Book Title: Nabhak Raj Charitram Gujarati Author(s): Merutungasuri, Sarvodaysagar Publisher: Charitraratna Foundation Charitable Trust View full book textPage 5
________________ श्रीमरुतुजत्रिविरचित श्रीनामाकराजाचरितम् છાશછી નિદot અમને ગૌરવ જૈન શાસનના સાહિત્યમાં ચીલો પાડતાં અમને અતીવ આનંદ થઈ રહ્યો છે. આજ દિવસ સુધીમાં જે કોઈ પ્રકાશનો થયા એમાં પાંચ ભાષાઓ એકી સાથે હોય એવા આ પ્રકારના ગ્રંથો સૌ પ્રથમ વાર પ્રકાશિત થઈ રહ્યા છે, એ વાતનું અમને ગૌરવ છે. આવા અનેક ગ્રંથો. પૂજ્ય મુનિ ભગવંતોને જે શુભપળે આવો વિચાર આવ્યો એ પળ કેવી પ્રભાવશાળી હશે, કે જે કાર્ય કરતાં સહેજે 15-20 વર્ષ લાગી જાય તે કાર્ય 3-4 વર્ષમાં સહજતાથી થાય એને શું માનવું? ગુરુકૃપાનું ફળ જ ને !પૂર્વાચાર્યો રચિત 67 કથાગ્રંથો પૂ. હરિષણાચાર્ય રચિત 51 કથા ગ્રંથો તથા પૂ. આ. માણિજ્યસુંદરસૂરિ રચિત 17 કથાગ્રંથો મળી કુલ 135 કથા ગ્રંથો પાંચ ભાષા અને આઠ વિભાગો સાથે સૌ પ્રથમ વાર પ્રકાશિત થાય છે. વળી હાર શ્લોકવાળું નલદમયંતી ચરિત્ર તો ખરું જ. પ્રસ્તુત ગ્રહર્ષિ આજે જૈન સંઘોમાં દેવદ્રવ્ય સંબંધી ઘણી ઉગ્ર ચર્ચા ચાલે છે. અને વર્તમાનપત્રોમાં આક્ષેપો - પ્રતિઆક્ષેપો થયા કરે છે. ત્યારે એમ લાગે છે કે આ ગ્રંથ દીવાદાંડીની ગરજ સારશે. દેવ દ્રવ્યના રક્ષણ અને ભક્ષણની વાતો સુંદર રીતે આ ગ્રંથમાં વળી લેવાઈ છે. ગ્રંથકર્તા વિષે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મેરતુંગસૂરિ મ. સા. અચલગચ્છમાં મંત્રશિરોમણી તરીકે પ્રખ્યાત છે. તેઓશ્રીનો જન્મ વિ. સં. 1403 તથા દીક્ષા વિ. સં. 1410 તથા આચાર્યપદ વિ. સં. 1426 તથા ગચ્છેશ પદ વિ. સં. ૧૪૪પમાં થયેલ. એ સમય દરમ્યાન પૂજ્યશ્રીએ અનેક સુંદર ગ્રંથોની રચના કરી. શ્રી જૈન મેઘદૂત મહાકાવ્ય, સૂરિમંત્રકલ્પસમુચ્ચય આદિ 36 ગ્રંથોની માહિતી મળે છે. કેટલાક પ્રસિદ્ધ છે કેટલાક અપ્રસિદ્ધ છે. જૈન શાસનના આ પ્રભાવક ગચ્છનાયકનો કળધર્મ ૧૪૭૧માં માગશર સુદ 15 ને સોમવારે પાટણ મધ્યે થયો. ' પ્રાંતે ની શરૂઆત પછી અલ્પ સમયમાં પૂજ્ય મુનિભગવંતોના માર્ગદર્શનથી અનેક પ્રાચીન-અર્વાચીન સાહિત્ય તથા વિવિધ કાર્યો કરી રહ્યા છીએ. એનો અમને આનંદ છે. આ ગ્રંથમાં અંગ્રેજી ભાષાંતર કરવા બદલ શ્રી સ્ટેફર્ડ ઉર્ફે જતીનભાઈનો હાર્દિક આભાર. ' Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 320