને ભવસાગરમાં આશાના ચિહ્નરૂપ રહે છે. અને જેને સાધ્ય રાખી જીવનવહાણ પાર પામી શકે છે. મહાપુરૂષોના જીવનમાંથી લગ્નાશ બનેલ માણસ વધુ ઉત્સાહી બને છે. વૃદ્ધવાદી જેવા મહાપુરૂષોના જીવનથી અજ્ઞાની માણસ જ્ઞાન મેળવવા માટે વધુ ને વધુ કટિબદ્ધ બને છે. આ રીતે મહાપુરૂષોના આદર્શો, રહેણીકહેણુરૂપ જીવન ઘટના અજ્ઞાન મુસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કુરને માર્ગદર્શક સમાન છે, માટે મહાપુરૂષોના જીવને વધુ ને વધુ આદરણીય છે. આવી આવી ઘણી વિશિષ્ટતાઓ અમારા પરમપૂજ્ય તારક સકલસિદ્ધાંતવાચસ્પતિ અને કસંસ્કૃતગ્રંથપ્રણેતા બાલબ્રહ્મચારી તપાગચ્છાલંકાર ગુરૂદેવ શ્રીમદ્ પંન્યાસપ્રવર શ્રીમુક્તિવિમલજી ગણિવરમાં હતી. પચ્ચીસ વર્ષ જેટલા યુવા પ્રવેશ કાળમાં થેકબંધ સાહિત્યરચના, સેંકડે વર્ષના મનન પછી અન્યને પ્રાપ્ત થાય તેવી નિરીક્ષણતા, મમત્વભાવથી પર રહી સર્વ જીવનું કલ્યાણ કરવાની જગત મૈત્રીની ભાવના, દેવસમાન ગુરૂના પૂજનથી ઝળહળતે વિનયભાવ, નિરાભિમાની અને મળરહિત થઈ મુક્તિને પામવાની યશગાથાને મૂર્તિમંત કરનાર નામ સરખા ગુણને ધારણ કરનાર એ પરમતારક ગુરૂદેવ હતા. જન્મસ્થાન જૈન સમાજની અત્યંત જાહોજલાલીવાળું અને અપૂર્વ ભક્તિભાવ દર્શાવનારૂં પ્રહૂલાદન રાજાનું વસાવેલું અનેક ગગનચુંબી દેવાલોથી સુશોભિત, અનેક પ્રતિષ્ઠિત ગૃહસ્થોથી ભરપૂર એવું પાલનપુર નગર છે. તેમાં અગીયાર દેરાસર. ડાયરામાં સંવેગી ઊર્ફ વિમળગછ ગચ્છને અઢીસે વર્ષ જૂને ઉપાશ્રય, ને તે ઉપાશ્રયમાં જ પ્રાચીન ભંડાર છે. તેને વહીવટ શેઠ પુનમચંદ રવચંદ મંગળજી કરે છે. ને એક તપગચ્છને ઉપાશ્રય તેને વહીવટ ગાંધી ભુરાભાઈ ચેલજીભાઈ કરે છે. ત્રણ ધર્મશાળા, એક કન્યાશાળા ને એક ભંડાર જૈનશાળામાં છે, તે પાલનપુરના નજીક એક ગામમાં આ ચારિત્રનાયક મહાપુરૂષનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જન્મસ્થાન છે. ગંગા અને યમુનાના સંગમ સમું આ સ્થળ એટલું બધું સુંદર છે કે જ્યાં ગુજરાત અને મારવાડ બનેના પ્રાચીન અને અર્વાચીન વેષ, ભાષા, સંસ્કાર અને રીતરિવાજનું એકીકરણ થાય છે. આ ગામમાં ધર્મપરાયણ નીતિમાન અને સુશીલ શ્રીમાન્ કર્મચન્દ્ર નામે શ્રેષ્ઠી અને ધર્મપરાયણ સુશીલા નવલબાઇ દંપતી વસતા હતા. આ નવલબાઈએ વિ. સં. ૧૯૪૯ના વૈશાખ સુદ ત્રીજના (તે રૂષભદેવ પ્રભુના પારણાને પવિત્ર દિવસ) દિવસે એક પુત્રરત્નને જન્મ આપે. તે પુત્રના જન્મથી હર્ષિત થયેલા માતાપિતા અને કુટુંબવર્ગો તેનું નામ મૂલચંદ રાખ્યું. ખરેખર મૂલચંદ ભવિષ્યમાં ધર્મવૃક્ષના મૂળને પાષણ આપી પોતાના નામને સાર્થક કરનાર થશે, કારણ કે હીરાઓ પૃથ્વીના અભેદ્ય ગુપ્ત પડેમાં પાકે છે. જગતના મહાન ધર્મનેતાઓ ને તત્વજ્ઞાનીઓની જીવનકથા મેટે ભાગે ઝુંપડીથી જ અગર સાધારણ સ્થિતિમાંથી જ શરૂ થાય છે. તેવી રીતે મૂલચંદભાઈ પણ સાધારણને સામાન્ય સ્થિતિમાં જમ્યા પણ કોને ખબર હતી કે આ બાળપણમાં ખેલતા મૂલચંદભાઇ આવતી કાલના મહાપુરૂષ થઈ પોતાનું નામ ઉજાળશે. થયું પણ તેમ જ. તેમની ધર્મનીષ માતાના સુસંસ્કારની દઢ છાપ મૂલચંદભાઈ ઉપર પડી ને મૂલચંદભાઈ અનુક્રમે બીજના ચંદ્રમાની માફક દિનપ્રતિદિન વધતા પાંચ વર્ષના થયા ત્યારે નિશાળે બેસાડવામાં આવ્યા. વ્યવહારકાળ ઓછામાં ઓછી જંજાળ અને ઓછી ખટપટવાળી પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કેળવણી, ને આજની વધુ ખર્ચી, જજાળ અને અશૂન્ય અંધ અનુકરણવાળી કેળવણી કરતાં વધુ શ્રેષ્ઠ હતી તે આજે સા કોઇ સ્વીકારે છે. પ્રાચીન કેળવણીમાં માતાપિતાના સીધા સંસ્કાર બાળક ઉપર પડવાના અવકાશ હતા. પ્રાચીન કેળવણીમાં ગુરૂના સીધા ધર્મ સૌંસ્કારથી બાળક ધર્મી બનતા. પ્રાચીન કેળવણીમાં ઉત્ત્તવા, ઉજાણી અને તહેવારાથી બાળક સાહસી, શોર્યવાન અને શક્તિ - સ...પન્ન બનતે પ્રાચીન કેળવણીમાં માણુભટની, ડાશીઓની, વૃદ્ધ પુરૂષોની અને ભાટ-ચારણાની કથાથી જન્મભૂમિ પ્રત્યેના પ્રેમવાળેા, પ્રાચીનસંસ્કૃતિના રક્ષણુવાળા, અને સુશીલ ખનતા. આ રીતની તે વખતની ગ્રામ્યશાળામાં આ મહાપુરૂષે ચાગ્ય શિક્ષણ લેવા ઉપરાંત ઉપયાગી ધાર્મિક શિક્ષણ લીધું હતું. માણુસ માત્ર સંજોગને આધીન છે. જેમ એક જ જાતનું પાણી તે મેાતી રૂપ અને, ભસ્મીભૂત થાય અને બિન્દુરૂપ રહે તેમ એને એ મનુષ્ય સોગ પલટતાં અનેક પરાવર્તન પામી અણુચિ તબ્યા વિકાસ પામે છે. તેમ ઉછરતાં બાળક મૂળચ'દભાઇના માતાપિતા થાડા અંતરે મૃત્યુ પામ્યા. મૃત્યુ મનુષ્યના સુખ વખતે લખાતુ નથી કે દુઃખ વખતે ઉતાવળ કરતું નથી. તે તે તેના નિયત કાળે આવી જ રહે છે. માતાપિતાથી વિહાણા અનેેલ મૂળચ'દને માતપિતાના વિયેાગરૂપ દુઃખ કેટલું અસહ્ય હશે તે સ્હેજે કલ્પી શકાય તેમ છે, છતાં અસહ્ય દુઃખ મૂળચંદના જીવનમાં અતિસુખરૂપ પરિણમે છે. કારણકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાના વિશે તેઓની માસી દીવાળીએ મૂળચંદને ઊછેર્યો. માતાના વહાલ પછી બીજે જ નંબરે માસીને નેહ આવે છે. આથીજ લેક કહેવત “મા મરજે પણ માસી જીવજો” પ્રચાર પામી છે. માતાપિતાના વિયેગ પછી થએલ માસીને પરિચય જ મૂળચંદને આવા ઉન્નત સ્થાને પહોંચાડી શક્યા છે તે તેના જીવન ઉપરથી આપણે સમજી શકીએ છીએ. ગુરૂસંગ અને દીક્ષા માસી દીવાળીબાઈને મૂળચંદના પ્રત્યેને નેહભાવ અને ઊછેરી મૂળચંદના હૃદયમાં માતાપિતાના વિયોગ દુઃખને ભૂલવ્યું, એટલું જ નહિ પરંતુ તેને જીવનપથ પિતાને ત્યાં જેટલો ઉજજવળ બનત તેનાં કરતાં માસીને ત્યાં વધુને વધુ ઉજજવલ બન્યું. કારણ માસી દીવાળીભાઈ શ્રદ્ધાવાન ધર્મનિષ્ઠ અને પાલનપુરમાં ડાયરામાં સંવેગી ઊર્ફે વિમળગછના ઉપાશ્રયમાં મહારાગી શુદ્ધક્રિયાયેગી ઉગ્ર તપસ્વી સકળસંવેગીશિરોમણિ નિષ્કલંક ચારિત્ર ચૂડા મણિ તપાગચ્છાધીશ્વર શ્રીમદ પન્યાસ દયાવિમ જી ગણિવરના શિષ્ય દ્રિક પરિણામી સુમતિવિમળજીના ગુણાનુરાગી હે દીવાળીબાઈ સાથે હરહંમેશ ગુરૂને વંદન કરવા આવતા. ગુરૂના વધુ ને વધુ પરિચયમાં આવ્યા. આ રીતે સદ્દગુરૂસમાગમરૂપ જીવન પ્રગતિને ઉષાકાળ દીવાળીબાઈ દ્વારા મૂળચંદના જીવનમાં સહેજ સુષુપ્ત ; ધર્મ-બીજ પલવિત થયું અને રોજેરોજના : ગુરૂના સમાગમ અને ઉપદેશથી અંકુરિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ થયેલ મૂળચંદની ભાગ્યરેખા પણ ગુરૂએ જોઈ લીધી, ને જાણ્યું કે તે ચેડા વખતમાં ધર્મસ્તંભ થશે તે આશયે તેની માગણી કરી. જીવનભર ધર્મને અંગભૂત કરનાર ગુરૂની આજ્ઞાને શિરસાવંઘ માનનાર પિતાથી ન બને તેપણ પિતા દ્વારા યા પિતાની પ્રેરણાથી થનાર શાસનપ્રભાવના માટે ઉલ્લસિત રહેનાર દીવાળીબાઈ. એ તુર્ત ગુરૂવચનને સ્વીકાર કર્યો. અને જાણે તે શાસનપ્રભાવના પિતે પિતાની જોવા ન તલસતા હોય તેમ તેમની છત્રછાયામાં રાખી ગુરૂની સાનિધ્યતાથી મૂળચંદે વ્યવહારિક અભ્યાસમાં અદ્વિતીય પ્રગતિ સાધવા સાથે ધાર્મિક શિક્ષણમાં પણ ઠીક ઠીક પ્રગતિ સાધી અને જોતજોતામાં ચાર પ્રકરણ, છ કમગ્રંથ, સંગ્રહણ, ક્ષેત્રસમાસ ગ્રંથોનો સારામાં સારો અભ્યાસ કર્યો. અને સાથે ગુરૂના સંસર્ગથી જ્ઞાનપરિમલ, સંયમની મહાવતા, અને સંયમની અમૂલ્યતા સમજવા સાથે જીવનમાં સંયમરસ જા. તેટલામાં તે છતી આંખે મૂળચંદની શાસનપ્રભાવનાને જેવા ઇચ્છનાર દીવાળીબાઈ પિતાના પુત્રસમ જાણેજના જીવનમંગળના સમાચાર જાણ દેવોને પહોંચાડવાની ઉતાવળથી સ્વર્ગે સીધાવ્યાં. જન્મ અને મરણ જીવની પ્રકૃતિસમ માનવાની ચેગ્યતામાં આવી પહોંચેલા મૂળચંદને માસીનું મૃત્યુ દુઃખ કે શેકરૂપે ન લાગ્યું, પરંતુ તે મૃત્યુ તેના હૃદયમાં માણસ માત્ર મૃત્યુને આધીન છે તે તેણે શકય જીવન પંથને ઉજવળ કરવામાં કેમ પ્રમાદ કર ઘટે? તે ગુજારવથી જીવનપંથ ઉજવળ કરવાની તમન્ના ઉત્પન્ન કરનાર બન્યું અને સંયમ ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ કરવાની તત્પરતામાં વધુ ને વધુ આલંબનરૂપ થયું. જિજ્ઞાસુ મૂળચંદને હવે વધુ ને વધુ જ્ઞાન, ધ્યાન અને ક્રિયાકાંડમાં મશગૂલ દેખી તે વધુ તૈયાર થાય તે આશયે પૂ. સુમતિવિમળજીએ અમદાવાદમાં હાજા પટેલની પિળમાં સંવેગી ઊં વિમળગચ્છના ઉપાશ્રયમાં સ્થિરવાસ રહેલ [ સંસારી અવસ્થામાં વડીલ બંધુ અને મુનિ અવસ્થામાં ] લઘુ બંધુ પૂ. અમૃતવિમળજી ગણિવર પાસે મેકલ્યા. પૂ. અમૃતવિમળજી વિદ્વાન અને પ્રગતિશીલ હાઈ તેમની પાસે મૂળચંદે જેતતાનાં કમપ્રકૃતિ, પંચસંગ્રહ વિગેરે દ્રવ્યાનુયોગને અભ્યાસ સુંદર કરી લીધે, પરંતુ ભાગ્યની કોઈને થેડી જ ખબર હોય છે કે કાલે શું થશે ? પૂ. અમૃતવિમળાજી ગણિને ચેડા વખત બાદ પક્ષાઘાત થયે, આથી તેઓશ્રીએ પિતાના ગુરૂ બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પંન્યાસ દયાવિમળજી ગણિના અતિપ્રિય શિષ્ય ને પિતાના ગુરૂબંધુ સાભાગ્યવિમળજી મહારાજને ઍપ્યા, જ્યાં તેઓ ગુરૂની સરળતા, ધર્મપ્રેમ, અને શાસનધગશ દેખી વધુને વધુ સૌભાગ્યવિમળજી મહારાજ પ્રત્યે ગુરૂભક્તિવાળા થયા અને તેઓશ્રીની પાસે ૧૩ વર્ષની ઉંમરે સં. ૧૯૬૨ ના માગસર વદિ ત્રીજે પરમપાવની અનંતજ્ઞાનદર્શન અને ચારિત્રના ગુપ્ત ખજાનાને પ્રાપ્ત કરવામાં અજોડ ચાવી સમાન દીક્ષા અંગીકાર કર્યો અને તેઓશ્રીનું નામ ગુણનિષ્પન્ન મુનિ સુકિતવિમળજી રાખ્યું. અભ્યાસ બાલ્યાવસ્થામાં સાધુજીવન ગ્રહણ કરનારને સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સાથે કરતાં વધુમાં વધુ મુખ્ય સાધ્ય હાય તે તે અભ્યાસ કરવા તે છે. આ આપણા ચરિત્રનાયક પૂ. મુક્તિવિમળજીએ પણ દીક્ષા લીધા પછી અત્યંત તમન્નાથી અભ્યાસ કરવા શરૂ કર્યાં અને જોતજોતામાં તેશ્રીએ સિદ્ધહેમ, તર્કસંગ્રહુ મુક્તાવલી, પંચકાવ્ય, અભિ ધાનચિન્તામણિ, કાવ્યાનુશાસન વિગેરે જૈન અને જૈનેતર દર્શનને તુલનાત્મક દૃષ્ટિપૂર્વક હૃદયસ્પર્શી અવગાહન કર્યું, તેની સ્મરણશક્તિ કાઇ અજબ આશ્ચય ઉત્પન્ન કરે તેવી હતી. તેઓશ્રી એક કલાકમાં ૧૦૦) જો કઠસ્થ કરતા હતા. અને ૫૦) ઝ્રોTM શાર્દુલવિક્રીડિતમાં અને ૧૦૦ ક્જોશ અનુષ્ટુપૂમાં નવા સંસ્કૃતમાં બનાવતા હતા. તેમણે દીક્ષા લીધા પછી કાઈ પણ તેમને ગમે ત્યારે દેખે ત્યારે તેમના જીવનમાં અભ્યાસ, વિચાર, મનન, ગુરુસેવા અને શુદ્ધ ક્રિયાકાંડ, ગ્રંથે વાંચવા, નવા ગ્રંથા નિર્માણ કરવા–આ સિવાય કોઈ પણ પ્રવૃત્તિમાં તેમને જોડાએલ જોઈ શકતુ નહિ. તેઓશ્રી ચાવીસ કલાક દરમિયાન માંડ માંડ બે કલાક સુઈ રેતા હતા. રાત-દિવસ એજ તેમનુ જીવન હતું. તેઓના અભ્યાસી જીવનના પરિશ્રમ આજે સહુને અનુમેદનીય છે. તેમને અભ્યાસકાળમાં અભ્યાસનાં રાત્રિએ સ્વપ્નાં આવતાં. આ રીતે જોતજોતામાં સારામાં સારા વિદ્વાન્ મુનિરાજને શેલે તેવા અભ્યાસ તેમણે કરી લીધે. પંન્યાસપદ પદ્મસ્થ થવાની માણુસની ઇચ્છા થાય અને તે મેળ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ il વવા માટે અનેક ગડલાંડ કરી તે મેળવવા પ્રયત્ન કરે,. પણ તે પદ્મની કિંમત અને પૂર્વ પદસ્થાની અવહેલના કરવા ખરાબર છે. જેમ બાપને પેાતાના પુત્રની ખરી ખાત્રી થાય અને તેની ચેાગ્યતા જાણી પુત્રને માગ્યા વગર, પુત્ર ઈચ્છે કે ન ઇચ્છે તેપણ ગૃહલાર અને પેાતાના ખજાનાની ચાવી આપી જવાબદારીથી મુક્ત બની પેાતાના સુપુ ત્રની પ્રશંસા અને સુપુત્રની કાર્યવાહી દેખી હરખાય છે તેમ સુશિષ્યની ચેાગ્યતા અને સમર્થતા જાણી ગુરુ જાતે જ શિષ્ય ન ઇચ્છે છતાં પણુ પાતાની જવાખદારી શિષ્યને સાંપવા તત્પર રહે છે, અને અનેલ જવાખદાર શિષ્યની સુઘડ કાર્યવાહી દેખી અતિ આન ંદ પામે છે. ગુરૂ શિષ્યને પદપ્રદાન કરે છે ત્યારે સાથે સાથે શિષ્યની ગંભીરતા, વિશિષ્ટ જ્ઞાનપણુ, ગચ્છભારની ચેાગ્યતા, અને શાસનના સ્થંભપણાની પણ મહેારછાપ કરે છે. ગુરૂની શિષ્ય પ્રત્યેની આટલા ગુણ્ણાની ખાત્રી જ્યારે શિષ્યમાં વસે ત્યારે ગુરૂ આપે આપ પદવી આપે છે, અને તે પદવી ગુરૂ શિષ્યને આપે તેને માટે શ્રાવકે પણ ખુબ ખુબ ઝંખે છે. શ્રીમાન્ મુકિતવિમળજી મહારાજે-સ. ૧૯૬૨માં દીક્ષા લીધી અને પૂરાં ચાર વર્ષ થયાં ત્યાં તે શ્રાવકે અને ગુરૂને તેમની પ્રત્યે એટલે બધા અટલ વિશ્વાસ એસતા ગયા કે ગચ્છભાર જો આમના ઉપર નાંખવામાં આવશે યા ગચ્છના દેારણહાર તે મનશે તેા ગચ્છ કાઈ અપૂર્વ દિશાએ પ્રગતિ કરશે અને આશયે વારવાર રાજનગરના પ્રસિદ્ધ દાનવીર શ્રેષ્ઠી જમનાભાઇ ભગુભાઇ, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ શેઠ મેહનલાલ મગનલાલ, શેઠ સાકળચંદ મેહનલાલ વિગેરે વિમળગચ્છને શ્રીસંઘ તથા રાજનગરને શ્રીસંઘ પૂ. પંન્યાસશ્રી સૈભાગ્યવિમળજી મહારાજને વિનંતિ કરતું હતું, કે આપ આ મુનિશ્રી મુકિતવિમલજીને પંન્યાસપદારૂઢ કરી શાસનમાં અભિવૃદ્ધિ કરે. ગુરૂ તો આ વસ્તુ કરવા માટે તત્પર જ હતા તેમાં શ્રી સંઘને અતિ આગ્રહ થયે એટલે પુછવું જ શું? એટલે ગુરૂએ તુર્તજ શ્રીમાન્ મુક્તિવિમળને જગમાં નાંખ્યા ત્યારે તેઓશ્રીના પ્રથમ શિષ્યરત્ન વિદ્વાન મુનિશ્રી રંગવિમળને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વેગમાં સં. ૧૯૬૬માં નાંખ્યા અને અનુક્રમે દરેક સૂત્રોના ચગદ્વહન પૂરાં થયાંને શ્રીમાન્ મુક્તિવિમળાજી મહારાજને ભગવતી સૂત્રના યુગમાં નાખ્યા. તેઓશ્રીનું જ્ઞાન, નાજુક કાયા, અને તપશ્ચર્યાનું તેજ આ ત્રણેના સંગથી શ્રીમાનું સુતિવિમલજીને દેહ સૂર્ય જે પ્રજવલિત લાગતે અને ચંદ્ર જે સૌમ્ય લાગતે. ગદ્વહનની તપશ્ચર્યા, આમ જ્યાં જ્ઞાન અને પરંપરાને જીવનમાં પરિણત કરતા સાક્ષાત્ તે મુનિ જ્ઞાનદેહ સમ દીપતા, અજ્ઞાન અને મેહાંધકાર દૂર કરી પ્રકાશતા, અનુકમે યોગદ્વહન પૂર્ણ થયા પછી શ્રી રાજનગર સંઘના અતિ આગ્રહથી પૂ. પંન્યાસશ્રી સાભાગ્યવિમલજી મહારાજે વિકમ સં. ૧૯૭૦ ના કારતક વદ અગિયારસને સેમવારના શુભ મુહૂર્તે દેવશાના પાડામાં ૨૫૦૦૦)ની માનવ મેદનીની વરચે પંન્યાસપદારૂઢ કર્યા. સાથે આખા ગચ્છની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ 2૨ અને શાસનની ધુરાને ભાર અને દરવણીનું સુકાન તેઓશ્રીને ગુરૂએ સ્વહસ્તે સેપ્યું. તે સમયે શ્રી સંઘે હજારે કપડા-કામલીને વરસાદ વરસાવ્યું હતું. આવા અપૂર્વ પ્રસંગના ઉત્સવનો જનતાને હર્ષને પાર ન હોય તે રહેજે સમજી શકાય છે, કારણ કે ઉત્સવમાં શ્રેષ્ઠીવર્ય મનસુખભાઈ ભગુભાઈ, શ્રેષ્ઠીવર્ય જમનાભાઈ ભગુભાઈ તથા વિમળગછને સ્થાનિક સંઘ તથા રાજનગરને શ્રી સંઘ તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ ભાગ લીધે તે ને તે મહોત્સવ વધુ ને વધુ દીપે તે આશયે અતિધનને વ્યય કરી મહાન મહોત્સવ કર્યો હતો. આ શુભ પ્રસંગ ઉપર વીસનગર, વડનગર, ખેરાળુ, વીજાપુર, પેથાપુર, પાટણ, પાલનપુર, ઊંઝા, પાલીતાણા વિગેરે રાજનગરના ફરતા કેટલાએક ગામમાંથી સેંકડો પ્રતિષ્ઠિત આગેવાને પધાર્યા હતા. ત્યારબાદ હાજા પટેલની પિળમાં સંવેગી ઊર્ફે વિમળ ગરછના ઉપાશ્રયના આગેવાની વિનંતિથી વિમળગછની જૂનામાં જૂની ૨૦૦૦ વર્ષની ગાદી છે તે ગાદીને નમન કરવા માટે મેટા સામૈયાપૂર્વક શહેરના મુખ્ય લત્તાઓમાં ફરી. મૂળ ગાદીને નમન કરી પૂ. પંન્યાસશ્રી મુક્તિવિમળાજી મહારાજે પોતાની મધુર વાણુથી ધર્મોપદેશ આપે. ત્યારબાદ વિમળગછના શ્રી સંઘ તથા હાજા પટેલની પળમાં આવેલી નવે પિોળના આગેવાનોએ કપડા-કામલી વિગેરે વહેરાવ્યા ને કવિરત્નશિરોમણિ પુ. પંન્યાસજી મહારાજશ્રીએ તે ઉપાશ્રયને જીદ્ધાર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ માટે ઉપદેશ આપતાં તુર્તજ રૂ. ૫૦૦૦) હજારની ટીપ થઇ ને ત્યારપછી લાંબેસરમાં આવેલ વિમળગચ્છના ડેલાના વેચાણમાંથી રૂપીઆ ૧૦૦૦૦) દશ હજાર તે ઉપાશ્રયના જીદ્વારમાં આપ્યા ને તે ઉપાશ્રયને છણેદ્ધાર થયે તે ઉપાશ્રયમાં મહાન ક્રિયાયોગી પૂજ્ય પંન્યાસશ્રી ઉદ્યોતવિમળજી મહારાજને તથા પૂર્વપરંપરાથી ચાલ્યો આવેલે હસ્તલિખિત પ્રતોને અપૂર્વ ભંડાર છે. તેમાં આશરે ચાર હજાર પ્રતા છે તેનું લીસ્ટ વિ. સં. ૧૯૬૪ માં વિદ્વન્માર્તડ પૂ. પંન્યાસજીશ્રી મુક્તિવિમળજી મહારાજે કરેલું છે તેને વહિવટ વિમળગચ્છના શેઠ મેહનલાલ મગનલાલ સાબુગળાવાળા કરે છે. સાહિત્ય સમૃદ્ધિ આ મહાપુરૂષે પિતાની અલ્પ જીવનચયની અંદર વિદ્વત્તાભરેલા, વૈરાગ્ય રસથી ભરપૂર અનેક ગ્રંથ બનાવ્યા છે તેની યાદી નીચે પ્રમાણે છે – ૧ આગમ વાંચન મીમાંસા પણ ટીકા ૨ પ્રશ્નોત્તરરત્નાકર ૩ પર્યુષણુ કપમહામ્ય ૪ કલ્પસૂત્રની કલપમુકતાવલી નામની ટીકા ૫ પન્યાસશ્રી દયાવિમળાજી અષ્ટક પજ્ઞ ટીકા ૬ સંસ્કૃત ચૈત્યવંદન ચોવીશી પણ ટીકા ૭ સંભવનાથ સ્તંત્ર ટીકા ૮ ગણધરવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ २४ ૯ જ્ઞાનપંચમી કથા પદ્ય ૧૦ પેાષદશમી કથા ગદ્ય ૧૧ પાષ દશમી કથા પદ્ય ૧૨ મેરૂત્રયેદશી કથા પદ્ય ૧૩ રાહિણી પવ કથા પદ ૧૪ શ્રી ક્રયાવિમળ ચરિત્ર ગદ્ય ૧૫ શ્રી સૌભાગ્યવિમળજી ચરિત્ર :ગદ્ય ૧૬ શ્રી જ્ઞાનવિમળસૂરીશ્વરજી ચરિત્ર પદ્ય ૧૭ લધુ ચૈત્યવંદન ચાવીશી ૧૮ જૈન ગુણુસ્તાત્ર મુક્તાવલી ૧૯ શ્રી મહાવીર અષ્ટક ૨૦ શ્રી માણિભદ્ર અષ્ટક ૨૧ શ્રી સરસ્વતી અષ્ટક ૨૨ શ્રી હેમચ'દ્રસૂરિજીનું અષ્ટક ૨૩ કૃપાવિશુદ્ધિ પચ્ચીશી ૨૪ પટ્ટાવલી છેલ્લા સૈકામાં શ્રીમાન્ પન્યાસશ્રી મુક્તિજ્ઞાનસાધના અને કાય જડે તેમ નથી, કારણ કે ૧૯૭૦ માં પન્યાસપ તેર વર્ષ ગૃહસ્થાવાસ ને વર્ષની નાની યુવાથાય તેટલે અભ્યાસ સામાસિક મ્ય અને વિમળજી ગણિવર જેવી સાધના સાધનાર આપણને ખાળે વિ. સં. ૧૯૬૨ માં દીક્ષા, સં. અને સં. ૧૯૭૪ માં સ્વર્ગગમનઃ ખાર વર્ષે દીક્ષાપર્યાંય કુલ પચીશ પ્રારંભવયમાં ઘણા વષે સાધ્ય આટલી નાની વયમાં છટાદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્લેષયુક્ત ગીવણ ભાષામાં ગ્રન્થરચના અને આટલી નાની વયમાં પ્રૌઢ વૃદ્ધને છાજે તે જનતા ઉપરને પ્રભાવ તેઓની અપ્રમત્તદશા, અપૂર્વ મહત્વતા, ગાંભીયતા અને ગુણીયતાને સૂચવે છે તેઓશ્રીના એકેક ગ્રંથ, એકેક વાકય, એકેક પદ, વૈરાગ્ય, યુક્તિ અને સચોટતાના રસથી ઝરતું વાચકને જીવન પરિણત બને છે. આજના સે સાધુમાં શ્રીમાન પંન્યાસ શ્રી મુક્તિવિમળાજી મહારાજની લેખિની, વકતૃત્વશક્તિ, કવિશક્તિ અને ગ્રન્થગ્રથનશક્તિ ને જ્ઞાન તે વખતે અજોડ હતી. તેઓશ્રીએ વીશ ગ્રંથ સંસ્કૃતમાં તદુપરાંત ગુર્જર ભાષામાં પણ સ્તવને, થેયે, ચૈત્યવંદને, ગંદુંલીઓ વિગેરે અનેકવિધ સાહિત્ય સર્યું છે ને તેઓશ્રીએ શ્રીમદ્ દયાવિમળજી જૈન ગ્રંથમાળા દ્વારા એકત્રીસ ગ્રંથ પિતાને હસ્તે બહાર પાડ્યા હતા અને તેઓશ્રીની વિદ્વત્તા અને ઓજસ્વિતાઉપર તે વખતના વિદ્વાન મુનિરાજે, જેન જૈનેતર વિદ્વાને તેમજ દાનવીર અગ્રગણ્ય શ્રેષ્ઠીવર્ય જમનાબાઈ ભગુભાઈ, વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી, વિમલગ૭ને શ્રીસંઘ વિગેરે અગ્રગણ્ય શ્રાવકો મુગ્ધ બન્યા હતા. યાત્રા અને વિહારવન નદીનાં પાણી અખલિત વહેવાથી સુંદર નિર્મળાં બને છે. તેમ મુનિ પણ વિહરતાં સુંદર શેભે છે. મુનિરાજના વિહારાથી જનતામાં ધાર્મિક જ્ઞાનનો પ્રચાર, ધર્મ પ્રત્યેની તમન્ના મંદિર અને ઉપાશ્રયની વ્યવસ્થા, ધમ જનેને મુંઝવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ કુતર્કોને નિકાલ, નજીવા કારણે ઉત્પન્ન થતા મતભેદને નિરાસ, અને સાત ક્ષેત્રની સારણના માર્ગો ખુલ્લાં થાય છે. પરદેશથી આવતા પિતાને સાંભળી તેના બાળકોને જે આનંદ થાય તેથી પણ સેંકડોગણે હર્ષ મુનિના આગમનથી ભક્તજનેને થાય છે. અને તેની દ્વારા તે અનેકગણું ધર્મદ્રઢતા મેળવી શકે છે. જે ધર્મજ્ઞાન પુસ્તકથી કે બીજા સાધનથી મળે તે જ્ઞાન કરતાં મુનિના દર્શન માત્રથી સેંકડોગણું વધારે મળે છે; કારણ કે મુનિના દર્શન અને પરિચય માત્રથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઝાંખી થાય છે. તેના રહસ્ય સમજાય છે. અને તેમાં શે આહાદ છે તે અનુભવાય છે. મુનિના આગમન વખતે થનાર પૂજા અને ઉત્સથી લોકોમાં ધર્મ સંગીત પ્રત્યેનું જ્ઞાન, તેમાં લખેલ રહસ્યનું ભાન, દેવનાં દર્શન, તેમને પ્રભાવ, ધર્મ પ્રત્યેને પ્રાદુર્ભાવ થતે પ્રેમ વિગેરેથી જનતામાં ધર્મરંગ ઉત્પન્ન થાય છે. તેમજ મુનિને વિહાર કરતાં લેકભાષા, લેકસ્વભાવ, લકોની રહેણીકરણ, લેકની પરંપરા, લોકોને ધર્મ પ્રત્યેને નેહ, કુદરતની નવીનતા, જિનમંદિરની યાત્રા અને નવીન જ્ઞાનનો વધારે થાય છે. ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં તેમાં અનુભવની આવશ્યકતા રહે છે. તે અનુભવ વિહારથી મુનિરાજોને ખૂબ મળે છે. આથી આ મહાપુ રૂષે પોતાના ટૂકજીવનમાં પણ સિદ્ધાચળ, ગિરનાર, તારંગાજી, આબુ, તલાજ, ભીલડીયા, મેત્રાણા, શંખેશ્વર, રાણકપુર આદિ પંચતીથી, પાનસર, ભેયી વિગેરે અનેક તીર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ક્ષેત્રના દર્શન કરી, પિતાના આત્માને તીર્થરજથી પવિત્ર કરી, જનતાને પણ તે પવિત્રતાને લાવા આપવા અનન્ય પ્રયત્નશીલ હતા. આ તીર્થો ઉપરાંત પણ તેઓનું વિહાર ક્ષેત્ર વિસ્તીર્ણ હતું રાજનગર, વડનગર, વિસનગર, પાટણ, પેથાપુર, પાલનપુર, ઊંઝા તેમજ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, પ્રદેશોમાં વિચરી તે તે સ્થળેનું જ્ઞાન મેળવવા સાથે જનતાને લાભ આપવા ચૂક્યા નહોતા. આ મહાપુરૂષે પોતાના ટૂંક જીવનમાં પણ અનેક જીવોને બેધિબીજમાં દઢ કરનાર, નવીન સમ્યક્ત્વ પમાડનાર, અને ધર્મપ્રભાવના કરનારા છહરી પાળતા સંઘ, અણુહારી પદની પ્રાપ્તિ કરવાની ભાવના ભાવનાર મુમુક્ષુને તપથી જ્ઞાન મેળવવાની ઉત્તમ કસોટી સમા ઉપધાનતપ, જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રભાવના કરતાં ઉદ્યાપન, તેમજ પ્રતિષ્ઠાઓ અને મહત્સવે કે જે કેને ધર્મમાં વધુ દઢ કરનારાં છે તેઓને પણ કરવામાં પિતાને યથાશક્તિ ખૂબ જ ફાળે આપે છે. આ મહાપુરૂષે પિતાનું જીવન અલૌકિક જ્ઞાન સંપાદન કરવાની તમન્ના-પ્રાપ્તિ અને લોકોને તે પમાડવાની ભાવનાથી જ્ઞાનપ્રભાવના, શંકાશીલ અને હઠવતી જનેને સ્થિર બનાવી દઢ કરવાથી દર્શનપ્રભાવના તેમજ “સવિ જીવ કરૂં શાસનરસી ” ની ભાવરમણુતાથી નિર્મળ ચારિત્રની સુયોગ્ય આરાધનાથી ચારિત્રપ્રભાવનારૂપ ત્રિવેણી–સંગમ સમું બનાવ્યું હતું. આ મહાપુરૂષને દેખી પરમપૂજ્ય જંગમયુગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રધાન મહાન ક્રિોદ્ધારક મહાતીર્થશત્રુજયાડશે દ્ધારક કડવાબીજાલંકાદિકુમતમતરછેદક સૂરિચકચક્રવર્તિ શાસનસમ્રાટ જગદ્ગુરૂ તપાગચ્છાધિપતિ સકલટ્ટારકાચાર્ય શ્રીમદ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ અને મહાન પ્રભાવક અનેક સંસ્કૃતપ્રાકૃતમયાનેકગ્રંથપ્રણેતા મહાન ક્રિયે દ્ધારક સૂરિપુરંદર સકલસંગીશિરેમણિ શ્રીમદ જ્ઞાનવિમળસૂરીશ્વરજી મહારાજાને સ્મરણમાં લાવી જનતા તે વખતની વિમળગચ્છની નિમળતાનું સ્મરણ કરી આશ્ચર્ય પામતી હતી. | સ્વભાવ જૈન શાસનધૂરાને મુખ્ય વહન કરનાર મુનિવર્ગ છે. કારણ કે શાસનની પ્રભાવના અને પ્રવર્તનમાં તેમને અનન્ય ફાલે છે. તેમાં પણ બાલ્યાવસ્થાથી જેઓ સાધુવર્ગની શીતળ છાયામાં ઊછરી સાધુ જીવનને રસાસ્વાદને અનુભવ માટે ઉત્તેજીત થઈ નાની વયમાં સંયમમાર્ગને ગ્રહણ કરનાર મુનિવર્ગ અનન્ય ઉપકારક છે. આ બાલ્ય મુનિવર્ગ જેટલું જ્ઞાન, જેટલી એકાગ્રતા, જેટલી પ્રભાવના અને જેટલી ચારિત્ર ગુણેની નિર્મળતા કેળવી શાસનશોભા વધારે છે તેટલી આશા પરિપકવ ઉમરે ચારિત્ર ગ્રહણ કરનાર પાસેથી ઓછી રાખી શકાય છે. અને તે સૌ સામગ્રી આ ચરિત્રનાયક પૂજ્ય ગુરૂવર્યમાં હતી. પરમ પૂજ્ય શ્રીમાન મુકિતવિમળજી મહારાજને સ્વભાવ સેનું અને સુગંધ સમ હતું. કારણ તેમનામાં જ્ઞાન મેળવવાની તાલાવેલી અનન્ય હોવા છતાં તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવ્યક્તિને ક્રિયાશુદ્ધિથી જીવનને શુદ્ધ કરવી છતાં પરિપકવતા હતી. ગાંભીય તાને ઝળકાટ હતો. તપથી શરીરને કૃશ બનાવવા છતાં તેમાં ક્ષમાનું તેજ હતું. હરહંમેશ સદુપદેશમાં રહેવા છતાં નિઃસ્વાર્થ જીવન હતું. તેમના એક જ વાર પરિચયમાં આવેલે તેમને વિસારી ન શકે તેવું તેમનું મુખારવિંદ ઉપર તેજ હતું. અનેક ચર્ચાઓ અને માથાકૂટથી રૂઢ બનેલા આગ્રહી માણસે પણ જેના વચનમાત્રથી પેતાને ખેટે આગ્રહ છેડી સારા રસ્તે આવી જાય તેવું તેઓશ્રીમાં મિત અને પથ્ય વકતૃત્વપણું, શાસન અને ગરછના કૂટ પ્રશ્નોને પોતાની કુશાગ્ર અને હાજરજવાબી બુદ્ધિથી હિતકાર રીતે નિકાલ કરવાની તેમનામાં તાકાત હોવા છતાં સર્વપ્રિય થવાનું સોભાગ્ય હતું. પિતાના મન, વચન અને કાયાની સંપૂર્ણ શક્તિ જ્ઞાનધ્યાન, ભકિત, તપ, પરોપકાર અને શાસનસેવામાં દાખલ કરતાં જરા પણ કમીના નહોતી રાખી છતાં આવા ઉપકારક ગુણભંડાર મહાપુરૂષોને જગત બહુજ ઓછા વખત માટે લાભ મેળવી શકી છે; કારણ કે તેવા માણસો માટે ઉચ્ચતર લેક અત્યંત ઉત્કંઠિત હોઈ તેઓ ઘણા અપાયુષી હોય છે. સ્વગમન तीत्थयरागणहारी सुरवइणो चक्कीकेसवारामा । कालेन संहरिया, अवरजणाणं तु का वत्ता ? ॥ १ ॥ તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ વિગેરે સમર્થ પુરૂષને કાળે સંહય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ છે તે અન્ય પામર મનુષ્યની તે વાત જ શી ? અર્થાત્ “ નાતસ્કૃત્તિ પ્રવં મૃત્યુ: '' જન્મ્યા તેનુ' મૃત્યુ નિચે છે જ. આ વસ્તુ જીવનમાં વણાયેલ હાય તેવા માણસને મૃત્યુથી ભય કે ક્ષેાલ ન હાય તે તા સ્વાભાવિક જ છે. તે તે મૃત્યુને દરેક ક્ષણે સન્મુખ રાખી માનવ જીવનની કઈ રીતે ઉત્તમ વસુલાત થાય તેને માટે જ વધુ ને વધુ પ્રયત્નશીલ બની સમયવિ માવમાયડુ એ સૂત્રને રટણ કરી જીવનમાં ઉતારનાર હાય છે. આવા મહાપુરૂષોને તે મૃત્યુ અને જીવન મન્ને સમ કક્ષાએ હાય છે. પરંતુ જેઓના જીવનને દીવાદાંડી સમ માની સંસારસમુદ્રને પાર પામવા માટે મુસાફરી કરનાર તેમના શિષ્યવળ અને ભાવિક શ્રાવકત્ર ને તે તેઓશ્રીનું જીવંત જીવન ખૂબ જ અણુ માલ હાય છે. અને તેમાં પણ જ્યારે જગતને પેાતાના જ્ઞાનના પૂરેપૂરા લાલ આપવાના અવસરે જ મૃત્યુનેાનાદ ભક્તવને અત્યંત અસહ્ય હૈાય તે સ્વાભાવિક છે; પરંતુ કાળની ગહનગતિ આગળ કાઇનું કાંઇ ચાલી શકતું નથી. છેવટે તન અને મન ઘેાડા વખતમાં કરેલા વધુ પરિશ્રમથી ખૂબ થાકી ગયેલ હાવાથી લાંબા કાળની વિશ્રાંતિ જાણે ઝ...ખતા ન હાય તેમ તેમના ઉપર રાગે અસર કરી, અને રોગને લઈ તેમનું શરીર દિનપ્રતિદ્ઘિન ક્ષીણ થવા લાગ્યું. માંસ, રૂધિર, સૌ પૌદ્ગલિક વસ્તુ તેમનામાં આત્મિકભાવ વધુ પ્રવેશતા દેખી જાણે ઈર્ષ્યાથી પેાતાનુ સ્થાન ખાલી કરતા ન હાય તેમ સુકાવા લાગ્યાં, અને જોતજોતામાં તેમના દેહ હાડિપંજર સમખની ગયા. આથી પેાતાના વવૃદ્ધ ગુરૂવર્ય શ્રીમદ્ પન્યાસજી શ્રી સૌભાગ્યવિમલજી અને શ્રેષ્ઠીવર્યં જમનાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભગુભાઈ તથા વિમળગચ્છના શ્રીસંઘની અને રાજનગરના શ્રી સંધની તેમના તરફ અતિશય મમતા વધવા લાગી અને તેઓને જણાયું કે આ મહાપુરૂષને આપણને આવા અનન્ય લાભ આપવાના સુઅવસરની ઇર્ષ્યા કરી દિવ્યવાક પેાતે કરવા તેમને ખે'ચી લેવા માગે છે? શુ દિવ્યલેાક આપણા ઉપર આટલી ઉદારતા રાખી આ મહાપુરૂષને વધુ વાર આપણને લાભ આપવા નહિ દે ? આ વિચારે તેઓનુ' દિલ ઘેરાતાં ચિંતા ગ્રસ્ત થવા લાગ્યું. વૈદ્ય, હકીમ, ડૉકટરીના ખાહ્ય ઉપચારો મન સમાધાન માટે અનેક કરાવ્યા છતાં આયુષ્યની તૂટેલ દ્વારી કાણુ સાંધી શકવા સમર્થ છે? વૈદ્યો અને ડાકટરોને પેાતાના પ્રયત્ન આ મહાપુરૂષના નિર્મિત કાળમાં કાંઈ પણ કરી શકવા માટે અસમર્થ લાગ્યા. શરીર વધુ ક્ષીણ થયુ અને આખરે એ જર્જરિત શરીરને છેડી ક્રિય શરીરમાં તેમના અમર પૂણ્યાત્મા વિક્રમ સંવત્ ૧૯૭૪ ના ભાદરવા શુદ્ધિ ૪ ના પરમપાવન સ ́વત્સરીના દિવસે અનેક મનુષ્યને ધર્માંકરણીમાં મશગૂલ બની આત્મભાવમાં આસક્ત બનેલ દેખી આનંદ અનુભવતા ચાલ્યા ગયા ને સાથે પૂણ્ય સ્મરણુ જગત આગળ મૂકતા ગયા. આ જૈન શાસ્ત્રોમાં તમાઽહમર્ળ ન વેદિામો બ’' પદથી સમાધિમરણની ઝંખના કરવામાં આવે છે. અને જ્ઞાન, તપ, અને ક્રિયા. આ બધાના ધ્યેય સમાધિમરણની પ્રાપ્તિના હોય છે. આ આપણા ચરિત્રનાયક મહાપુરૂષ શ્રીમદ પન્યાસજી શ્રી મુક્તિવિમળજી મહારાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મૃત્યુ વખતના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ એટલા બધા પવિત્ર અને અલૌકિક અનુમોદનીય હતા કે આજે પણ જેના સંભારણાથી આનંદ અને શેક બને વિરૂદ્ધ લાગણીઓ અનુભવાય છે. આનંદ એટલા માટે કે આ મહાપુરૂષને સ્વર્ગવાસને દિન પરમપાવન પવિત્ર પર્યુંષણાધિરાજ સંવછરીને હતું કે જે દિવસે અનેક ધર્મક્રિયા અને ક્ષમાપનાથી ધર્મ વાતાવરણ ફેલાતું હતું. ક્ષેત્રમાં આ મહાપુરૂષ સ્થિત હતા તે ક્ષેત્ર અનેક ભવ્ય વક્તવર્ગોના પૌષધ, સામાયિક અને તપશ્ચર્યા પાવન સુગંધથી મહેકતું દેવીશાનાપાડામાં આવેલ શ્રી વિમળગરછને ઉપાશ્રય હતો. અને કહ્યું, રવામિ, વિગેરે પદોથી જેઓના કર્ણ દિત થતા હતા. સ્વર્ગગમન વખતની તે પૂજ્ય ગુરૂદેવની આત્મપરિણતિનું તે પૂછવું જ શું ? જે દિવસે આ મહાપુરૂષે કાલધર્મ કર્યો તે દિવસે વિદ્વાન પંચાસજી શ્રી ગુલાબવિજયજી મહારાજ બારસા સૂત્ર વાંચવા પધાર્યા હતા. બારસા સૂત્રના એકેક અક્ષરને અર્થપૂર્ણ રીતે સાંભળી આત્મજીવનમાં ઊતારતાં આનંદ અનુભવવાપર્વક ભાવશ્રેણિએ તેમનું આત્મ દ્રવ્ય વિરાજી પ્રકાશિત થતું હતું. બારસા સૂત્રની ભાવવાહી શ્રવણ, ચિંતન અને મનનપૂર્ણતા સૂચક સવમંગળના અવાજ સાથે જ આ પુણ્યાત્મા પૂજ્યગુરૂદેવે પિતાને નશ્વર દેહ છે. આથી બીજું કયું સુયોગ્ય મરણ હોઈ શકે? આખું નગર શાંત અને ગમગીન હતું. કારણ જૈનેની અગ્રગણ્યવાળા રાજનગરમાં તે સંવરછરી દિવસ નગરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉપાશ્રય તમામ જનાને પુણ્ય દિવસ મનાતે હાઇ તમામ ખટપટામુક્ત પાખી દિવસ હતા. તમામ જૈન જનતા વાર્ષિક પર્વની આરાધનમાં મશગૂલ હતી. તે દિવસે વિજળીના ચમકારાસમ આ મહાપુરૂષના મૃત્યુ-સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા અને જોતજોતામાં માનવસાગર દેવીશાના પાડાના વિમલના તરમ્ ઉલટ્યો. ઉપાશ્રયમાં પદ્માસને શ્રીમદ્ પન્યાસજી શ્રી મુક્તિવિમળજી મહારાજના દૈપિંજર ભૂત, ભાવી, અને વર્તમાનની જીવનકથા મૂક રીતે કરી રહ્યો હતા. અર્થાત્ તે દેપિંજર દેખી જનતા તેમના ભૂત, ભાવિ અને વર્તમાન ઘટના પુનઃ પુનઃ શ્વેષણા કરી તેમના ઉજ્જવલ જીવનપથને અનુમાદના કરતાં પેાતાના હીણુ ભાગ્યને રડતા હતા. પૌદ્ગલિકલાવને ત્યાગવાનું અને આત્મજ્ઞાવને વિકસાવવાના તેમના ઉપદેશને ઘડીભર ભૂલી જઈ તેમના પૌલિક દેહના વારેઘડી દર્શન કરતા છતાં અતૃપ્ત રહેતી જનતા તેમાં પણ આત્મિકભાવ માણતી હતી. હસ્તે મુખડે મરણુાય જીતી પરધામમાં વિદાય લેતા આ દેહપજર ઉપર અલૌકિક તેજસ્વિતા તરવરતી હતી, પરંતુ ઢેઢુના માલિક પવિત્ર આત્મા કાઇ અગમ્ય અગેાચર સ્થાનમાં યારનાયે વિદાય થઈ ગયે હતા. અને રાજનગરને શાકગ્રસ્ત અવસ્થામાં અને તેના ગુણુગ્રામના વનમાં મુકતા ગયા હતા. કારણ કે દૈવની દુર્ઘટના જ એવી છે કે સુકેમળ પદ્મમાં કાંટા, વિદ્વાનને ત્યાં નિધનપણું, ચંદ્રમાંમાં કલંક, તેમ અતિગુણી અને આકષ ણીય પુરૂષાનું અલ્યાયુષ, આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર વ્યાપક છે. તેમ અતિઆકર્ષણીય, ગુણવાન, વિદ્વાન મહાન પ્રભાવિક પૂ. ગુરૂદેવ પંન્યાસ શ્રી મુકિતવિમથીજી મહારાજને જીવનકાલ પણ આ વ્યાપક નિયમથી બચી શક્યું નહિં. આ મહાપુરૂષના ગયાથી તેઓશ્રીના અનન્ય પટ્ટાલંકાર વિદ્વત્ન શ્રીમદ્દ પંન્યાસશ્રી રંગવિમળાજી ગણિવર્ય તથા પંન્યાસશ્રી મહેન્દ્રવિમળ ગણિ તથા પંન્યાસશ્રી રવિવિમળજીગણિ આદિ વિમળગચ્છના વિશાળ સાધુ-સાવી સમુદાયને તેમજ આખા સકલ સંઘને અનન્ય ખેટ પડી; કારણ કે માત્ર પચીસ વર્ષની નાની ઉંમરમાં આટલું બધું કાર્ય કરી શક્યા તે જે વધુ જીવન જીવ્યા હતા તે આજે જૈન શાસન તેમ જ તેઓ શ્રીને વિમલ સમુદાય કેટલે આદર્શ દીપતે હેત ? તે મહાપુરૂષના જ્ઞાન અને શક્તિની વિદ્યમાન સ્થવિરે પ્રશંસા કરે છે, પણ નિયત કાળ થડે પલટાઈ શકે છે. સ્મશાનયાત્રા. સ્વર્ગસ્થ ગુરૂદેવના દેહપિંજરને પધરાવવા માટે દેવવિમાન તુલ્ય સુંદર પાલખી તૈયાર કરાવવામાં આવતા સ્વ. ગુરૂદેવના શરીરને તે પાલખીમાં પધરાવવામાં આવ્યું હતું. આખા શહેરમાં દરેક કેમે પાખી પાળી હતી ને ભાદરવા સુદ પાંચમના નવ વાગે પંદર હજાર માણસની મેદની વચ્ચે તેઓશ્રીની મશાન યાત્રા કાઢવામાં આવી હતી ને ગરીબોને વસ્ત્રો, અનાજ, મીઠાઈ વિગેરેનું અઢળક દાન આપતા ને “જય જય નંદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જય જય ભદા” ના પવિત્ર શબ્દોચાર સાથે શહેરના મુખ્ય લતાઓમાં ફેરવી દુધેશ્વરની મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યું ને તેમના શરીરના ચંદનને કાષ્ઠની ચિતાવડે અગ્નિદાહ કરવામાં આવ્યો. આ મહાપુરૂષના છેલ્લા દર્શન માટે આખું શહેર ઉલટયું હતું ને તે વખતનું દ્રશ્ય એટલું બધું દુઃખજનક હતું પણ તે લખવા બેસે તે લખી શકે જ નહીં. આ પ્રમાણે પૂ. ગુરૂદેવ જગત ઉપરથી પિતાનું અસ્તિત્વ ને પોતાની જીવનલીલા સદાને માટે સંકેલી ચાલ્યા ગયા. શાંતિનિમિત્તે મહેસવ સ્વર્ગસ્થ પંન્યાસ મુકિતવિમળજી મહારાજની પાછળ શાંતિ નિમિત્તે મહાન મહોત્સવ કર્યો હતે તે પ્રસંગે મેરૂપર્વત, ત્રિગડું, ગઢ, સમવસરણ અને કિંમતી છેડોની સુંદર રચના કરવામાં આવી હતી. દરરોજ નવી નવી પૂજામાં સુંદર રાગરાગણ માં ભણાવવામાં આવી હતી. અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવામાં આવ્યું હતું ને દરરોજ પ્રભાવના થતી હતી. ને સ્વર્ગસ્થ ગુરૂદેવની સ્વર્ગગમનની તીથીએ પૂજા ભણાવાય તે આશયે કાયમને માટે શ્રેષ્ઠીવર્ય જમનાભાઈ ભગુભાઈ તરફથી બંદોબસ્ત થતાં તે હજુ સુધી ચાલુ જ છે. સ્મારક સ્વર્ગસ્થ ગુરૂદેવના ગુણાનુરાગીવર્ગે દર્શનાર્થે હાજા પટેલની પળમાં લાંબેસરમાં વિમળગચ્છના દેરાસરમાં તેઓશ્રીના પગલા કરાવીને સ્થાપન કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્વ. ગુરૂદેવની યાદગીરી માટે હાજા પટેલની પેાળમાં રામજી મંદિરની પેાળમાં શેઠ જમનાભાઈ ભગુભાઇસ્થાપિત શ્રીમદ્ પન્યાસ શ્રી મુકિતવિમળજી જૈન પાઠશાળા હાલ ચાલુ છે તેમાં ૧૦૦) છેકરાઓ લાભ લે છે. સ્વ. ગુરૂદેવની યાદગીરી માટે હાજા પટેલની પેાળમાં વિસાશ્રીમાલીની વાડીના મેડા ઉપર શ્રીમદ્ સુવિમળજી જૈન શ્રાવિકાશાળા કેટલાક ભાઇઓ તરફથી ચાલુ છે તેમાં દેઢસા અેના સાધ્વીજી મહારાજાએ લાભ લઇ રહ્યા છે. આ પાઠશાળા રાજનગરમાં પહેલે નબર છે. પૂ. ગુરૂદેવ શ્રીમદ્ પન્યાસ શ્રી મુક્તિવિમળજી મહારાજના સ્મરણાર્થે તેઓશ્રીના વિદ્વાન્ શિષ્યરત્ન પન્યાસ શ્રી ર’વિમળજી ણિવર્ય શ્રીમદ્ મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળા શરૂ કરી છે ને તે ગ્રંથમાલાદ્વારા સાહિત્યપ્રકાશન થઈ રહેલ છે. અન્તે આ મહાપુરૂષના અનન્ય ઉપકાર અને પ્રેમથી ઋણી થયેલ જનતા તેઓશ્રીના માર્ગને પોતાના જીવનપથમાં ઊતારે તેટલે અંશે તે તેઓશ્રીના બદલા વાળી શકયા છે તેમ મનાય. શાન્તિઃ ! ! સમાસ 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ alchbllo bilersic やねたば Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com