Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ CCC પ્રકાશકીયર પદાર્થપ્રકાશ ભાગ-૧૨ને પ્રકાશિત કરતા હૈયું આનંદવિભોર થાય છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આચાર્ય વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અનેક ગ્રંથોના પદાર્થોનું સંકલન-સંપાદન કરી રહ્યા છે. તેને પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમને મળી રહ્યો છે. તે બદલ અમે પૂજ્યશ્રીના આભારી છીએ અને અમારી જાતને પુણ્યશાળી માનીએ છીએ. આજ સુધી પદાર્થ પ્રકાશ ભાગ-૧ થી ભાગ-૧૧ સુધીમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિના બંધનકરણ-સંક્રમકરણ-ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ અમે પ્રકાશિત કર્યા છે. હવે પદાર્થ પ્રકાશ ભાગ-૧૨ નામના આ પુસ્તકમાં કર્મપ્રકૃતિના ઉદીરણાકરણ-ઉપશમનાકરણનિધત્તિકરણ-નિકાચનાકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પ્રકાશિત કરીએ છીએ. છે. આ બધા પદાર્થો પૂજ્યશ્રીએ પ્રારંભિક સંયમજીવનમાં પૂજ્યપાદ આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી વાચના દ્વારા મેળવેલા અને તેનો ખૂબ પાઠ કરેલો. તેથી પૂજ્યશ્રીને એ પદાર્થોના સંસ્કારો દૃઢ થયેલા. પૂજ્યશ્રી પદાર્થોના રસથાળનો આસ્વાદ માત્ર પોતે જ નથી માણી રહ્યા પણ પદાર્થપ્રકાશના ભાગો દ્વારા આપણને સહુને પીરસી રહ્યા છે. એ બદલ આપણે સહુ એમના ઋણી છીએ. આ પુસ્તકના સંપૂર્ણ મેટરનું પંડિતવર્ય પારસભાઈ ચંપકલાલ શાહે સંશોધન કરેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય કરનાર અમદાવાદ ભરતગ્રાફિક્સવાળા ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ અને આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. જ આ પુસ્તકના અધ્યયન દ્વારા કર્મપ્રકૃતિના રહસ્યાર્થીને જાણીને કર્મના બંધનોમાંથી છૂટીને સહુ કોઈ શીધ્ર સિદ્ધિને પામે એ જ અંતરની અભિલાષા. | આજ સુધીમાં પૂજ્યશ્રી દ્વારા લિખિત-સંકલિત-સંપાદિત-પ્રેરિત 65 ગ્રંથોના પ્રકાશનનો અમને બહુમૂલ્ય લાભ મળ્યો છે. હજી આગળ પણ પૂજ્યશ્રીના વધુ ને વધુ ગ્રંથો પ્રકાશિત કરવાનો લાભ અમને મળતો રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીગણ 1. તારાચંદ અંબાલાલ શાહ 2. ધરણેન્દ્ર અંબાલાલ શાહ 3. પંડરીક અંબાલાલ શાહ 4. મકેશ બંસીલાલ શાહ ( 5. ઉપેન્દ્ર તારાચંદ શાહPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 298