________________
પૈસાનો
વ્યવહાર
૧૦
૧૦.
પૈસાનો
વ્યવહાર
આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યેની છે, એટલે તે કલેશ કરાવે એવી છે, એના કરતાં ઓછી આવે તે સારું. ઘરમાં કલેશ તો ના પેસે. આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં કલેશનું વાતાવરણ થઈ જાય છે. એક ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.
દેવાય, ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, ‘પેલી રકમ હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં “ઈન્સટેક્ષવાળાનો એટેક આવ્યો તો આપણે મહીં પેલો “એટેક” આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.
લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી. પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હા’ કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય.
આવતી લક્ષ્મીમાં પોતે હકદાર કેટલો ? અને આ તો દુષમકાળ, તો આ દુઃખ-મુખ્યકાળમાં જીવો કેવા હોય છે ? કકળાટવાળા, આખો દહાડો કકળાટ, કકળાટ, કકળાટ. અંતરશાંતિ ના રહે. રૂપિયાથી કોઈ શાંતિ થાય નહીં.
મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું, “ઘરમાં કલેશ તો નથી થતો ને ?” ત્યારે એ બેન કહે, “રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !” મેં ક્લયું, ‘ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યાં નહીં ?” બેન કહે, “ના તોય કાઢવાનાં, પાઉં ને માખણ ચોપડતાં જવાનું.” તે ક્લેશ ય ચાલુ ને નાસ્તા ય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાઓ છે ?!
પ્રશ્નકર્તા: કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ?
દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ “પટેલ’ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે બસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા
સુગંધી સહિતના લક્ષ્મીવાત ! લક્ષ્મીજી હમેશાં સુગંધ સહિતની હોય તો ભગવાને પણ તેનો સ્વીકાર કર્યો છે. મુંબઈમાં આટલા લક્ષ્મીવાન છે પણ સુગંધ આવી કોઈની ય ?
પ્રશ્નકર્તા : કોઈક તો હશે ને ?
દાદાશ્રી : ‘હશે’ એવું બોલવું બહુ જ જોખમકારક છે. કાં તો ‘ના’ બોલો. ને કાં તો ‘છે” બોલો. ‘હશે” એવું પોલું બોલવું એ ભયંકર જોખમ છે. પોલને લઈને તો જગત આવું રહ્યું છે. ‘જેમ છે તેમ' બોલો ને તપાસ તો કરો, ને કહી દો કે ભાઈ, મારી તપાસમાં અત્યાર સુધી કોઈ નથી આવ્યો. આપણને કહેવાનો રાઈટ કેટલો ? કે આજ સુધી મારી જિંદગીમાં ફર્યો પણ મને હજુ કોઈ એવા મળ્યા નથી. બાકી સુગંધી સહિતની લક્ષ્મી હોય નહીં. અત્યારે આ કાળમાં હોય તો બહુ જૂજ હોય, કો'ક જગ્યાએ હોય.
સુગંધ સહિતની લક્ષ્મી ! પ્રશ્નકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી, એ કેવી લક્ષ્મી હોય ?
દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોય ને તો આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે, તો ય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ