Book Title: Paisa No Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ પૈસાનો વ્યવહાર એવું છે, પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એકસ્ટેન્શન મળતું નથી. સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આતો એનું કંઈ ઠેકાણું નથી. (૨૪) એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તો ય કશું વળે નહીં. એક માણસે પૂછયું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય અને કેટલાકને આખી રાત પાસાં ઘસે તો ય ઊંઘ ના આવે. ને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર ? (૨૫) એટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ ‘ઈટ હેપન્સ’ છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી. આ તો મનમાં એમ માની બેઠા કે ના, હું ના હોઉં તો ચાલે જ નહીં. આ કોર્ટે બંધ થઈ જાય એવું માની બેઠાં છો. એટલે એવું કશું નથી. (ર૬) આ લક્ષ્મી ભેગી થવી તે ય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉકટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝયો હોયને, તે ડૉકટરને કહીએ કે આવડાં આવડાં મોટાં ઓપરેશનો કર્યા તો આ ગળફો કાઢી નાખને. ત્યારે કહે, ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે. એટલે આમાં આટલું ય ચાલે નહીં. એવિડન્સ ભેગા થયાં, પૈસાનો વ્યવહાર બધા ! હું જ્ઞાની બન્યો એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે. આ લોકો કરોડાધિપતિ ય જાતે નથી બન્યા. પણ એ મનમાં માને છે કે ‘હું બન્યો’, એટલી જ ભ્રાંતિ છે, અને જ્ઞાની પુરુષને ભ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો, ને એવું થઈ ગયું અને પેલો માને કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ સ્ત્રીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠાં છો કે “ના, હું કરું છું' એટલું જ છે. ઈગોઈઝમ છે. અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ, એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય. એક્ય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાં ય મહીં બળતરા ઊભી થાય છે, બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે, આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે. જગતની બધી વસ્તુઓ એક દહાડો અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું સ્વરૂપ જ છે, ત્યાં દુ:ખ જ ના હોય. જગતમાં તો પૈસા આપતો હોય તે ય અપ્રિય થાય. ક્યાં મૂકવા પાછા, ઉપાધિ થઈ પડે. એટલે પૈસા હોય તો ય દુઃખ, ના હોય તો ય દુઃખ, મોટા પ્રધાન થયા તો ય દુઃખ, ગરીબ હોય તો ય દુઃખ. ભિખારી હોય તો ય દુ:ખ, રાંડેલીને દુ:ખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ, દુ:ખ, દુ:ખ ને દુઃખ. અમદાવાદના શેઠિયાઓને ય દુ:ખ. એનું શું કારણ હશે ? પ્રશ્નકર્તા : એને સંતોષ નથી. દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં છે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો ય કહેશે, હા મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50