________________
પૈસાનો વ્યવહાર તે દારુને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !
(૨૭)
આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ છે ખાલી.
નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.
માણસને શું દુઃખ હોય છે ? એક જણ મને કહે કે મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો. નાદાર થઈ ગયો. મેં પૂછ્યું, ‘દેવું કેટલું હતું ?” તે કહે, ‘દેવું ન હતું.’ તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, ‘વાઈફ તો છે ને ?” તે કહે કે વાઈફ કંઈ વેચાય ? મેં કહ્યું, ‘ના પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ?’ આ આંખો, આ હાથ, પગ, મગજ, એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસો ય ના હોય તો ય તું કરોડાધિપતિ છે. તારી કેટલી બધી મિલકત છે, તે વેચજો, હેંડ. આ બે હાથે ય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટેકે ખાવાનું મળવું જોઈએ.
પ્રશ્નકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું?
દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજ વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી
પૈસાનો વ્યવહાર હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.
આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ?
આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! ‘દાદા ભગવાનનું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય ! પણ આ લોકો આવું નામ દે નહીં ને, પાછા ઘેર જઈને !!
(૨૯) લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુ:ખ, સાચવતાં દુ:ખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાં ય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછાં સગાં-વહાલાં જાણે તે તરત જ દોડે, મિત્રો બધા દોડે, કહે અરે યાર મારા પર આટલો વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઈએ છે, તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુ:ખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાં ય દુઃખ થાય.
લક્ષ્મીને સાચવતાં ય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાં ય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મો? આટલું મોઘું લેવાય ? અલ્યા, છાનોમાનો ભોગવને ! પણ ભોગવતી વખતે ય દુઃખ, કમાતા ય દુઃખ, લોકો હેરાન કરતાં હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં એટલે કમાતાં ય દુઃખ અને સાચવતાં ય દુઃખ. સાચવ સાચવ કરીએ તો ય બેન્કમાં રહે જ નહીં ને ! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન ! લક્ષ્મી જાય, ત્યારે ય બહુ દુ:ખ આપે.
(૨૮)