________________
૨૭
ક્ષેત્રના દર્શન કરી, પિતાના આત્માને તીર્થરજથી પવિત્ર કરી, જનતાને પણ તે પવિત્રતાને લાવા આપવા અનન્ય પ્રયત્નશીલ હતા. આ તીર્થો ઉપરાંત પણ તેઓનું વિહાર ક્ષેત્ર વિસ્તીર્ણ હતું
રાજનગર, વડનગર, વિસનગર, પાટણ, પેથાપુર, પાલનપુર, ઊંઝા તેમજ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, પ્રદેશોમાં વિચરી તે તે સ્થળેનું જ્ઞાન મેળવવા સાથે જનતાને લાભ આપવા ચૂક્યા નહોતા.
આ મહાપુરૂષે પોતાના ટૂંક જીવનમાં પણ અનેક જીવોને બેધિબીજમાં દઢ કરનાર, નવીન સમ્યક્ત્વ પમાડનાર, અને ધર્મપ્રભાવના કરનારા છહરી પાળતા સંઘ, અણુહારી પદની પ્રાપ્તિ કરવાની ભાવના ભાવનાર મુમુક્ષુને તપથી જ્ઞાન મેળવવાની ઉત્તમ કસોટી સમા ઉપધાનતપ, જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રભાવના કરતાં ઉદ્યાપન, તેમજ પ્રતિષ્ઠાઓ અને મહત્સવે કે જે કેને ધર્મમાં વધુ દઢ કરનારાં છે તેઓને પણ કરવામાં પિતાને યથાશક્તિ ખૂબ જ ફાળે આપે છે.
આ મહાપુરૂષે પિતાનું જીવન અલૌકિક જ્ઞાન સંપાદન કરવાની તમન્ના-પ્રાપ્તિ અને લોકોને તે પમાડવાની ભાવનાથી જ્ઞાનપ્રભાવના, શંકાશીલ અને હઠવતી જનેને સ્થિર બનાવી દઢ કરવાથી દર્શનપ્રભાવના તેમજ “સવિ જીવ કરૂં શાસનરસી ” ની ભાવરમણુતાથી નિર્મળ ચારિત્રની સુયોગ્ય આરાધનાથી ચારિત્રપ્રભાવનારૂપ ત્રિવેણી–સંગમ સમું બનાવ્યું હતું. આ મહાપુરૂષને દેખી પરમપૂજ્ય જંગમયુગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com