Book Title: Navtattva Ange Prashnottari Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 3
________________ અનાર્યકુળમાં ઉત્પન્ન થતા હોય તથા દેવલોકમાં ખરાબ જાતિના દેવપણાએ ઉત્પન્ન થયા હોય, તેવા જીવોમાં દયાનાં પરિણામો રહ્યા કરે અને સારા ભાવોમાં, સારા વિચારોમાં રહ્યા કરે તે પુણ્યાનુબંધી પાપ કહેવાય પ્ર.૧૮/૧ પૂણ્યાનુબંધી પાપ કઇ રીતે બંધાય ? તથા તે પાપ કયા કયા પ્રકારના જીવો બાંધે છે. ઉ.૧૮/૧ પુણ્યાનુબંધી પાપ અકામ નિર્જરાથી બંધાય છે, તથા ત્યાં સમજાવનાર મલી જાય અને સાચી સમજ પેદા થઇ જાય તો સકામ નિર્જરાથી પણ બંધાય છે. આ પુણ્યનો અનુબંધ અભવ્ય જીવો, દુર્ભવ્ય જીવો, ભારેકર્મી ભવી જીવો, દુર્લભ બોધી જીવો બાંધે છે તથા જ જીવો સંસારના સુખની ઇચ્છાથી કોઇપણ નાનામાં નાની ધર્મની ક્રિયા કરે તે બધાય જીવો આ પુણ્યનો અનુબંધ કરે છે પ્ર.૧૮/ર પુણ્યાનુબંધી પાપનું લક્ષણ શું ? ઉ.૧૮/ર પાપના ઉદયથી મળેલી દરિદ્રપણા આદિની જે સામગ્રીઓ હોય છે, તેવી સામગ્રીમાં સારા ભાવ રાખે અને સારા પરિણામમાં રહેતા હોય અથવા આલોક અને પરલોકનાં સુખની ઇચ્છાથી પણ સારી રીતે વેઠે ઇત્યાદિ પ્રકારવાળા જીવો હોય છે, તે પુણ્યાનુબંધી પાપવાળા કહેવાય છે. પ્ર.૧૯ પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય? ઉ.૧૯ ભૂતકાળમાં સારું કાર્ય કરી પુણ્ય ઉપાર્જન કરીને આ ભવમાં મહા અદ્વિવાળા, બંગલા-બગીચાવાળા થયા હોય તે સુખમાં એવા લીન બની જાય કે જેના કારણે ભયંકર પાપ બંધાય અને પાપનો અનુબંધ પડે અને ભવિષ્યમાં આવી સામગ્રી દુર્લભ બને. એ રીતે કરે છે, તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. પ્ર.૨૦/૧ પાપાનુબંધી પુણ્ય કયા પ્રકારના જીવો બાંધે છે ? ઉ.૨૦/૧ પાપાનુબંધી પુણ્ય અભવ્ય જીવો, દુભવ્ય જીવો, ભારે કર્મી જીવો, તથા દુર્લભબોધી જીવો કોઇપણ શુભ કાર્ય કરતાં સંસારના આલોક અને પરલોકની ઇચ્છાથી પાપનો અનુબંધ પાડે છે, તેથી તે પાપાનુબંધી પુણ્ય બાંધે છે. પ્ર.૨૦/૨ પાપાનુબંધી પુણ્યનું લક્ષણ શું છે ? ઉ.૨૦/૨ ઘર-કુટુંબ પરિવાર, પૈસા, ટકા, બદ્વિ આદિ સુખની સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે તે સામગ્રી: છોડવા જેવી ન લાગે અર્થાત મજેથી તેને ભોગવે અને તેમાં લપાઇ જાય છે તેનું લક્ષણ છે. પ્ર.૨૧ પાપાનુબંધી પાપ કોને કહેવાય છે ? પ્ર.૨૧ ભૂતકાળમાં ઘણાં પાપો કરીને અહીંયા ખરાબ જગ્યાએ જન્મેલા હોય છતાં પણ અહીંયા પણ ભયંકર પાપોને કરતો હોય અને પાપનો જ અનુબંધ પાડતો હોય તે પાપાનુબંધી પાપ કહેવાય છે. પ્ર.૨૨ પાપાનુબંધી પાપ કયા પ્રકારના જીવો બાંધે ? ઉ.૨૨ નીચકુળમાં જન્મેલા, દરીદ્રાવસ્થામાં જન્મેલા, માછીમારો, શિકારીઓ વગેરે પાપ કરીને દુર્ગતિમાં જાય તે બધા જીવો મોટે ભાગે પાપાનુબંધી પાપવાળા હોય છે. પ્ર.૨૩ આશ્રવ કોને કહેવાય ? ઉ.૨૩ હિંસાદિ અશુભ ક્રિયાઓ દ્વારા તથા અહિંસાદિ શુભ ક્રિયાઓ દ્વારા જે અશુભ અથવા શુભ કર્મોનું આત્મામાં પ્રવેશ થવું તે આશ્રવ કહેવાય છે જેમ સરોવરમાં દ્વારા માર્ગથી વરસાદનું જળ પ્રવેશ કરે છે, એ પ્રમાણે હિંસાદિ દ્વારા માર્ગથી કર્મરૂપી વર્ષાજળ આત્મામાં પ્રવેશ કરે છે. અર્થાત્ આ સર્વ બાજુથી Page 3 of 106Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 106