Book Title: Paisa No Vyavahar Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 8
________________ પૈસાનો વ્યવહાર ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો...... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું ‘ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, ‘રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !’ મેં કહ્યું, ‘ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા નહીં ?” બેન કહે, ‘ના તો ય કાઢવાનાં, પાઉં ને માખણ ચોપડતા જવાનું.' તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાઓ છે ?! (૨૦) હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય પણ આ ‘પટેલ’ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય, ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, પેલી રકમ હતી તે ભરી દો. ક્યારે ક્યો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ‘ઈન્કમટેક્ષવાળાનો એટેક’ આવ્યો તો આપણે અહીં પેલો ‘એટેક’ આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી. પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ ! કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. પૈસાનો વ્યવહાર પ્રશ્નકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી, એ કેવી લક્ષ્મી હોય ? દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોય ને તો આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે, તો ય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી, અને એને પૈસા કમાવાનો વિચાર જ ના આવે એવું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, ‘કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું’ એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો, સહજભાવે આવ્યા કરે, પોતે એમ કહે કે, “હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન હો’ છતાં ય એ આવ્યા જ કરે. શું કહે કે આત્માલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ને પણ ના હો. તો ય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. (૨૧) અમને ય નહોતું ગમતું સંસારમાં. મારી વિગત જ કહું છું ને. મને પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તો ય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તો ય મહીં બોજો લાગે. લઈ જતાં ય બોજો લાગે, લાવતાં ય બોજો લાગે. દરેક બાબતમાં બોજો લાગે, આ શાન થતાં પહેલાં. (૨૪) પ્રશ્નકર્તા : અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂબ્યા છીએ. દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ?!Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50