________________
પક
પ્રતિદિનક્રિયાવસ્તક “ચંડલ” તારગાથા ૪૪૧-૪૪૨
વળી આ મળાદિ વોસિરાવવાનાં ૧૨ સ્થાનોને જો સાધુએ દિવસે જોયાં ન હોય અને રાત્રે મળાદિની શંકા થવાથી ત્યાં જઈને મળાદિ વોસિરાવે તો ત્યાં જીવોની હિંસા થવાનો સંભવ રહે. આથી સાધુ જીવોની રક્ષા અર્થે આ ૧૨ સ્થાનોને ચોથા પ્રહરના અવશેષ ભાગમાં જોઈ રાખે.
વળી આસન્ન-મધ્ય-દૂર એમ ત્રણ-ત્રણ સ્થાનો જોવાનું પ્રયોજન એ છે કે રાત્રે મળાદિ વોસિરાવવા જતી વખતે દિવસે જોયેલાં પણ ત્રણ-ત્રણ સ્થાનોમાંથી કોઈ એકાદ સ્થાને રાત્રિમાં ગમનાદિની ચેષ્ટાથી જીવ હોય તેવું જણાય તો સાધુ તે તે સ્થાનોનું વર્જન કરીને દિવસે જોયેલા અન્ય-અન્ય સ્થાને મળાદિ વોસિરાવી શકે.
વળી, માત્રુ આદિ રોકી શકાય તેમ ન હોય અને રાત્રે બહાર જવામાં સંયમનું કે પ્રાણનું જોખમ હોય, તેને આગાઢ કારણ કહેવાય, અને તેવા આગાઢ કારણે વસતિની અંદર જોયેલાં છ સ્થાનોમાં જ સાધુ માત્રુ આદિ વોસિરાવે છે, અને તેવું આગાઢ કારણ ન હોય તો વસતિની બહાર જોયેલાં છ સ્થાનોમાં સાધુ માત્રુ આદિ વોસિરાવે છે.
આમ તો “અતિસહનશીલ' કે “અનતિસહનશીલ' વિશેષણવાળા સાધુ હોય છે, ભૂમિ નહિ; છતાં જે ભૂમિમાં અતિસહનશીલ સાધુઓ મળાદિના ત્યાગ માટે જતા હોય તે ભૂમિને ઉપચારથી “અતિસહનશીલ શુદ્ધભૂમિ” કહેવાય, અને જે ભૂમિમાં અનતિસહનશીલ સાધુઓ મળાદિના ત્યાગ માટે જતા હોય તે ભૂમિને ઉપચારથી “અનતિસહનશીલ શુદ્ધભૂમિ” કહેવાય. આથી પ્રસ્તુતમાં અતિસહનશીલ સાધુને જવા માટેની ભૂમિને અતિસહનશીલ ભૂમિ, અને અનતિસહનશીલ સાધુને જવા માટેની ભૂમિને અનતિસહનશીલ ભૂમિ કહેલ છે. ૪૪૧
ગાથા :
एमेव य पासवणे बारस चउवीसयं तु पेहित्ता ।
कालस्स य तिन्नि भवे अह सूरो अस्थमुवयाई ॥४४२॥ અન્વચાઈ:
gવ =અને આ પ્રમાણે જ=જે પ્રમાણે પૂર્વગાથામાં ઉચ્ચાર-પ્રશ્રવણવિષયક બાર ભૂમિઓ બતાવી, એ પ્રમાણે જ, પાસવ=પ્રશ્રવણવિષયક વારસ=બાર (ભૂમિઓ) થાય છે, વડવીયં તુ હિત્તા=(આ રીતે) વળી ચતુર્વિશતિને ચોવીસ ભૂમિઓને, પ્રત્યુપક્ષીને =અને કાળની સિગ્નિ મ ત્રણ હોય છે= ત્રણ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ કરવાની હોય છે. અહિંએ વખતે સૂરો સૂર્ય સ્થિકુવા–અસ્તને પામે છે. ગાથાર્થ:
જે પ્રમાણે પૂર્વગાથામાં ઉચ્ચાર-પ્રશ્રવણવિષયક બાર ભૂમિઓ બતાવી એ પ્રમાણે જ પ્રશ્રવણ વિષયક બાર ભૂમિઓ થાય છે. વળી આ રીતે ચોવીસ ભૂમિઓને પ્રત્યુપેક્ષીને કાળની ત્રણ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ કરવાની હોય છે, એ વખતે સૂર્ય અસ્ત પામે છે. ટીકાઃ
एवमेव च प्रश्रवण इति प्रश्रवणविषया द्वादश, इत्थं चतुर्विंशतिं तु प्रत्युपेक्ष्य भुवां इति गम्यते, कालस्य च तिस्रो भवन्ति प्रत्युपेक्षणीयाः, अथ अत्रान्तरे सूर्यः अस्तमुपयातीति गाथार्थः ॥४४२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org