Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 277
________________ ૨૫૮ પ્રતિદિનક્રિયાવસ્તક 'રિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૦૦૨ ગાથા : परमरहस्समिसीणं समत्तगणिपिडगहत्थसाराणं । परिणामिअं पमाणं निच्छयमवलंबमाणाणं ॥६०२॥ અન્વયાર્થ: સમાપિસ્થીરUિાં સમસ્ત ગણિપિટકનો–સંપૂર્ણ દ્વાદશાંગીનો, અભ્યસ્ત છે સાર જેમને એવા vi=ઋષિઓનું (આ) પરમહ પરમ રહસ્ય છે. (તે રહસ્ય બતાવે છે–) નિચ્છયમવર્તવમાdi= નિશ્ચયને અવલંબતા એવાઓને=નિશ્ચયનયનું આશ્રયણ કરતા એવા ઋષિઓને, પરિમિયં પરિણામિક (ભાવ) પમાdi=પ્રમાણ છે. ગાથા: અભ્યસ્ત છે સંપૂર્ણ દ્વાદશાંગીનો સાર જેમને એવા ત્રાષિઓનું આ પરમ રહસ્ય છે. તે રહસ્ય જ બતાવે છે – નિશ્ચયનયનું આશ્રયણ કરતા એવા ત્રષિઓને પરિણામિક ભાવ પ્રમાણ છે. ટીકા : ____परमरहस्यं धर्मगुह्यं ऋषीणामेतत् समस्तगणिपिटकाभ्यस्तसाराणां विदितागमतत्त्वानामित्यर्थः, यदुतपारिणामिकं प्रमाणं धर्ममार्गे निश्चयमवलम्बमानानां, शेषं व्यभिचारीति गाथार्थः ॥६०२॥ ટીકાર્ય : સમસ્ત ગણિપિટકના અભ્યસ્ત સારવાળા=જાણેલ છે આગમોનું તત્ત્વ જેમણે એવા, ઋષિઓનું આ પરમ રહસ્ય છે ધર્મનું ગુહ્ય છે. તે પરમ રહસ્ય થવુતથી બતાવે છે–નિશ્ચયને અવલંબતા એવાઓને નિશ્ચયનયનું આશ્રયણ કરતા એવા ઋષિઓને, ધર્મના માર્ગમાં પારિણામિક પોતાના આત્મામાં વર્તતો વિશુદ્ધભાવ, પ્રમાણ છે. શેષ વ્યભિચારી છે=મોક્ષને અનુકૂળ પરિણામથી શેષ એવું સર્વ આચરણ ફળ પ્રત્યે વ્યભિચારી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયેલા અને સંવેગવાળા સાધુઓ ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વી હોય, અને ચૌદપૂર્વ ભણવાની શક્તિના અભાવમાં ન્યૂન પણ ભણેલ હોય, છતાં સંવિગ્ન સાધુઓએ દ્વાદશાંગીનો સાર અભ્યસ્ત કરેલ હોય છે, આથી તેઓ આગમનું પારમાર્થિક તત્ત્વ જાણતા હોય છે. આવા ઋષિઓને પરમાર્થથી ધર્મનો બોધ હોય છે. તે પરમાર્થ શું છે? તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે – આવા ઋષિઓની વ્યવહારનયની પ્રવૃત્તિ પણ નિશ્ચયસાપેક્ષ હોય છે; કેમ કે તેઓ જાણતા હોય છે કે ભગવાનના વચન અનુસાર બાહ્ય ક્રિયાઓ કરવા છતાં પણ ધર્મની નિષ્પત્તિ જીવના પરિણામ પ્રમાણે જ થાય છે, માટે પરિણામને પ્રધાન કરીને ઉચિત ક્રિયાઓ કરવાથી લાભ થાય છે. આથી આવા ઋષિઓ દરેક અનુષ્ઠાનમાં નિશ્ચયનયનું અવલંબન લેવા દ્વારા પોતાના પરિણામને પ્રમાણ માને છે; કેમ કે બાહ્ય આચરણા ફળ પ્રત્યે વ્યભિચારી છે, અને અંતઃપરિણામપૂર્વકની બાહ્ય આચરણામાં કદાચ ત્રુટિ હોય, તોપણ અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ કથનનો ગાથા ૧૯૯થી ગાથા ૬૦૧ના પૂર્વાર્ધના કથન સાથે આ રીતે સંબંધ છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322