Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ પૈસાનો વ્યવહાર ૧ ૧ ૧ ૧ પૈસાનો વ્યવહાર છોડીને જતા રહે ત્યારે મોક્ષે જવાય; નહીં તો ચિત્ત તો બધામાં ઘસેલું હોય. તે દહાડે કંઈ અક્રમ વિજ્ઞાન હતું ? ક્રમિક માર્ગ હતો. આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે નિરાંતે જ્ઞાનની ગોઠવણી કરીને સૂઈ જઈએ ને આખી રાત મહીં સમાધિ રહે. નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી, અને એને પૈસા કમાવાનો વિચાર જ ના આવે એવું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે.. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, ‘કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું” એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેગું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો, સહજભાવે આવ્યા કરે, પોતે એમ કહે કે, “હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ન પણ ન હો’ છતાંય એ આવ્યા જ કરે. શું કહે કે આત્માલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ન પણ ના હો. તોય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. એને લક્ષ્મી તો ઢગલાબંધ આવે, આવવાની કમી ના હોય. વિચાર જ કોઈ દહાડો ના કર્યો હોય ને ઊલટા કંટાળી ગયેલા હોય કે હવે જરા ઓછું આવે તો સારું પણ તોય લક્ષ્મી આવે. તે લક્ષ્મી આવે એનો નિવેડો તો લાવવો પડે ને ? એટલે શું કરવું પડે ? હવે નિવેડો લાવવામાં બહુ મહેનત પડી જાય. એ કંઈ ઓછી રસ્તામાં નાખી દેવાય ? હવે એ નિવેડો કેવો હોય કે એનાથી લક્ષ્મી પાછી આવીને એવી જાય ને પાછી ફરી ઊગી ઊગીને આવે પાછી. ખપે રાજલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી ? આ બધું ડિસ્ચાર્જ છે. થઈ ગયેલું છે. અને હવે તું શું કરવાનો છે ? આ તને ઑર્ડર મળે છે તે બધું પુણ્ય છે. અને ઑર્ડર ના મળે એ તો પાપનો ઉદય હોય તો જ ર્ડર ના મળે. હવે આમાં પાછું કાવતરાં કરે, જે મળવાનું જ છે, તેમાં કાવતરાં કરે, ટ્રિકો અજમાવે. ટ્રિકો અજમાવે કે ના અજમાવે ? ભગવાનને કંઈ ટ્રિકો આવડતી હશે ? ભગવાને તો આ શું કહ્યું કે, “આ રાજલક્ષ્મી મને સ્વપ્ન પણ ના હો,” કારણ કે રાજ જેવી સંપત્તિ હોય, એના માલિક થવા જાય તો પછી મોક્ષે શી રીતે જાય ? એટલે એ સંપત્તિ તો સ્વપ્ન પણ ના હો ! પ્રશ્નકર્તા : મોક્ષે કેમ ના જવા દે? દાદાશ્રી : શી રીતે મોક્ષે જવા દે ? આ ચક્રવર્તઓ બધું ચક્રવર્તી રાજ પ્રશ્નકર્તા: આપે કહેલું ને કે સારા કુટુંબમાં જન્મેલા હોય એટલે બધું લઈને જ આવ્યા હોય એટલે માથાકૂટ વધારે કરવા માટે રહી નહીં, એવું ખરું ને ? દાદાશ્રી : હા, બધું લઈને જ આવ્યો હોય પણ તે વ્યવહાર ચલાવવા પૂરતું, પોતાનું બધું ચાલે એટલું જ. બાકી કરોડાધિપતિ તો કોઈક જ થઈ જાય. પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજાઓ પણ છેલ્લે મોક્ષે જવાનું જ વધારે ઇમ્પોર્ટન્ટ ગણતા હતા ને ! અગત્યનું મોક્ષ જ છે. ચક્રવર્તીપણામાં સુખ નથીને ? દાદાશ્રી : અગત્યનો મોક્ષ છે એવું નથી, એ ચક્રવર્તીનું પદ એટલું બધું એમને કેડે કે મનમાં થાય કે ક્યાંક નાસી જઉં હવે ? તેથી મોક્ષ સાંભરે. કેટલો બધો પુણ્યશાળી હોય તો ચક્રવર્તી થાય, પણ ભાવ તો મોક્ષે જવું એવો જ હોય. બાકી પુર્વે તો બધી ભોગવવી જ પડેને ! ઇચ્છાઓ શેષતી શેષ કેમ ? પ્રશ્નકર્તા : આટલા બધા ભવમાં આ બધું ભોગવ્યું, રાજેશ્રી થયા, છતાં ઇચ્છાઓ બાકી રહી જાય છે એનું કારણ શું હશે ? દાદાશ્રી : કોઈ દહાડો ભોગવેલું છે ?(!) આ ખાલી દેખાય છે એટલું જ છે, જ્યારે સામે જોઈએ છીએ ત્યારે ભોગવાતું નથી. આપણને પાવાગઢ ક્યાં સુધી સારો લાગે ? કે આપણે નક્કી કર્યું, અમુક દહાડો પાવાગઢ જવું છે. ત્યારથી મહીં પાવાગઢને માટે બહુ આકર્ષણ રહ્યા કરે. પણ પાવાગઢ જઈએ ને જોઈએ એટલે આકર્ષણ તૂટી જાય. પ્રશ્નકર્તા : એટલે આપણને આ ટેસ્ટ હજુ થયો નથી ? આજે લક્ષ્મી ભોગવવાનો કે વિષય ભોગવવાનો ટેસ્ટ હજુ પૂરો થયો નથી ? એથી એના વિચારો આવે છે ?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 232