Book Title: Paisa No Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 47
________________ જોઈને કરવા. લીકેજવાળો હોય તો કરવો નહીં. (૪૦૩) જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ તેને આ જગતમાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે, પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ? (૪૦૮) એક જણ મને કહે છે કે, એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ ?’ મેં કહ્યું, ‘ઘરાકનો દોષ !' દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે, આપણે ના સમજીએ ? (૪૧૦) સંત પુરુષ, તો પૈસા લે નહીં. દુખિયો છે તેથી તો એ તમારી પાસે આવ્યો, ને પાછા ઉપરથી સો પડાવી લીધા ! તે આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય તો આવાં સંતોએ ખલાસ કરી નાખ્યું છે. તે સંત તે એનું નામ કહેવાય કે જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા આવ્યા ના હોય. (૪૧૧) આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો મારા ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું. મારાં પોતાના કમાયેલા, પોતાની કમાણીના જ પૈસામાંથી, તેથી આવો મેલો ફરું છું. સંઘના પહેરતો હોત તો ધોતિયાં ચારસો-ચારસોના મળે ને ? અરે હું તો નથી લેતો, પણ આ બેન પણ નથી લેતા ! આ બેને ય મારી જોડે રહે છે તે કપડાં પોતાનાં ઘરનાં પહેરે (૪૧૨) છે. આ દુનિયામાં જેટલી સ્વચ્છતા એટલી દુનિયા તમારી, તમે માલિક આ દુનિયાના ! જેટલી સ્વચ્છતા તમારી !! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય, માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ ! (૪૧૫) સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભિખારીપણું જ ના હોય !! (૪૧૬) હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા તે બધા જેના લીધા હોય તેના નામ દઈને, એનું મોઢું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધા પાપો ધૂઓ તો હજુ ધોઈ શકો છો. લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ? પ્યોરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યોરિટી !! પ્યોર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યોર વસ્તુ જગતને ફ્રેકચર કરે. એટલે પ્યોરિટી લાવવાની ! (૪૧૭) - જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50