________________
માટે કરે તે પોતાના આત્માની પાસે પહોંચે. પારકાના આત્મા માટે કરે તે પોતાના આત્માને પહોંચે અને જે પારકાના દેહ માટે કરે તે ય પહોંચે. હા, ફક્ત આત્મા માટે કરે તે બીજી રીતે પહોંચે. મોક્ષમાં જવાનો રસ્તો ખુલ્લો થઈ જાય, અને દેહને એકલાને માટે કરે તો અહીં સુખ ભોગવ્યા કરે. એટલે આટલો ફેર છે ફક્ત.
(૨૨૬) પ્રશ્નકર્તા : મને મારા મામાએ જે ધંધામાં ફસાવ્યો છે, તે જ્યારે જ્યારે આમ યાદ આવે ને ત્યારે મને મામા માટે ખૂબ ઉદ્વેગ આવે કે આ કેમ કર્યું હશે ? મારે શું કરવું ? કંઈ સમાધાન જડતું નથી.
દાદાશ્રી : એવું છે કે તારી ભૂલ છે તેથી તને તારા મામા ફસાવે છે. જ્યારે તારી ભૂલ પૂરી થઈ જશે, પછી તને કોઈ ફસાવનારું મળશે નહીં. જ્યાં સુધી તમને ફસાવનાર મળે છે ને, ત્યાં સુધી તમારી જ ભૂલો છે. કેમ મને કોઈ ફસાવનાર મળતો નથી ? મારે ફસાવું છે તો યે કોઈ મને ફસાવતું નથી અને તેને કોઈ ફસાવા આવે તો તું છટકીય જાઉં ! પણ મને તો છટકતાંય નથી આવડતું, એટલે કોઈ તમને ક્યાં સુધી ફસાવશે ? કે જયાં સુધી તમારો કંઈ ચોપડાનો હિસાબ બાકી છે. લેણાદેણાનો હિસાબ બાકી છે, ત્યાં સુધી જ તમને ફસાવશે. મારે ચોપડાના બધા હિસાબ પૂરા થઈ ગયા છે. વચ્ચે તો હું એટલે સુધી લોકોને કહેતો હતો કે ભઈ, જેને કોઈને પૈસાની ભીડ હોય તો મારી પાસેથી આવીને લઈ જજો. પણ મને એક ધોલ મારીને પાંચસો લઈ જવાના.
ત્યારે એ લોકો કહે કે, ના ભઈ સા'બ, ભીડમાં તો હું ગમે-તેમ કરીશ, પણ તમને હું ધોલ મારું તો મારી શી દશા થાય ? હવે ગમે તે માણસને આ વાત ના કરાય, અમુક જ ડેવલર્ડ માણસને વાત કહી શકાય.
એટલે વર્લ્ડમાં તને કોઈ ફસાવનાર નથી. વર્લ્ડનો તું માલિક જ છે, તારો કોઈ ઉપરી જ નથી. ખુદા એકલા જ તારા ઉપરી છે. પણ જો તું ખુદને ઓળખું ને, પછી કોઈ તારું ઉપરી જ ના રહ્યું. પછી કોણ ફસાવનાર છે વર્લ્ડમાં ! કોઈ આપણી ઉપર નામ દે એવું નથી. પણ આ તો જો ને કેટલી બધી ફસામણ થઈ છે !
(૨૩૧)
એટલે મામાએ મને ફસાવ્યો છે, એવું મનમાંથી કાઢી નાખજે ને વ્યવહારમાં કો'ક પૂછે ત્યારે એવું ના કહેવું કે મેં એમને ફસાવેલા તેથી એમણે મને ફસાવ્યો ! કારણ આ વિજ્ઞાનની લોકોને ખબર નથી, તેથી એમની ભાષામાં વાત કરવી જોઈએ કે મામાએ આવું કર્યું. પણ અંદરખાને જાણીએ કે એમાં મારી જ ભૂલ છે. આ ‘દાદા' કહેતા હતા તે જ રાઈટ છે. અને આ વાતે ય સાચી જ છે ને, કારણ મામા અત્યારે ભોગવતા નથી, એ તો મોટર લાવીને અત્યારે મઝા કરે છે. કુદરત એને પકડશે ત્યારે એનો ગુનો સાબિત થશે અને આજે તો તને કુદરતે પકડ્યો ને !! (૨૩૨)
દુકાન પર ના જઈએ તો દુકાન રાજી ના થાય. દુકાન રાજી થાય તો કમાણી થાય. એવું અહીં સત્સંગમાં પાંચ મિનિટ, વધારે ના હોય તો પાંચદશ મિનિટ પણ આવીને દર્શન કરી જાવ, જો અહીં અમે છીએ તો ! હાજરી તો આપવી જ રહીને !
(૨૪૨). એટલે આ દાદાનો તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો. | (૨૪૩)
પ્રશ્નકર્તા : અત્યારે ટેક્ષો એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડે ને ?
દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તો ય એ હળવું થઈ જાય.
પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણે જાણીયે કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છુટાય. અત્યારે કંઈ કાળા બજારનો માલ લાવ્યાં તે પછી કાળા બજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા, પહેલાં પ્રતિક્રમણ કરતાં ન