Book Title: Paisa No Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 42
________________ પ્રશ્નકર્તા: કરોડો રૂપિયા હોય છતાં ધર્મમાં પૈસા ન આપી શકે એનું શું કારણ ? દાદાશ્રી : શી રીતે બંધ બાંધેલા છૂટે બા ? એટલે કોઈ છૂટે નહીં ને બંધાયેલો ને બંધાયેલો જ રહે, પોતે ખાય પણ નહીં. કોના હારુ ભેળું કરે છે ?! પહેલાં તો સાપ થઈ ને ફરતા હતા. ધન દાટતા હતા ને તો સાપ થઈને ફરતા હતા ને સાચવ સાચવ કરે. ‘મારું ધન, મારું ધન’ કરે ! (૩૧૦). તે હાથમાં ચંદ્રમા દેખાડે એવા ધૂતારા હોય, ત્યારે પેલો લોભિયો ખુશ થઈ જાય ! પછી આ પેલાની આખી મૂડી જ લઈ નાખે ! (૩) મને લોક પૂછે છે કે ‘સમાધિ સુખ ક્યારે વર્તશે ?” ત્યારે મેં કહ્યું કે ‘જેને કંઈ જ જોઈતું નથી. બધી લોભની ગાંઠ છૂટે ત્યારે.’ લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથી ને ! એટલે ભેલાડોને, જેટલું ભેલાડશો એટલે તમારું ! (૩૦૧) પૈસા આવે એટલા વાપરી નાખે ને એ સુખિયો. સારા રસ્તે જાય તો એ સુખિયો. એટલા તમારે ખાતે જમે થાય, નહિ તો ગટરમાં તો જતા રહેવાના છે. ક્યાં જતા રહેવાના ? ગટરમાં જતા હશે ? આ મુંબઈના રૂપિયા બધા શેમાં જતા હશે ? એય નર્યા ગટરમાં ચાલ ચાલ કરે છે ! એ સારા રસ્તે વપરાયો એટલો રૂપિયો આપણો જોડે આવે. કોઈ બીજો કોઈ જોડે આવે નહિ. (૩૦૫) તિરસ્કાર ને નિંદા ત્યાં લક્ષ્મી નહીં રહે. ‘લક્ષ્મી ક્યારે ના મળે? લોકોની નિંદા-કૂથલીમાં પડે ત્યારે. (૩૦૫) આ આપણો દેશ ક્યારે પૈસાવાળો થશે ? ક્યારે લક્ષ્મીવાન ને સુખી થશે ? જ્યારે નિંદા અને તિરસ્કાર બે બંધ થઈ જશે ત્યારે. આ બે બંધ થયાં કે દેશમાં નર્યા પૈસા ને લક્ષ્મી પાર વગરની થાય. (૩૦૬) જીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણ નહીં. ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતાં હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. જુઓ ને, આ ભલાડે છે ને ! આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે એ પુણ્યાનુબંધી પુણ્ય ! સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય ! (૩૧૧) પ્રશ્નકર્તા : પૈસા સાથે લઈ જવા માટે કઈ રીતે સાથે લઈ જવાય ? દાદાશ્રી : રસ્તો તો એક જ એટલો કે જે આપણાં સગાંવહાલાં ના હોય. એવાં કોઈનાં દિલ હાર્યા હોય તો જોડે આવે. સગાંવહાલાંને ઠાર્યા હોય, તોય છે તે જોડે ના આવે, પણ ખાતાં ચોખાં થઈ જાય. અગર તો અમારા જેવાને કહો તો લોકોને હિતકારી થાય એવું જ્ઞાનદાન બતાડીએ. એટલે સારાં પુસ્તક છપાવવાં કે જે વાંચવાથી ઘણાં લોકો સારે રસ્તે ચઢે. અમને પૂછે તો દેખાડીએ. અમારે લેવા-દેવા ના શ્રેય. (૩૧૩) એણે એમ માન્યું છે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પછી દુ:ખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતાં કરતાં લોભિયો એવો જ થઈ ગયો. પોતે લોભિયો થઈ ગયો. કરકસર [૬] લોભતી સમજ, સૂક્ષ્મતાએ પ્રશ્નકર્તા: કેવા પ્રકારના દોષો ભારી હોય તો ઘણાં અવતારો સુધી ચાલે ? અવતારો બહુ લેવા પડે એવા કયા દોષો ? દાદાશ્રી : લોભ ! લોભ ઘણાં અવતારો સુધી જોડે રહે છે. લોભી હોય ને તે દરેક અવતારમાં લોભી થાય એટલે એને ગમે બહુ આ.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50