________________
૨૬
(૭૬)
પૈસાનો વ્યવહાર
૨૫ દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો, પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને તિરસ્કાર કરે, આ ગરીબ છે, આમ છે. આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં માણસને. તમે કહો છો એવું જ. બધો કેફ ચઢી જાય.
આખી જિંદગી આખા જગતના લોકો આમ નાણાં પાછળ પડ્યા છે અને કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ?
એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરે ય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. ડોલર આવવા માંડે તે વખતે કુદાકુદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નય પાપો જ બાંધી દે, તે ઘડીએ પાપ ના બંધાય ને ટાઈમ કાઢી નાખવો એમ જાણવું એનું નામ ધર્મ.
એટલે હમેશાં સનરાઈઝ થવાનો, સનસેટ થવાનો, એવો દુનિયાનો નિયમ. તે આ કર્મના ઉદય ને પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ, બાડીઓ, મકાનો વધ્યા કરે. બધું વધ્યા કરે. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વિખરાયા કરે. પહેલું ભેગું થયા કરે પછી વિખરાયા કરે, વિખરાતી વખતે શાંતિ રાખવી. એ મોટામાં મોટો પુરુષાર્થ !
સગો ભાઈ પચાસ હજાર ડોલર આપે નહીં. પાછું ત્યાં કેમ જીવન જીવવું એ પુરુષાર્થ છે. સગા ભાઈએ પચાસ હજાર ડોલર પાછા ના આપ્યા ને ગાળો દે ઉપરથી. ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે.
અને કોઈ નોકર ચોરી ગયો, ઓફિસમાંથી દસ હજારનો માલ, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખે ને અવતાર બધો બગાડી નાખે !
(૭૭) પ્રશ્નકર્તા : એ તો આપણે આપ્તવાણીમાં કહેવામાં આવ્યું જ છે
પૈસાનો વ્યવહાર ને કે તે જો હજાર બે હજાર રૂપિયા કોઈને આપ્યા તે શા માટે આપે છે કે તું તારા અહંકાર, માનને લીધે આપે છે.
દાદાશ્રી : માન વેચ્યું એણે. અહંકાર વેચ્યો તો આપણે લઈ લેવો જોઈએ. ખરીદી લેવો જોઈએ. હું તો આખી જિંદગી ખરીદતો આવેલો. અહંકાર ખરીદવો.
પ્રશ્નકર્તા : એટલે શું દાદા ?
દાદાશ્રી : તમારી પાસે પાંચ હજાર લેવા આવ્યો તેને આંખમાં શરમ ના આવે બળી ?!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે માગે છે તે શરમને કાઢીને અહંકાર વેચે છે આપણને. તો આપણે ખરીદી લેવો, આપણી પાસે મૂડી હોય તો !
પૈસા લેવા જવાનું સારું લાગે ? સગા કાકા જોડે લેવા જવાનું ગમે ? કેમ ના ગમે ? અરે, સબંધિ પાસે લેવાનું ય ના ગમે કોઈને. બાપ પાસે લેવાનું ય ના ગમે. હાથ ધરવાનો ના ગમે.
(૭૮) પ્રશ્નકર્તા : એનો અહંકાર ખરીદી લીધો, પણ આપણને એનો અહંકાર શું કામમાં આવે ?
દાદાશ્રી : ઓહોહો ! એનો અહંકાર ખરીદી લીધો એટલે જે એનામાં શક્તિઓ છે તે આપણામાં પ્રગટ થઈ ગઈ ! એ અહંકાર વેચવા આવ્યો બિચારો !
(૦૯) પ્રશ્નકર્તા : હાથ-પગ સાજા હોય છતાં ભીખ માગે તો એને દાન આપવાનો ઈન્કાર કરવો એ ગુનો છે ?
દાદાશ્રી : દાન ન આપો તેનો વાંધો નથી. પણ એને તમે કહો કે આ મજબૂત પાડા જેવા થઈને શું આવું કરે છે ? એવું આપણાથી ના જ કહેવાય. તમે કહો કે ભઈ, મારે અપાય એવું નથી.
સામાને દુઃખ થાય એવું ન જ બોલવું જોઈએ. વાણી એવી સારી