Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
પૂર્ણ કરી એવી રીતે અદશ્ય થઈ જાય છે કે જેના નામને પણ જગત ભૂલી જાય છે. આ જગતમાં આવા માન કેટલા થયા? ક્યાં થયાં ? ક્યારે થયા? ક્યારે મર્યા? તેની થેડી જ કેઈ નેંધ લે છે, કે તેની જરૂરિયાત ગણે છે.
પરંતુ જેઓના જીવનમાં કોઈ પણ લક્ષ ખેંચે એવી વિશિષ્ટતાઓ હોય અને જેને લઈને તેની પાછળ રહેલ જનતા જેને ક્ષણે ક્ષણે યાદ કરતી હોય તેઓનું જગતું ઋણી છે. આવી રીતે જેઓના નામ સ્મરણ કીર્તન અને સ્તવન દ્વારા પોતાના જીવનને સાફલ્ય કરવા જેટલા પ્રમાણમાં તે મહાપુરૂષની અણુમેલતા આંકી શકાય છે.
આવી અણમેલ વ્યક્તિઓનું જીવન ભવસાગરમાં દીવાદાંડી સમાન છે. સમુદ્રમાં અટવાએલ માણસ ચારે બાજુ નીર જોઈ મુંઝાઈ દુઃખી થઈ તેને અકાળે અંત ન આવે તે આશયે સમુદ્રમાં દીવાદાંડી રાખવામાં આવે છે. અને જેને લઈ ભયંકર સાગરમાં પણ આશાચિહ્ન દીવાદાંડી અનેકના આશ્રયરૂપ બને છે તેવી રીતે આ મહાપુરૂષની જીવનદાંડી અનેક જાતની દુનિયાની આધિ-વ્યાધિ અને ઉપાધિથી અટવાએલ જીવનવહાણને ભવસાગરમાં આશાના ચિહ્નરૂપ રહે છે. અને જેને સાધ્ય રાખી જીવનવહાણ પાર પામી શકે છે. મહાપુરૂષોના જીવનમાંથી લગ્નાશ બનેલ માણસ વધુ ઉત્સાહી બને છે. વૃદ્ધવાદી જેવા મહાપુરૂષોના જીવનથી અજ્ઞાની માણસ જ્ઞાન મેળવવા માટે વધુ ને વધુ કટિબદ્ધ બને છે. આ રીતે મહાપુરૂષોના આદર્શો, રહેણીકહેણુરૂપ જીવન ઘટના અજ્ઞાન મુસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com