________________
૨૫
શ્લેષયુક્ત ગીવણ ભાષામાં ગ્રન્થરચના અને આટલી નાની વયમાં પ્રૌઢ વૃદ્ધને છાજે તે જનતા ઉપરને પ્રભાવ તેઓની અપ્રમત્તદશા, અપૂર્વ મહત્વતા, ગાંભીયતા અને ગુણીયતાને સૂચવે છે તેઓશ્રીના એકેક ગ્રંથ, એકેક વાકય, એકેક પદ, વૈરાગ્ય, યુક્તિ અને સચોટતાના રસથી ઝરતું વાચકને જીવન પરિણત બને છે. આજના સે સાધુમાં શ્રીમાન પંન્યાસ શ્રી મુક્તિવિમળાજી મહારાજની લેખિની, વકતૃત્વશક્તિ, કવિશક્તિ અને ગ્રન્થગ્રથનશક્તિ ને જ્ઞાન તે વખતે અજોડ હતી. તેઓશ્રીએ વીશ ગ્રંથ સંસ્કૃતમાં તદુપરાંત ગુર્જર ભાષામાં પણ સ્તવને, થેયે, ચૈત્યવંદને, ગંદુંલીઓ વિગેરે અનેકવિધ સાહિત્ય સર્યું છે ને તેઓશ્રીએ શ્રીમદ્ દયાવિમળજી જૈન ગ્રંથમાળા દ્વારા એકત્રીસ ગ્રંથ પિતાને હસ્તે બહાર પાડ્યા હતા અને તેઓશ્રીની વિદ્વત્તા અને ઓજસ્વિતાઉપર તે વખતના વિદ્વાન મુનિરાજે, જેન જૈનેતર વિદ્વાને તેમજ દાનવીર અગ્રગણ્ય શ્રેષ્ઠીવર્ય જમનાબાઈ ભગુભાઈ, વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી, વિમલગ૭ને શ્રીસંઘ વિગેરે અગ્રગણ્ય શ્રાવકો મુગ્ધ બન્યા હતા.
યાત્રા અને વિહારવન નદીનાં પાણી અખલિત વહેવાથી સુંદર નિર્મળાં બને છે. તેમ મુનિ પણ વિહરતાં સુંદર શેભે છે. મુનિરાજના વિહારાથી જનતામાં ધાર્મિક જ્ઞાનનો પ્રચાર, ધર્મ પ્રત્યેની તમન્ના મંદિર અને ઉપાશ્રયની વ્યવસ્થા, ધમ જનેને મુંઝવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com