________________
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘આવશ્યકાદિ દ્વારગાથા ૪૦૫
પૂર્વના કાળમાં પર્યાયથી કનિષ્ઠ એવા છેલ્લા બે સાધુને છોડીને પર્યાયથી જ્યેષ્ઠ એવા સર્વ સાધુઓને પ્રતિક્રમણ સૂત્ર પૂરું થાય પછી ખામણાં કરવામાં આવતાં હતાં. તે વિધિને બદલે પૂર્વસૂરિઓએ ત્રણ જ સાધુને ખામણાં કરવાની નવી સામાચારી કેમ સ્થાપી? એ પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે –
ગાથા :
धिइसंघयणाईणं मेराहाणिं च जाणिउं थेरा ।
सेहअगीअत्थाणं ठवणा आइण्णकप्पस्स ॥४७५॥ અન્વયાર્થ :
સિંધયUIક્v=ધૃતિ, સંઘયણ આદિની (હાનિને) મેરહિfiા =અને મર્યાદાની હાનિને નાળિઃ જાણીને થા=સ્થવિરો=ગીતાર્થો, તેની સ્થાપ-શૈક્ષ-અગીતાર્થના (વિપરિણામની નિવૃત્તિ માટે સ્થાપના કરે છે, એ) મારૂUUUર્સ=આચરિતકલ્પની વા=સ્થાપના છે. ગાથાર્થ :
ધૃતિ, સંઘયણાદિની હાનિને અને મર્યાદાની હાનિને જાણીને સ્થવિરો શૈક્ષ અને અગીતાર્થ સાધુઓના વિપરિણામની નિવૃત્તિ માટે સ્થાપના કરે છે એ આચરિતકલ્પની સ્થાપના છે. ટીકા :
धृतिसंहननादीनां हानि मर्यादाहानिं च ज्ञात्वा स्थविराः गीतार्थाः शिष्यकागीतार्थयोर्विपरिणामनिवृत्त्यर्थं स्थापनां कुर्वन्तीति स्थापना आचरितकल्पस्येति गाथार्थः ॥४७५॥ * “વૃતિસંદનનાવીના''માં ‘માર' પદથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પરિગ્રહ છે. * આ ગાથા બૃહત્કલ્પસૂત્રમાં ૪૪૯૮મી ભાષ્યગાથા છે. તેના આધારે પ્રસ્તુત ગાથાની બીજી અવતરણિકાનું અને ભાવાર્થનું લખાણ કરેલ છે. ટીકાર્યઃ
ધૃતિ, સંહનન આદિની હાનિને અને મર્યાદાની હાનિને જાણીને સ્થવિરો=ગીતાર્થો, શિષ્યક અને અગીતાર્થના વિપરિણામની નિવૃત્તિ અર્થે સ્થાપનાને કરે છે=નવા પ્રકારની વિધિની સ્થાપના કરે છે, એ આચરિતકલ્પની સ્થાપના છેમર્યાદા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
વર્તમાનમાં જીવોની એવા પ્રકારની માનસિક વૃતિ નથી, વળી પ્રથમ સંઘયણનો પણ અભાવ છે અને સંયમને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પણ અભાવ છે. આથી વર્તમાનમાં પ્રતિક્રમણ સૂત્ર બોલ્યા પછી ત્રણ સાધુઓને ખામણાં કરાય છે, તેમ જ સિદ્ધાંતમાં કહેલી નિરપવાદસામાચારીરૂપ મર્યાદાની હાનિ જાણીને પણ વર્તમાનમાં આચાર્યાદિ ત્રણ સાધુઓને જ ખામણાં કરવાની વિધિ સ્વીકારાયેલ છે; કેમ કે ઘણા સાધુઓને ખામણાં કરવાથી શૈક્ષ અને અગીતાર્થ સાધુઓને વિપરિણામ થવાની સંભાવના રહે છે, અર્થાત્ રોજ ઘણા સાધુઓને ખમાવવાની ક્રિયા કરવામાં આવે તો તે ક્રિયાથી થાકેલ એવા શૈક્ષાદિ સાધુઓ સંયમથી ભગ્નપરિણામવાળા બની જાય. આથી તેવું ન થાય તે માટે વર્તમાનમાં આવો જીતવ્યવહાર પ્રવર્તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org