________________
આપો. ૪. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે ક્તા પ્રત્ય
ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૫. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ-ઋજુ ભાષા
બોલવાની શક્તિઓ આપો. ૬. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ
અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે ક્ત પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.
શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
અજ્ઞાનતાએ કરીને મેં જે જે ** દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાથું . હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો...
હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. ** (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા)
આત્મવિજ્ઞાની પુરુષ ‘એ. એમ. પટેલ'ની મહીં પ્રગટ થયેલા “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” (દરરોજ ઓછામાં ઓછું ૧૦ મિનિટથી ૫૦ મિનિટ સુધી મોટેથી બોલવું)
મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ૭. હે દાદા ભગવાન ! મને કોઈ પણ રસમાં લબ્ધપણું ન કરાય એવી
શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. ૮. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ને કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૯. હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ
શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. (આટલું તમારે “દાદા” પાસે માંગવાનું.) આ દરરોજ મિકેનિકલી વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે.