Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ ઉ.૮ નિશ્ચય નયને આશ્રયીને તો જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ પોતાના આત્મિક ગુણોનો કરનાર (પ્રગટ કરનાર) હોય, તે ગુણોનો ભોગવટો કરનાર હોય અથવા સુખ-દુઃખ ઇત્યાદિનો અનુભવ કરનાર, જ્ઞાન-દર્શનના ઉપયોગમય ચૈતન્ય યુક્ત જે હોય છે તે જીવ કહેવાય છે. ૪.૯ જીવતત્ત્વ કોને કહેવાય ? ઉ.૯ ચૈતન્ય અથવા ચૈતન્ય યુક્ત જે પદાર્થો જગતમાં રહેલા છે, તે જીવતત્ત્વ રૂપે કહેવાય છે. અજીવ કોને કહેવાય ? પ્ર.૧૦ ઉ.૧૦ ચૈતન્ય લક્ષણથી રહિત અર્થાત્ ચેતના રહિત જેટલી વસ્તુઓ જગતમાં રહેલી છે, તે અજીવ કહેવાય છે. છે. પ્ર.૧૧ પુણ્ય કોને કહેવાય ? ઉ.૧૧ શુભ કર્મના ઉદયથી જે જે અનુકૂળ સામગ્રીઓ મલે છે, તેમાં જે અનુકૂળતા પેદા થાય છે, પુણ્ય કહેવાય છે. તે પ્ર.૧૨ પાપકર્મ કોને કહેવાય ? ઉ.૧૨ અશુભ કર્મના ઉદયથી જીવને જે જે પ્રતિકૂલ સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, તે પાપતત્ત્વ કહેવાય પ્ર.૧૩ પાપના ઉદયથી જીવને શું શું થાય ? ઉ.૧૩ પાપના ઉદયથી જીવને દુઃખ ઉપર પરમ ઉદ્વેગ પેદા થાય છે, છતાં ઘણું દુઃખ ભોગવવું પડે છે અને તેના કારણે આત્મા પાછો અશુભ કર્મોના બંધનથી મલિન થાય અને અંતે નરકાદિ દુર્ગતિઓમાં અતિ ભયંકર દુઃખ ભોગવવા માટે આત્માને લઇ જાય છે. પ્ર.૧૪ પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય ? ૩.૧૪ ભૂતકાળમાં ઉપાર્જન કરેલા શુભકર્મોના કારણે આ ભવમાં અનુકૂળ સામગ્રીઓ પ્રાપ્ત થાય અને અહીંયા એવા જ શુભ કાર્યો કરે તેના કારણે અનુકૂળ સામગ્રીઓ આગળ પણ પ્રાપ્ત થાય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પ્ર.૧૫/૧ પુણ્યાનુબંધી પુણ્ય કયા જીવો ઉપાર્જન કરે ? ઉ.૧૫/૧ જે જીવો ચર્માવર્તકાળમાં આવેલા હોય, નિઃસ્વાર્થભાવે વડીલોની સેવા-ભક્તિ કરે તથા ધર્મની નાનામાં નાની કોઇપણ ક્રિયા આત્મિક ગુણ પેદા કરવા માટે કરે તે જીવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, તથા સકામ નિર્જરા કરનારા જીવો ઉપાર્જન કરે. પ્ર.૧૫/૨ પુણ્યાનુબંધી પુણ્યનું લક્ષણ શું છે ? ઉ.૧૫/૨ જે જીવોનું પુણ્યાનુબંધી પુણ્ય હોય છે, તે જીવોને મળેલી સુખની સામગ્રીમાં વીરાગ જીવતો હોય છે, એટલે કે સુખની સઘળી સામગ્રી હેય લાગે અને ધર્મની સામગ્રી ઉપાદેય લાગે તે તેનું લક્ષણ છે. ચરમાવર્ત કાળ કોને કહેવાય ? પ્ર.૧૬ ૩.૧૬ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જે જીવોનો સંસાર હવે એક જ પુદ્ગલ પરાવર્ત કાળથી વધારે ન હોય તેને ચરમાવર્ત કાળ કહેવાય છે. પ્ર.૧૭ પુણ્યાનુબંધી પાપ કોને કહેવાય ? ઉ.૧૭ જે જીવો પાપના ઉદયથી દુર્ગતિમાં ગયા હોય, મનુષ્યપણામાં અનાર્યદેશ-અનાર્ય જાતિ, Page 2 of 106

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 106