Book Title: Paisa No Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 46
________________ પ્રશ્નકર્તા : કંઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી. દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ તો દાન નિર્મૂળ થઈ ગયું. સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો. (૩૬૫) કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તકતી મુકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલે ને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તકતી મૂકાવી એ તો ‘બેલેન્સ શીટ’ પૂરી થઈ ગઈ. કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તકતી મૂકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું. (૩૬૭) પ્રશ્નકર્તા : પુણ્યના ઉદયે જોઈએ તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ? દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહુ રાખવી નહિ. એમને ભણાવવા-ગણાવવા, બધું કમ્પલિટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામે) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું દસ-વીસ હજાર, તે કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહિ કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે. એક માણસે મને પ્રશ્ન કર્યો કે, છોકરાંને કશું ના આપવું ?” મેં કહ્યું ‘છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.' પ્રશ્નકર્તા: અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી (મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે. દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશે ને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં (૩૭૯) લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ? કરવું ? પ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ જન્મમાં શું દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં દાન આપવું. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે. (૩૮૭) ܀ [૮] લક્ષ્મી અને ધર્મ મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ તો હોય નહીં, ને લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગરનાં કેટલાં કેન્દ્ર ચાલે છે ? અને ત્રીજું કયું ? સમ્યક્ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે લક્ષ્મી ને સ્ત્રીસંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50