________________
૧૫
કેળવણી, ને આજની વધુ ખર્ચી, જજાળ અને અશૂન્ય અંધ અનુકરણવાળી કેળવણી કરતાં વધુ શ્રેષ્ઠ હતી તે આજે સા કોઇ સ્વીકારે છે. પ્રાચીન કેળવણીમાં માતાપિતાના સીધા સંસ્કાર બાળક ઉપર પડવાના અવકાશ હતા. પ્રાચીન કેળવણીમાં ગુરૂના સીધા ધર્મ સૌંસ્કારથી બાળક ધર્મી બનતા. પ્રાચીન કેળવણીમાં ઉત્ત્તવા, ઉજાણી અને તહેવારાથી બાળક સાહસી, શોર્યવાન અને શક્તિ - સ...પન્ન બનતે પ્રાચીન કેળવણીમાં માણુભટની, ડાશીઓની, વૃદ્ધ પુરૂષોની અને ભાટ-ચારણાની કથાથી જન્મભૂમિ પ્રત્યેના પ્રેમવાળેા, પ્રાચીનસંસ્કૃતિના રક્ષણુવાળા, અને સુશીલ ખનતા. આ રીતની તે વખતની ગ્રામ્યશાળામાં આ મહાપુરૂષે ચાગ્ય શિક્ષણ લેવા ઉપરાંત ઉપયાગી ધાર્મિક શિક્ષણ લીધું હતું.
માણુસ માત્ર સંજોગને આધીન છે. જેમ એક જ જાતનું પાણી તે મેાતી રૂપ અને, ભસ્મીભૂત થાય અને બિન્દુરૂપ રહે તેમ એને એ મનુષ્ય સોગ પલટતાં અનેક પરાવર્તન પામી અણુચિ તબ્યા વિકાસ પામે છે. તેમ ઉછરતાં બાળક મૂળચ'દભાઇના માતાપિતા થાડા અંતરે મૃત્યુ પામ્યા. મૃત્યુ મનુષ્યના સુખ વખતે લખાતુ નથી કે દુઃખ વખતે ઉતાવળ કરતું નથી. તે તે તેના નિયત કાળે આવી જ રહે છે. માતાપિતાથી વિહાણા અનેેલ મૂળચ'દને માતપિતાના વિયેાગરૂપ દુઃખ કેટલું અસહ્ય હશે તે સ્હેજે કલ્પી શકાય તેમ છે, છતાં અસહ્ય દુઃખ મૂળચંદના જીવનમાં અતિસુખરૂપ પરિણમે છે. કારણકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com