________________
પૈસાનો વ્યવહાર નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, છોકરી ક્યાં ય નહીં.
અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે - મુક્તિને માટે નાખેલા, તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે ‘નો ઓબ્લેકશન સર્ટિફિકેટ' મળ્યું
(૫૩) કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, “હું ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.” એટલે હું કહું, ‘અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઊછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.”
પાપનું પૂરણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા ઉપર બેઠાં હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં, કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ય ગલન થવાનું છે. એ પૈસો બેન્કમાં મૂકશો તો તે ય જવાનો તો છે જ. એનું ય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રૌદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ?
કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે, એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો.
અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી
પૈસાનો વ્યવહાર ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, “હેંડો, ભગવાનનાં દર્શન કરી આવીએ !” અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! “અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !' ત્યારે કહેશે કે, “ના એ તો મહીં રકમ ઓછી થાય ને !' ત્યારે અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બુમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, સાચી મૂડી તો “મહીં” બેઠી છે એને શું કરવા હાર્ટફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે !! હાર્ટફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ? - દસ લાખ રૂપિયા બાપ છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે, ‘હવે હું આધ્યાત્મિક જીવન જીવું !” ત્યારે હવે, એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં, બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિક્તા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જ સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એ ય પુણ્યનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નય પાપ જ બંધાવે !
(૫૭) એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરજસ્ત પુણ્ય હોય છે તો પણ મહીં અંતરદાહ શમાતો નથી; અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે ! ચોગરદમથી બધા ફર્સ્ટ ક્લાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ હોય, તે હવે કેમ મટે ? પુણ્ય પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુર્વે ખલાસ થાય એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંતરદાહ છે. પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે તે ઘડીએ તારી શી દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે.
આ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી
(૫૬)