________________
૧૩
કુરને માર્ગદર્શક સમાન છે, માટે મહાપુરૂષોના જીવને વધુ ને વધુ આદરણીય છે.
આવી આવી ઘણી વિશિષ્ટતાઓ અમારા પરમપૂજ્ય તારક સકલસિદ્ધાંતવાચસ્પતિ અને કસંસ્કૃતગ્રંથપ્રણેતા બાલબ્રહ્મચારી તપાગચ્છાલંકાર ગુરૂદેવ શ્રીમદ્ પંન્યાસપ્રવર શ્રીમુક્તિવિમલજી ગણિવરમાં હતી. પચ્ચીસ વર્ષ જેટલા યુવા પ્રવેશ કાળમાં થેકબંધ સાહિત્યરચના, સેંકડે વર્ષના મનન પછી અન્યને પ્રાપ્ત થાય તેવી નિરીક્ષણતા, મમત્વભાવથી પર રહી સર્વ જીવનું કલ્યાણ કરવાની જગત મૈત્રીની ભાવના, દેવસમાન ગુરૂના પૂજનથી ઝળહળતે વિનયભાવ, નિરાભિમાની અને મળરહિત થઈ મુક્તિને પામવાની યશગાથાને મૂર્તિમંત કરનાર નામ સરખા ગુણને ધારણ કરનાર એ પરમતારક ગુરૂદેવ હતા.
જન્મસ્થાન જૈન સમાજની અત્યંત જાહોજલાલીવાળું અને અપૂર્વ ભક્તિભાવ દર્શાવનારૂં પ્રહૂલાદન રાજાનું વસાવેલું અનેક ગગનચુંબી દેવાલોથી સુશોભિત, અનેક પ્રતિષ્ઠિત ગૃહસ્થોથી ભરપૂર એવું પાલનપુર નગર છે. તેમાં અગીયાર દેરાસર. ડાયરામાં સંવેગી ઊર્ફ વિમળગછ ગચ્છને અઢીસે વર્ષ જૂને ઉપાશ્રય, ને તે ઉપાશ્રયમાં જ પ્રાચીન ભંડાર છે. તેને વહીવટ શેઠ પુનમચંદ રવચંદ મંગળજી કરે છે. ને એક તપગચ્છને ઉપાશ્રય તેને વહીવટ ગાંધી ભુરાભાઈ ચેલજીભાઈ કરે છે. ત્રણ ધર્મશાળા, એક કન્યાશાળા ને એક ભંડાર જૈનશાળામાં છે, તે પાલનપુરના નજીક એક ગામમાં આ ચારિત્રનાયક મહાપુરૂષનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com