________________
પૈસાનો વ્યવહાર ગલન થવાનું. ને ગલન ના થાત ને તો ય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલું પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું અને ઉચ્છવાસ કાઢ્યો એ ગલન છે. બધું પુરણ ગલન સ્વભાવનું છે એટલે અમે શોધખોળ કરી છે કે ‘ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં !” ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુ:ખદાયક થઈ પડે. (૫૮)
મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કંઈ ને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડો, અને ભીડ પણ પડી નથી. (૫૯)
પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?
દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે, અને એનું ફળ નર્કગતિ છે. આ કપડું ખેંચીને આપે એ હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય ? ‘બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, “આવું તો કરાતું હશે ?” તો એ કહે કે, “એ તો એમ જ કરાય.” પણ પ્રામાણિકપણાની ઈચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે ‘મારી ઈચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.” આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !
એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે ? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી.
(૬૧) પ્રશ્નકર્તા ઃ આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ?
૨૦
પૈસાનો વ્યવહાર દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચારે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન, વચન, કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઈચ્છા ના કરીશ, આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઈચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઈમાં મળશે.” અને જો કહે કે “મારે પૈસા નથી જોઈતા’ તો એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને, ઈચ્છા ય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમનો તો વિનય રાખવો જોઈએ, કારણ કે એ તો હેડ ઓફિસમાં છે. લક્ષ્મીજી તો એને ટાઈમ કાળ પાકે ત્યારે આવે તેમ જ છે. આ તો ઇચ્છાથી અંતરાય પડે છે. લક્ષ્મીજી કહે છે કે, “જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ, અને અમે ટાઈમ ટાઈમ મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફટ વગેરે બધાં જ ટાઈમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ. બીજું લક્ષ્મીજી શું કહે છે ? કે, ‘તારે મોક્ષે જવું હોય તો હકની લક્ષ્મી મળે તે જ લેજે, કોઈની ય લક્ષ્મી ઝૂંટવીને ઠગીને ના લઈશ.”
(૬૨) આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છરું ઘર, જ્યારે અનુકૂળ આવે
ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો. એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. (૬૩)
બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે “હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા” એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી. પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજા કેટલા ય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો ‘વીતરાગ’ છે, ‘અચેતન વસ્તુ છે. પોતે તેને તરછોડ ના