Book Title: Paisa No Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 40
________________ લોભિયો કોને કહેવાય કે જે દરેક બાબતમાં જાગ્રત હોય ! પ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસમાં ફેર શો ? દાદાશ્રી : કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય, લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનો ય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય, તે બધું જ તાણી જાય. (૨૬૮) પ્રશ્નકર્તા : લોભિયો થવું કે કરકસરિયા થવું ? દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી. લક્ષ્મી ભેગી કરવાની ઇચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં. લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રહેશે, એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એતો તે દહાડે જે આવે તે જ સાચું. ફ્રેશ હોવું જોઈએ. માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદ્દસ્તે વાપરવી, અને બહુ ભેગી કરવાની ઇચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં, અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાખી દેવાય નહીં. (૨૬૩) લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહિ, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય, અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.. અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં, અને ના ભોગવેલું હોય તેને કંઈ કંઈ જાતના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું, ને ફલાણું ભોગવું રહ્યા કરે. (૨૬૭). પ્રશ્નકર્તા : લોભિયો થોડો કંજૂસ પણ હોય ને ? દાદાશ્રી : ના, કંજૂસ એ પાછા જુદા, કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે. અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ઘી સસ્તું પડશે એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય, માર્કેટમાં જાય તોય કઈ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય ! ઇકોનોમી' કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડું આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય. પ્રશ્નકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ? દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિયા મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો, અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો. એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલે ને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઈકોનોમિક્સ - અર્થશાસ્ત્ર છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીઢ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીઢ ના ચઢે. (ર૬૯) ઘરમાં કરકસર કેવી હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય એવી કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ. ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50