________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
છે. જેમ ખાવાપીવાનું તમારા ટેબલ પર આવે છે કે નથી આવતું ? કે સવારથી વિચાર લઈને બેસો છો ? માળા ફેરવફેરવ કરો છો ? કે “ખાવાનું થશે કે નહીં થાય ? ખાવાનું મળશે કે નહીં મળે ?” એવું કર્યા કરો છો ? આ ખાવા માટે જાપ નથી કરવો પડતો ? કે સવારના પહોરમાં ઊઠીને જાપ કરો છો ?
પ્રશ્નકર્તા : કો'કને જાપ થતો પણ હોય. દાદાશ્રી : કો'કની શું કામ ભાંજગડ કરો છો? તમને કોઈ દહાડો થયેલો?
સાચી લક્ષ્મી ક્યાં આવે ? દુનિયાનો કાયદો એવો છે કે, હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરનાં માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય અને બરકતવાળો હોય તેને રૂપિયા ના આવવા દે. એટલે આ તો બરકત વગરના માણસોને લક્ષ્મી ભેગી થઈ છે. ને ટેબલ ઉપર જમવાનું મળે છે. ફક્ત કેમ ખાવું-પીવું એ નથી આવડતું.
આ કાળના જીવો ભોળા કહેવાય. કોઈ લઈ ગયું તોય કશું નહીં. ઊંચી નાત, નીચી નાત, કશું પડેલી નહીં. એવાં ભોળા એટલે લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગ્રત હોય તેને જ ના આવે. બહુ જાગ્રત હોય એ બહુ કષાય કર્યા કરે. આખો દહાડો કષાય કર્યા કરે. આ તો જાગ્રત નહીં, કષાય જ નહીં ને, કોઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ્મી આવે ત્યાં, પણ વાપરતાં ના આવડે. બેભાનપણામાં જતી રહે બધી.
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ નાહવાનું પાણી ગરમ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, એ રાતના વિચાર કરીએ, સવાર સુધી, તો એ જાપ કરવાની જરૂર પડે છે ? તો ય સવારના ગરમ પાણી નહાવા માટે મળે છે કે નથી મળતું?
પ્રશ્નકર્તા : મળે છે.
દાદાશ્રી : એવું છે, જે નેસેસિટી છે, એ નેસેસિટી એના ટાઈમે આવે જ છે. એનું ધ્યાન કરવાની જરૂર નથી. તેથી તો કહ્યું છે ને, લક્ષ્મી એ તો હાથનો મેલ છે. જેમ પરસેવો આવ્યા વગર રહેતો નથી, તેમ લક્ષ્મી આવ્યા વગર રહેતી નથી. કોઈને વધારે પરસેવો આવે, કોઈને ઓછો પરસેવો આવે, એવું કોઈને લક્ષ્મી વધારે આવે, ને કોઈને ઓછી લક્ષ્મી આવે. વાત તો સમજવી પડશે ને ?
એવો નિયમ, “વ્યવસ્થિત' તો ! ભગવાન શું કહે છે કે, તારું ધન હશે ને, તો તું ઝાડ રોપવા જઈશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરૂર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી. આ મોક્ષ પણ મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસે બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાક્યા હોય કે ના પાક્યા હોય, છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહિ ? ‘વ્યવસ્થિત' નો નિયમ જ એવો છે !
ફોરેનવાળા જેવા ભોળા થઈ ગયા છે આપણા લોકો. તેથી લક્ષ્મી આવે. આ સાચી લક્ષ્મી નથી આવતી. ભોળાની લક્ષ્મી ! સાચી લક્ષ્મી તો જાગૃતિમાં રહે, અને દિલદાર ભોળો હોય. એ ભોળો જાણીને જવા દે બધું. એ લક્ષ્મી છે તે પુણ્યાનુબંધી પુણ્યની હોય અને આમને તો ભાન જ નથી ! આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી. શાંતિ ઘડીવાર ના આપે અને મૂચ્છિત જ હોય આખો દહાડો.
લક્ષ્મી છતાં અશાંતિ શાને ? આ નાણું જે છે ને અત્યારે, આ નાણું બધું જ ખોટું છે. બહુ જૂજ, થોડું સાચું નાણું છે. બે જાતની પુણ્ય હોય છે. એક પાપાનુબંધી પુણ્ય કે જે અધોગતિમાં લઈ જાય, એ પુણ્ય અને જે ઉર્ધ્વગતિમાં લઈ જાય એ પુણ્યાનુબંધી પુણ્ય. તે એવું નાણું બહુ ઓછું રહ્યું છે. અત્યારે આ રૂપિયા જે બહાર બધે દેખાય છે ને, તે પાપાનુબંધી પુણ્યના રૂપિયા છે, અને એ તો નર્યાં કર્મ બાંધે છે, અને ભયંકર અધોગતિમાં જઈ રહ્યાં છે. પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય ? નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, ત્યાં ધર્મ હોય.