Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬ પ્રતિદિનક્રિયાવસ્તક ‘મરિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૦ અવતરણિકાઃ अत्रैवोपचयमाह - અવતરણિકાર્ય : ગાથા ૬૦૪માં શુદ્ધ પરિણામ કરવાની વિધિ બતાવી, અને ગાથા ૬૦૫-૬૦૬માં તે શુદ્ધ પરિણામ કરવાની વિધિનું જ અન્વય અને વ્યતિરેક દ્વારા સમર્થન કર્યું. હવે અહીં જ=ગાથા ૬૦૬માં શુદ્ધ પરિણામ કરવાની વિધિનું વ્યતિરેકથી સમર્થન કર્યું એમાં જ, ઉપચયને કહે છે અર્થાત્ અશુદ્ધ પરિણામને સ્પષ્ટ કરનાર વિશેષ યુક્તિ બતાવે છે – ગાથા : मोत्तूणुक्कडदोसं साहम्माभावओ न हि कयाइ । हवइ अतत्ते तत्तं इइ परिणामो पसिद्धमिणं ॥६०७॥ અન્વયાર્થ : (અતત્ત્વ અને તત્ત્વના વિષયમાં) સામાવોસાધર્યનો અભાવ હોવાને કારણે ૩hડવોર્સ મોજૂUT=ઉત્કટદોષવાળાને મૂકીને મતત્તે તત્ત=અતત્ત્વમાં “તત્ત્વ છે', રૂફ પરિણામો એ પ્રકારનો પરિણામ યાડું ક્યારેય ર દિ દવડું નથી જ થતો. રૂપ સિદ્ધ આ પ્રસિદ્ધ છે. ગાથાર્થ : અતત્ત્વ અને તત્વના વિષયમાં સાધચ્ચેનો અભાવ હોવાને કારણે ઉત્કટદોષવાળા જીવને મૂકીને અતત્વમાં “તત્ત્વ છે,” એ પ્રકારનો પરિણામ ક્યારેય નથી જ થતો. આ પ્રસિદ્ધ છે. ટીકાઃ ___ मुक्त्वोत्कटदोषं प्राणिनं साधाभावात् कारणात् न हि कदाचित्, किमित्याह - भवत्यतत्त्वे तत्त्वम् इति एवम्भूतः परिणामः, प्रसिद्धमिदं लोक इति गाथार्थः ॥६०७॥ ટીકાર્ય : સાધર્મનો અભાવ હોવાને કારણે અતત્ત્વ અને તત્ત્વમાં સરખાપણાનો અભાવ હોવાને કારણે, ઉત્કટદોષવાળા પ્રાણીને મૂકીને ક્યારેય નથી જ થતો. શું ક્યારેય નથી જ થતો? એથી કહે છે – અતત્ત્વમાં ‘તત્ત્વ છે,” એવા પ્રકારનો પરિણામ, ક્યારેય નથી જ થતો, એમ અન્વય છે. લોકમાં આ પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધતૂરો વગેરે ખાવાને કારણે બુદ્ધિવિપર્યાસરૂપ ઉત્કટદોષ વર્તતો હોય ત્યારે જ માનસ વિકારથી અતત્ત્વભૂત પથ્થરમાં સુવર્ણનો પરિણામ થાય છે, પરંતુ બુદ્ધિવિપર્યાસરૂપ ઉત્કટદોષ વગરના જીવને અતત્ત્વભૂત પથ્થરમાં તત્ત્વભૂત સુવર્ણનો પરિણામ ક્યારેય થતો નથી; કેમ કે પથ્થર અને સુવર્ણમાં સાધર્મ્યુનો અભાવ છે. તેની જેમ અતત્ત્વ અને તત્ત્વમાં સાધર્યનો અભાવ છે, માટે ઉત્કટ દોષ વગર અતત્ત્વમાં તત્ત્વનો પરિણામ થતો નથી. આ વાત લોકમાં પ્રસિદ્ધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322