________________
છે.
વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે ‘નિયમથી અનીતિ કર !”
' (૧૯૬) - અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધો-રોજગાર ઈન્કમટેક્ષ વગેરે બધું ય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ. છતાં એમાં અમે સંપૂર્ણ ‘વીતરાગ’ રહીએ છીએ એવા ‘વીતરાગ’ શાથી રહેવાય છે? ‘જ્ઞાનથી'. અજ્ઞાનથી લોકો દુઃખી થઈ રહ્યા
(૨O) પ્રશ્નકર્તા : આ ખોટું કરવાની ઈચ્છા નથી પણ કરવું પડે છે.
દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ, ‘આ નથી કરવું છતાં ય કરવું પડે છે.” આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઈચ્છા નહીં હોવા છતાં ય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આવું જ કરવું જોઈએ તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવા ય માણસો ખરા ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય. (૨૧).
મમતા સહિતના પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથે ય ઘાલે નહીં. આ તો અક્કલનો ઈસ્કોતરો હોય તે કર્યા જ કરે. આપણે છોકરાને પૂછીએ કે ‘અલ્યા ભાઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ.” ત્યારે એ કહે, ‘તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું, ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટાં કર્યાં છે. હવે છોડી દો ને બળ્યાં ? તો ય ના છોડે મૂઓ.
(૨૦૭) આપવાનું શીખ્યો ત્યારથી સદ્બુદ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તો ય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે.
(૨૦૮) ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે ! તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે ! વટાવ્યામાં શું મહેનત તમે કરી ? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી ! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય ? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને ? એ તમને સમજાયું ?
મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો, કારણ કે જે પૂરણ ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે, અને ગુણકાર - ભાગાકાર કરી રહ્યા છે એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાનાં છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે “જેમ છે તેમ' ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એ ય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એ ય નેચરના હાથમાં છે. નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં.
(૧૨)
(૨૧૧)
વધારે નાણું હોય તો ભગવાનના કે સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકે ય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકે ય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુ:ખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું-પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ?
(૨૦૪)
[૪]