________________
૩૫
જય જય ભદા” ના પવિત્ર શબ્દોચાર સાથે શહેરના મુખ્ય લતાઓમાં ફેરવી દુધેશ્વરની મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યું ને તેમના શરીરના ચંદનને કાષ્ઠની ચિતાવડે અગ્નિદાહ કરવામાં આવ્યો. આ મહાપુરૂષના છેલ્લા દર્શન માટે આખું શહેર ઉલટયું હતું ને તે વખતનું દ્રશ્ય એટલું બધું દુઃખજનક હતું પણ તે લખવા બેસે તે લખી શકે જ નહીં. આ પ્રમાણે પૂ. ગુરૂદેવ જગત ઉપરથી પિતાનું અસ્તિત્વ ને પોતાની જીવનલીલા સદાને માટે સંકેલી ચાલ્યા ગયા.
શાંતિનિમિત્તે મહેસવ સ્વર્ગસ્થ પંન્યાસ મુકિતવિમળજી મહારાજની પાછળ શાંતિ નિમિત્તે મહાન મહોત્સવ કર્યો હતે તે પ્રસંગે મેરૂપર્વત, ત્રિગડું, ગઢ, સમવસરણ અને કિંમતી છેડોની સુંદર રચના કરવામાં આવી હતી. દરરોજ નવી નવી પૂજામાં સુંદર રાગરાગણ માં ભણાવવામાં આવી હતી. અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવામાં આવ્યું હતું ને દરરોજ પ્રભાવના થતી હતી. ને સ્વર્ગસ્થ ગુરૂદેવની સ્વર્ગગમનની તીથીએ પૂજા ભણાવાય તે આશયે કાયમને માટે શ્રેષ્ઠીવર્ય જમનાભાઈ ભગુભાઈ તરફથી બંદોબસ્ત થતાં તે હજુ સુધી ચાલુ જ છે.
સ્મારક સ્વર્ગસ્થ ગુરૂદેવના ગુણાનુરાગીવર્ગે દર્શનાર્થે હાજા પટેલની પળમાં લાંબેસરમાં વિમળગચ્છના દેરાસરમાં તેઓશ્રીના પગલા કરાવીને સ્થાપન કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com