________________
GO
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યક દિ' હાર/ગાથા ૪૦-૪૦૩
કરે છે, પરંતુ ખામણાં કરતી વખતે “આયરિય ઉવજઝાએ' સૂત્રમાં બતાવેલ આચાર્યાદિ શ્રમણસંઘને, ચતુર્વિધ શ્રી સંઘને તેમ જ સર્વ જીવરાશિને ખમાવવાનો અધ્યવસાય મનમાં ધારણ કરીને સર્વ સાધુઓ પર્યાયથી કનિષ્ઠ એવા છેલ્લા બે સાધુને છોડીને આચાર્યાદિ સર્વને ખમાવે છે. આ પ્રકારનું તાત્પર્ય પ્રસ્તુત ગ્રંથના કથનથી જણાય છે. II૪૭રા અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે ભાવથી આવા પરિણામવાળા સાધુઓ પ્રથમ આચાર્યને ખમાવે છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે સાધુઓ આચાર્યને ખમાવ્યા પછી ઉપાધ્યાયને ખમાવે છે. હવે ત્યારપછી કોને ખમાવે છે? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
आयरियउवज्झाए काऊणं सेसगाण कायव्वं ।
उप्परिवाडीकरणे दोसा सम्मं तहाऽकरणे ॥४७३॥ અન્વયાર્થ:
મારિયડવા આચાર્ય અને ઉપાધ્યાયના lઈ (ક્ષમણને) કરીને સેIિT=શેષ સાધુઓનું વાયવ્યંક(ક્ષમણ) કરવું જોઈએ. ૩ષ્પરિવાર (=ઉત્પરિપાટીના કરણમાં વિપરીત રીતે ખમાવવામાં, તદ્દી અને સમ્મ મર=સમ્યફ અકરણમાં=સમ્યક્ પ્રકારે નહીં ખમાવવામાં, રોસ=દોષો થાય છે. ગાથાર્થ :
આચાર્ય અને ઉપાધ્યાયને ખમાવીને શેષ સાધુઓને ખમાવવા જોઈએ. વિપરીત રીતે ખમાવવામાં અને સમ્યક્ પ્રકારે નહીં ખમાવવામાં દોષો થાય છે. ટીકાઃ
आचार्योपाध्याययोः कृत्वा क्षमणमिति गम्यते शेषाणां साधूनां यथारत्नाधिकतया कर्त्तव्यं, उत्परिपाटीकरणे विपर्ययकरण इत्यर्थः दोषा:-आज्ञादयः, सम्यक् तथा अकरणे विकलकरणे च दोषा રૂતિ ગાથાર્થ: ૪૭રૂા ટીકાર્ય :
આચાર્ય અને ઉપાધ્યાયના ક્ષમણને કરીને યથારત્નાધિકપણાથી શેષ સાધુઓનું ક્ષમણ કરવું જોઈએ. ઉત્પરિપાટીના કરણમાં વિપર્યયના કરણમાં–રત્નાધિકના ક્રમને છોડીને ખામણાં કરવામાં, આજ્ઞાદિ દોષો= આજ્ઞાભંગાદિ દોષો, થાય છે. અને સમ્યફ અકરણમાં વિકલકરણમાં માત્ર બાહ્ય ઉપચારરૂપે ખામણાં કરવામાં, દોષો=આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે પ્રથમ આચાર્યને અને ત્યારબાદ ઉપાધ્યાયને ક્ષમાપના કરીને, ત્યારબાદ જે પોતાના કરતાં રત્નત્રયીમાં અધિક હોય, તે સર્વ સાધુઓને તેઓથી પર્યાયથી નાના સાધુઓ ક્ષમાપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org