Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 281
________________ ૨૨ પ્રતિદિનક્રિયાવસ્તુકામારિ થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૪ ટીકા? ___ एष पुनः परिणामो रागादिभिरबाधितः सन् विषयसंप्रवृत्तश्च नाऽविषयगामी, सूक्ष्मानाभोगात् सकाशादीषद्विकलोऽपि विषयान्यथात्वादिना शुद्ध इति गाथार्थः ॥६०४॥ * “વિષપાનાથ ત્વહિનામાં ' પદથી સૂક્ષ્મ અવિષયગામિત્વનું ગ્રહણ છે. ટીકાર્ય વળી આ પરિણામ રાગાદિ વડે અબાધિત છતો અને વિષયમાં સંપ્રવૃત્ત અવિષયમાં નહીં જનાર, સૂક્ષ્મવિષયક અનાભોગથી વિષયનું અન્યથાપણું આદિ દ્વારા ઈષદ્ વિકલ પણ થોડો ખામીવાળો પણ, શુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પરલોકના માર્ગમાં સુંદર પરિણામ કરવા માટે બે વસ્તુ અપેક્ષિત છે, અને ત્રીજો વિકલ્પ યંતવ્ય છે. (૧) પરિણામ રાગાદિથી અબાધિત હોવો જોઈએ અને (૨) વિષયમાં સંપ્રવૃત્ત હોવો જોઈએ. (૩) આવો પરિણામ સૂક્ષ્મ અનાભોગને કારણે વિષયનું અન્યથા– આદિ દ્વારા થોડો વિકલ હોય તો પણ શુદ્ધ છે. (૧) કોઈક સાધક તત્ત્વને જાણવા માટે માર્ગાનુસારી ઊહાપોહ કરતા હોય કે શાસ્ત્રનું અધ્યયન કરતા હોય, તે વખતે તેનો પરિણામ ભગવાનના વચનથી વિપરીત એવી સ્વરુચિરૂપ રાગવાળો ન હોય કે પોતાની માન્યતાથી વિપરીત માન્યતા પ્રત્યે દ્વેષવાળો ન હોય, પરંતુ તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળો હોય, તો તેનો તે તત્ત્વ જાણવાનો પરિણામ રાગાદિથી અબાધિત છે. (૨) વળી, તે તત્ત્વ જાણવાનો પ્રયત્ન સર્વજ્ઞના વચન અનુસાર યોગમાર્ગ વિષયક હોય તો તે વિષયસંપ્રવૃત્ત છે. જેમ કોઈ મહાત્મા યોગમાર્ગને જાણવા માટે સ્વપ્રજ્ઞા અનુસાર યોગમાર્ગનો બોધ થાય તે રીતે શાસ્ત્રાધ્યયન કરે તો તે મહાત્માનો ઉપયોગ વિષયમાં સંપ્રવૃત્ત છે, પરંતુ તે ઉપયોગ અવિષયગામી હોવો જોઈએ નહીં અર્થાત્ યોગગ્રંથનું અધ્યયન કરતી વખતે પણ યોગમાર્ગના રહસ્યને જાણવાના ઉપયોગને છોડીને અન્ય અન્ય જિજ્ઞાસાથી ઉપયોગ પ્રવર્તતો હોય તો તે મહાત્માનો ઉપયોગ અવિષયગામી , જે પરિણામ શુદ્ધ નથી. (૩) વળી તત્ત્વ જાણવાના અર્થી સાધકનો ઉપયોગ સૂક્ષ્મ અનાભોગથી યોગના મર્મને છોડીને કંઈક વિકલ બને તોપણ તે શુદ્ધ છે; કેમ કે યોગના મર્મને જાણવાની જિજ્ઞાસાથી પ્રવર્તતો તે મહાત્માનો ઉપયોગ નિમિત્તને પામીને ફરી વિષયમાં સંપ્રવૃત્ત થશે. આથી જ યોગના અર્થી જીવો યોગગ્રંથનો અભ્યાસ કરતા હોય ત્યારે સૂક્ષ્મ અનાભોગથી તેઓને કોઈક પદાર્થમાં યોગમાર્ગનો બોધ ન થાય તોપણ યોગના ગ્રંથથી તેઓને જે કાંઈ બોધ થાય છે, તે સર્વ બોધ સ્વભૂમિકાનુસાર યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. જેમ આ પ્રકારે શુભ ભાવ પ્રવર્તતો હોય તો પરિણામ શુદ્ધ કહેવાય, તેમ પ્રસ્તુતમાં અંગારમદકાચાર્યના ૫૦૦ શિષ્યોનો ભગવાનના વચન અનુસાર શાસ્ત્રાધ્યયનનો પરિણામ હતો, તેથી તેઓ ચારિત્રની બાહ્ય શુદ્ધ આચરણા દ્વારા અંગારમÉકાચાર્યને સુગુરુ તરીકે સ્વીકારીને તેઓ પાસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322