________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
કહેવાય જ કેમ ? કારણ કે અંતરશાંતિ ના હોય. અંતરશાંતિ બંગલામાં કોને કોને હોય ? એક રસોઈયાને, બે નોકરોને હોય. પટ્ટા જેવા હોય, જે ખાય પીએ ને મોજ કરે અને શેઠને શરદી થઈ ગયેલી હોય તે શી રીતે ખાય ? ફૂટ આવે ખરાં ઘરમાં, પણ કોઈથી ખવાય નહીં ને પેલા નોકરો બધા ખાય તે હોય આવા તગડા થઈ ગયેલા ! મેં જોયેલું છે, ત્યારે થયું કે ધન્ય ભાગ કહેવાય ને ! આ રસોઈયા ને નોકરોનું યે પુણ્ય જાગ્યું છે ને !
મનુષ્યપણું શેમાં વેડફ્યુ ? મનુષ્યપણાની એક મિનિટની કિંમત તો કહેવાય એવી નથી, એટલી બધી કિંમત છે. આ હિન્દુસ્તાનના મનુષ્યોની વાત છે. હિન્દુસ્તાનના મનુષ્યોમાં કેમ ફેર પાડીએ છીએ કે જે લોકોની બિલીફમાં પુનર્જન્મ આવી ગયો છે. હિન્દુસ્તાન સિવાય બહારના લોકોની બિલીફમાં પુનર્જન્મ આવ્યો નથી, એટલે હિન્દુસ્તાનના માણસની એક મિનિટની પણ બહુ કિંમત છે, પણ આ તો હફેદફે વપરાઈ જાય છે. આખો દહાડો ભાન વગર હફેદફે બેભાનપણામાં વપરાઈ જાય છે. તમારી કોઈ ક્ષણ નકામી ગયેલી ?
પ્રશ્નકર્તા : ઘણી નકામી ગયેલી. દાદાશ્રી : એમ ? તો કેટલી કામમાં લાગી ? શેમાં કામમાં લાગી ?
વધુ મિલકત, વધુ ગૂંચવાડો ! ગૂંચવાડામાં માણસો આખો દહાડો ગુંચાયા કરે. સાધુ-સંન્યાસી બધા ય ગૂંચાયા કરે, મોટો રાજા હોય કે વકીલ હોય, પણ એ ત્યાં ગૂંચાયા કરે, જેની પાસે મિલકત ઓછી હોય, તે ય ગૂંચાય અને વધારે મિલકત હોય તે વધારે ગૂંચાય; તે આ બધો સંસાર ગૂંચવાડો છે. તો આ ગૂંચવાડામાંથી નીકળવું કેમ ? એના સવાલ પૂછીને જવાબ મેળવવા જોઈએ, અને તમારે આ ગૂંચવાડામાંથી નીકળવાના રસ્તા ખોળવા જોઈએ. ગૂંચવાડામાંથી જે નીકળ્યા હોય તે આપણને ગૂંચવાડામાંથી બહાર કાઢી આપે. બાકી કોઈ આ ગૂંચવાડામાંથી નીકળેલો જ ના હોય એ જ આપણને ગૂંચવાડામાં નાખે ને ! આપણને કોઈ દહાડો ગૂંચવાડામાંથી નીકળવાની ઇચ્છા થાય છે ખરી ?
પૈસાની પથારી કરીએ તો ય કંઈ ઊંઘ આવે નહીં અને એનાથી કંઈ સુખ પડે નહીં; ગમે એટલા પૈસા હોય તો ય દુઃખ. એટલે જયાં દુઃખ, દુઃખ ને દુ:ખ જ છે. જન્મ્યા ત્યારે એક બાજુના સગા હોય, ફાધર, મધર ને શાદી કરી ત્યારે સસરો, સાસુ, વડસાસુ, માસીસાસુ એ બધું ભેગું થયું. તે ગૂંચવાડો ઓછો હતો તે પાછો વધાર્યો !
બેંકમાં કેટલા ભેગા થયા ? દાદાશ્રી : ધોરાજીથી અહીં કલકત્તામાં શું કામ તમે આવેલા ? પ્રશ્નકર્તા: જીવનનિર્વાહ માટે.
દાદાશ્રી : જીવનનિર્વાહ તો જીવ માત્ર કરી જ રહ્યા છે. કૂતરાં, બિલાડાં બધાં જ પોતપોતાના ગામમાં જ રહીને જીવનનિર્વાહ કરે છે. આ મથુરાનાં વાંદરા હોય છે ને તે પણ ત્યાં ને ત્યાં ગમે તેના ચણા લઈને પણ એમનો નિર્વાહ કર્યા જ કરે છે, એ બહારગામ જતા નથી, મથુરામાં ને મથુરામાં જ રહે છે અને આપણા લોકો બધે જાય છે.
પ્રશ્નકર્તા : લોભદૃષ્ટિ છે ને, એટલે.
દાદાશ્રી : હા, એ લોભ હેરાન કરે છે, નિર્વાહ હેરાન નથી કરતો. આ નિર્વાહ હેરાન કરે એવો છે જ નહીં. નિર્વાહ તો એ જ્યાં હોય ત્યાં એને મળી રહે જ. મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે, એને હરેક ચીજ મળી આવે, પણ આ લોભને લીધે ભટક ભટક કરે છે. ‘આમથી લઉં કે તેમથી લઉં, આમાંથી લઉં કે તેમાંથી લઉં” કર્યા કરે છે. અહીં કલકત્તા સુધી આવ્યા છતાં કોઈ એમ નથી કહેતો કે હું ધરાઈને બેઠો છું !
પ્રશ્નકર્તા : સંતોષ હોય તો દુ:ખ શેનું છે ?
દાદાશ્રી : ના, ના. સંતોષની વાત નથી. અહીં સુધી કમાવા આવ્યા હતા. હવે કમાઈને કોઈ એમ નથી કહેતો કે “મારી પાસે પાંચ અબજ થઈ ગયા છે, હવે મારે કોઈ જરૂરિયાત નથી, એવું કોઈ મને કહેનાર મળ્યો નથી. પાંચ અબજ નહીં