________________
પૈસાનો વ્યવહાર
૨૭
રાખવી કે સામાને સુખ થાય. વાણી તો મોટામાં મોટું ધન છે તમારી પાસે. પેલું ધન તો ટકે કે ના ય ટકે, પણ વાણી-ધન તો ટકે કાયમને માટે. તમે સારા શબ્દ બોલો તો સામાને આનંદ થાય. પૈસા તમે એને ના આપો તો વાંધો નહિ, પણ સારા શબ્દ બોલોને ! (૭૯)
અહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો
બંગલો તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદ્ગલ છે, એ પુદ્ગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય. અને પુદ્ગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુ:ખ છે એ આત્મવિટામિન છે, અને સુખ છે એ દેહનું વિટામિન છે.
(૮૦)
રૂપિયાનો સ્વભાવ હમેશાં કેવો છે ? ચંચળ, એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાં ય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર - જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડાનો સ્વભાવ કેટલો ? દસ વર્ષથી અગિયારમે વરસે ટકે નહિ. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધું ય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વિણકો પહેલાં શું કરતા હતા, રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખે. પચીસ ટકા વ્યાજે મૂકે. પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકા લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડયું ય નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ?
આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. સમજ પડીને ? ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય ! (૮૨)
પૈસાનો વ્યવહાર
પ્રશ્નકર્તા ઃ શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ?
દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો'ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત દા'ડો એની પર જ કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે આ કરશો નહીં. (૮૩)
૮
પ્રશ્નકર્તા : દાદા, આપણા અમેરિકન મહાત્માઓ પૂછે છે કે અમે જે કંઈ થોડું ઘણું કમાયા છીએ એ લઈને ઇન્ડિયા જતા રહીએ ? છોકરાઓનો ખાસ વિચાર આવે કે અમેરિકામાં જોઈએ એવા સંસ્કાર નથી મળતા.
દાદાશ્રી : હા, એ બધું તો ખરું છે. અહીંથી જો પૈસા કમાઈ ગયા હોય તો આપણે ઘેર ઇન્ડિયા જતાં રહેવું. છોકરાંને સારી રીતે ભણાવવાં.
પ્રશ્નકર્તા ઃ તમે કહ્યું કે પૈસા કમાયા એટલે ચાલ્યા જવું, પણ પૈસાની લિમિટ નથી હોતી. એટલે લિમિટ કંઈ બતાવો તમે. તમે એવી કંઈક લિમિટ બતાડો કે એટલી લિમિટના પૈસા લઈને અમે ઈન્ડિયા જતા રહીએ.
દાદાશ્રી : હા. આપણે હિન્દુસ્તાનમાં કંઈ રોજગા૨ ક૨વો હોય અને એને માટે કંઈ ૨કમ લાવવી પડે, તો વ્યાજે ના લાવવી પડે એવું કરવું. થોડું ઘણું બેંકમાંથી લેવું પડે તો ઠીક છે. બાકી કોઈ ધીરે નહીં, ત્યાં તો કોઈ ધીરે કરે નહિ. અહીંયા ય કોઈ ધીરે નહીં. બેંક જ ધીરે. એટલે એટલું સાથે રાખવું. બિઝનેસ તો કરવો જ પડે ને. ત્યાં આગળ ખર્ચો કાઢવો પડેને. પણ ત્યાં છોકરાં બહુ સારાં થાય. અહીં ડોલર મળે પણ છોકરાંના સંસ્કારની ભાંજગડ છે ને ! (૮૫) અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. હેંડો દાદા, કહે. તે સ્ટોર